Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sansad News: Sansad Ratna Award કોને એનાયત કરાશે

Sansad News: Sansad Ratna Award દર વર્ષે ટોચના પ્રદર્શન કરનારા સાંસદોને તેમના પ્રદર્શનના આધારે આપવામાં આવે છે. જ્યારે લોકસભાના કાર્યકાળ દરમિયાન પ્રદર્શનમાં સાતત્યતા માટે સંસદ મહારત્ન પુરસ્કાર પાંચ વર્ષમાં એક વખત આપવામાં આવે છે. Sansad Ratna Award કોને એનાયત કરાશે...
sansad news  sansad ratna award કોને એનાયત કરાશે

Sansad News: Sansad Ratna Award દર વર્ષે ટોચના પ્રદર્શન કરનારા સાંસદોને તેમના પ્રદર્શનના આધારે આપવામાં આવે છે. જ્યારે લોકસભાના કાર્યકાળ દરમિયાન પ્રદર્શનમાં સાતત્યતા માટે સંસદ મહારત્ન પુરસ્કાર પાંચ વર્ષમાં એક વખત આપવામાં આવે છે.

Advertisement

Sansad Ratna Award કોને એનાયત કરાશે

આ વર્ષે Sansad Ratna Award માટે ભાજપના સુકાંત મજુમદાર અને શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદે સહિત પાંચ લોકસભા સભ્યોની પસંદગી કરવામાં આવી છે. તેના આયોજકોએ 7 જાન્યુઆરીએ આ જાહેરાત કરી હતી.

Sansad News

Sansad News

Advertisement

BJP ના સિવાય કોને પુરસ્કાર એનાયત કરાશે  

BJP ના સુધીર ગુપ્તા, એનસીપીના અમોલ રામસિંહ કોલ્હે અને કોંગ્રેસના કુલદીપ રાય શર્મા અન્ય ત્રણ સાંસદોમાં સામેલ છે. જેમને 17 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય રાજધાનીમાં એક કાર્યક્રમમાં આપવામાં આવનાર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

સંસદ રત્ન પુરસ્કારનો ઈતિહાસ

Prime Point Foundation, ચેન્નાઈ સ્થિત બિન-લાભકારી ચેરિટેબલ ટ્રસ્ટે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ APJ Abdul Kalam ની વિનંતી પર આ સન્માનોની સ્થાપના કરી હતી. તેમણે પોતે 2010 માં ચેન્નાઈમાં પ્રથમ એવોર્ડ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું.

Advertisement

Prime Point Foundation ના સ્થાપક અને અધ્યક્ષ કે શ્રીનિવાસને જણાવ્યું હતું કે આ પુરસ્કારો કામગીરી પર આધારિત છે. જેમાં નામાંકિતોની પસંદગી કાયદા અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટીએસ કૃષ્ણમૂર્તિની આગેવાની હેઠળની એક પ્રતિષ્ઠિત જ્યુરી સમિતિ દ્વારા કરવામાં આવે છે.

તે ઉપરાંત તમામ પ્રદર્શનના ડેટા Lok Sabha અને Rajya Sabha અને PRS લેજિસ્લેટિવ રિસર્ચની વેબસાઈટ પરથી લેવામાં આવે છે. ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સંસદસભ્યોને સન્માનિત કરવા માટે નાગરિક સમાજ દ્વારા આપવામાં આવતો આ એકમાત્ર પુરસ્કાર છે.

Sansad Ratna Award કમિટીના ચેરમેન અને Prime Point Foundation ના ટ્રસ્ટી સેક્રેટરી પ્રિયદર્શિની રાહુલે જણાવ્યું હતું કે એનકે પ્રેમચંદ્રન (આરએસપી, કેરળ), અધીર રંજન ચૌધરી (કોંગ્રેસ, પશ્ચિમ બંગાળ), બિદ્યુત બરન મહતો (ભાજપ, ઝારખંડ) અને હીના વિજયકુમાર ગાવિત (ભાજપ, ઝારખંડ) BJP, મહારાષ્ટ્ર)ની 17 મી લોકસભા માટે સંસદ મહારત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'મહારત્ન પુરસ્કાર વિજેતા સુપ્રિયા સુલે (એનસીપી, મહારાષ્ટ્ર), શ્રીરંગ અપ્પા બાર્ને (શિવસેના, મહારાષ્ટ્ર) અને ભર્ત્રીહરિ મહતાબ (બીજેડી, ઓડિશા), છેલ્લી 16 મી લોકસભાના સાંસદોના સતત ટોચના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, તેમને જ્યુરી કમિટીએ તેમને એવોર્ડ આપ્યો છે. 17 મી લોકસભામાં તેમના અનુકરણીય પ્રદર્શન માટે તેમને સન્માનિત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.  આ ત્રણેય સાંસદોને સંસદસભ્ય ઉત્કૃષ્ટ માનવ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

આ પણ વાંચો:

Tags :
Advertisement

.