S. jaishankar : વિદેશમંત્રી જયશંકરે કર્યું યુગાંડા પ્રવાસમાં ‘ભારત વિશ્વમિત્ર’નું પુનઃઉચ્ચારણ
S.Jaishankar : વિદેશ મંત્રી જયશંકરે (S.Jaishankar ) યુગાન્ડાની મુલાકાત દરમિયાન 'ભારત વિશ્વામિત્ર'ની વાતનું પુનરાવર્તન કર્યું છે. તેમણે ભારતની નીતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશ જરૂરિયાતમંદ દેશોની મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. તેમણે કહ્યું કે ભારતે જી-20ની અધ્યક્ષતા દરમિયાન દર્શાવ્યું કે પરિવર્તન શક્ય છે. તેમણે કહ્યું કે વિશ્વ વ્યવસ્થાને બદલવા માટે વ્યવહારિક પગલાંની જરૂર છે. જણાવી દઈએ કે પીએમ મોદીએ ‘વસુધૈવ કુટુંબકમ’નો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે બદલાતા સમયની સાથે ભારતની ભૂમિકા ‘વિશ્વમિત્ર’ જેવી બની ગઈ છે.
કંપાલામાં NAM કોન્ફરન્સમાં તેમના ભાષણ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે (S.Jaishankar) પેલેસ્ટાઈનના વિદેશ મંત્રી રિયાદ અલ મલિકી સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, પેલેસ્ટિનિયન સમકક્ષ સાથેની વાતચીત દરમિયાન ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ પર વિસ્તૃત અને વ્યાપક ચર્ચા થઈ. તેના માનવતાવાદી અને રાજકીય પરિમાણો પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, ભારત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન મુદ્દાના ઉકેલ માટે Two State Solution (Two Nation Reconciliation) ના ઉકેલને સમર્થન આપતું રહેશે. તેમણે ભારતના સમર્થનની ખાતરી આપતા સંપર્કમાં રહેવા માટે પણ સહમતી વ્યક્ત કરી છે.
#WATCH | At the 19th NAM Summit in Kampala, Uganda, EAM Dr S Jaishankar says, "Our smallest need is often manufactured farthest away. We are also subject to narratives of political correctness and universalism that do not give their due to our culture and our traditions. As the… pic.twitter.com/E44gjRBYN4
— ANI (@ANI) January 20, 2024
મદદ માટે સદૈવ તૈયાર ભારત
કંપાલામાં આયોજિત NAM સમિટમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે (S.Jaishankar) કહ્યું છે કે 2019માં બાકૂમાં NAMની છેલ્લી બેઠક મળી હતી. ત્યારબાદ, દુનિયામાં મોટા પરિવર્તનો આવ્યા છે. સમગ્ર દુનિયાને કોરોના મહામારી મારીએ તબાહ કરી નાખી. તેના નિશાન ભૂસવામાં સદીઓ નીકળી જશે. ઇઝરાયલ અને હમાસનો ઉલ્લેખ કર્યા વગર વિદેશ મંત્રી કહ્યું કે ગાઝામાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષની અસર આખી દુનિયામાં થઈ રહી છે. તેમણે કહ્યું કે વિલક્ષણ સ્થિતિમાં પણ ભારત મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેવાની નીતિ પર ચાલી રહ્યું છે.થઈ રહી છે. તેમણે કહ્યું કે વિલક્ષણ સ્થિતિમાં પણ ભારત મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેવાની નીતિ પર ચાલી રહ્યું છે.
#WATCH | At the 19th NAM Summit in Kampala, Uganda, EAM Dr S Jaishankar says, "Our smallest need is often manufactured farthest away. We are also subject to narratives of political correctness and universalism that do not give their due to our culture and our traditions. As the… pic.twitter.com/E44gjRBYN4
— ANI (@ANI) January 20, 2024
વિદેશ મંત્રીએ વિશ્વની સામે ત્રણ મોટા પડકારોનો કર્યો ઉલ્લેખ
ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને યુક્રેન-રશિયા સંઘર્ષનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રીએ કહ્યું કે, દુનિયામાં આવા ઘણા સંઘર્ષો ચાલી રહ્યા છે જેની અસર દૂર દૂર સુધી અનુભવાઈ રહી છે. ગાઝા એ અમારી વિશેષ ચિંતાનું કેન્દ્ર છે. તેમણે કહ્યું કે જળવાયુ પરિવર્તન વિશ્વભરના દેશોને ઝડપથી અસર કરી રહ્યું છે. દેવું, ફુગાવો અને વૃદ્ધિ જેવા ત્રણ મોટા પડકારો પણ વિકાસ પર ભારે પડી રહ્યા છે. ગંભીર ચિંતાઓના મૂળમાં વિશ્વની પ્રકૃતિ છે જેની સાથે મોટાભાગના દેશો ઝઝૂમી રહ્યા છે.
#WATCH | At the 19th NAM Summit in Kampala, Uganda, EAM Dr S Jaishankar says, "Growth and progress are based on stability. In our globalised existence, conflict anywhere has consequences everywhere. We saw that in regard to Ukraine, when it came to our fuel, food and fertiliser… pic.twitter.com/wda3l7T2lh
— ANI (@ANI) January 20, 2024
વૈશ્વિકીકરણના યુગમાં આર્થિક દળોનું સંકોચન
લગભગ સાડા સાત દાયકા પહેલાના આઝાદી પૂર્વેના સમયગાળાનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભલે આપણે સંસ્થાનવાદનો ખેસ ઉતારી દીધો હોય, પણ આપણે અસમાનતા અને વર્ચસ્વના નવા સ્વરૂપો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. વૈશ્વિકરણના યુગમાં આર્થિક શક્તિઓ સંકોચાતી દેખાઈ રહી હોય તેવું લાગે છે. આ શક્તિઓ બાકીના વિશ્વ સાથે માત્ર બજારો અથવા સંસાધનોના રૂપમાં ક્રિયા-પ્રતિક્રિયા કરે છે. ડૉ. જયશંકરના મતે, આપણી નાની જરૂરિયાતો ઘણી વાર સૌથી દૂરના દેશોમાં બનતી ઘટનાઓ અને ત્યાં રહેતા લોકોથી પ્રેરિત/પ્રભાવિત થાય છે.
પરસ્પર વારસાનું સન્માન જરૂરી
વિદેશ મંત્રી જયશંકરે (S.Jaishankar)વધુમાં કહ્યું કે, રાજકીય રીતે સાચા હોવાનો અને સાર્વભૌમિક હોવાનો પડકાર અમારી સામે પણ છે. આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાઓને યોગ્ય સ્થાન આપવામાં આવતું નથી. બિન-જોડાણવાદી ચળવળ (NAM) માં 100 થી વધુ દેશોના સમૂહ તરીકે, આપણે આ પડકારોનો એકજૂટ થઈને જવાબ આપવો જોઈએ. બહુધ્રુવીય વિશ્વનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રી ડૉ. જયશંકરે કહ્યું કે આવી દુનિયાને જોતા સંયુક્ત રાષ્ટ્રમાં સુધારો કરવો જરૂરી છે. વધુ પ્રાદેશિક ઉત્પાદન સાથે આર્થિક વિકેન્દ્રીકરણ પણ પસંદગીના સુધારા છે.
G20ની અધ્યક્ષતા કરીને ભારતે કરી બતાવ્યું કે પરિવર્તન સંભવ છે
કંપાલામાં ભારતની સંસ્કૃતિ અને દેશની વિદેશ નીતિનો ઉલ્લેખ કરતાં ડૉ. જયશંકરે કહ્યું કે, આપણે સાંસ્કૃતિક પાસાઓને ધ્યાનમાં રાખીને નવું સંતુલન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જ્યારે આવું થાય છે, ત્યારે તમામ વારસાને પરસ્પર આદર આપી શકાય છે. G20 દેશોમાં આફ્રિકન યુનિયનના સમાવેશનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે G20ના પ્રમુખપદ દરમિયાન G20 સભ્યપદ મેળવવામાં આફ્રિકન યુનિયનની આગેવાની કરીને ભારતે બતાવ્યું કે પરિવર્તન શક્ય છે.
આ પણ વાંચો - China : શાળાની હોસ્ટેલમાં ભીષણ આગ, 13 લોકોના મોત