Sanjay Singh Bail: SC એ મંજૂર કર્યા સંજ્ય સિંહના જામીન, ED એ પણ કોર્ટમાં કર્યો નહીં વિરોધ
Sanjay Singh Bail: લાંબા સમય બાદ આમ આદમી પાર્ટી (AAP) માં ખુશીનો માહોલ જોવા મળશે. કારણે કે... છેલ્લા ધણા સમયથી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) અને દિલ્હી શરાબ નીતિ કૌભાંડ (Delhi Liquor Policy) ને લઈ આપ પાર્ટી પર ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. ત્યારે તાજેતરમાં એક રાહતના સમાચાર આપને લઈ આવ્યા છે.
- આમ આદમી પાર્ટીને લઈ રાહતના સમાચાર
- 6 મહિના બાદ સંજ્ય સિંહને જામીન મળ્યા
- સુનાવણીમાં 3 ન્યાયાધીશની ખંડપીઠ હાજર રહી હતી
દિલ્હી એક્સાઈઝ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) આપ સાંસદ સંજ્ય સિંહ (Sanjay Singh) ના જામીન મંજૂર કર્યા છે. જોકે દિલ્હી (Delhi) માં મની લૉન્ડ્રિંગના કેસમાં ED એ આપ પાર્ટીના સાંસદો (Sanjay Singh) સામે તપાસ જાહેર શરૂ કરી હતી. ત્યારે ED એ આપ (AAP) ના સાંસદ સંજ્ય સિહં (Sanjay Singh) ની 4 ઓક્ટોમ્બરના 2023 ના રોજ ધરપકડ કરી હતી.
6 મહિના બાદ સંજ્ય સિંહને જામીન મળ્યા
आज हर आम आदमी पार्टी कार्यकर्ता के लिए बहुत भावुक दिन है। हमारे शेर संजय सिंह की रिहाई से आज वो ख़ुशी है जो शब्दों में बयान नहीं की जा सकती।
जय बजरंग बली! pic.twitter.com/tnZo4vIDzF
— Raghav Chadha (@raghav_chadha) April 2, 2024
જોકે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં ED એ પણ સંજ્ય સિંહના મંજૂર થયેલા જામીનને લઈ કોઈ વિરોધ જાહેર કર્યો ન હતો. ત્યારે આખરે 6 મહિના બાદ સાંસદ સંજ્ય સિંહ (Sanjay Singh) જેલમાંથી બહાર આવશે. જોકે, તેને જામીન આપતાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ આદેશને દાખલા તરીકે ગણવામાં આવશે નહીં.
સુનાવણીમાં 3 ન્યાયાધીશની ખંડપીઠ હાજર રહી હતી
આજરોજ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સંજ્ય સિંહને લઈ સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની ખંડપીઠના મુખ્ય 3 ન્યાયાધીશો જેમ કે ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ પીબી વરાલેની આગેવાનીમાં નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત સુનાવણીમાં સંજ્ય સિંહ (Sanjay Singh) વિરૂદ્ધ કોઈ પુરાવાઓ મળ્યા ન હતા. તે ઉપરાંત કૌભાંડમાં પણ તેમની કોઈ પ્રકારની ભૂમિકા હોય, તે સાબિત થયું ન હતું.
આ પણ વાંચો: Indore : મજાક-મજાકમાં મોત, ગર્લફ્રેન્ડને ‘એપ્રિલ ફૂલ’ બનાવવાના ચક્કરમાં કર્યું એવું કે વિદ્યાર્થીને મળ્યું…
આ પણ વાંચો: Assembly elections : BJP એ ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી, 112 ઉમેદવારોને મળી તક…
આ પણ વાંચો: Supreme Court : ભ્રામક જાહેરાતો પર SC દ્વારા બાબા રામદેવને ફટકાર, કહ્યું- તમે આદેશનું ઉલ્લંઘન કર્યું છે…