Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rohingya News: દુનિયાના દરેક ખૂણે રોહિંગ્યાઓના લોકો નિરાધાર બન્યા

Rohingya News: Bangladesh ના દક્ષિણી તટીય જિલ્લા કોક્સ બજારમાં Rohingya ના નાગરિકો માટે શરણાર્થીઓ શિબિર બનાવવામાં આવ્યા છે. ત્યારે આકસ્મિક રીતે આ શિબિરમાં તાજેતરમાં આગ (Fire) ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આગથી 1,000 થી વધુ Rohingya શરણાર્થીઓના...
rohingya news  દુનિયાના દરેક ખૂણે રોહિંગ્યાઓના લોકો નિરાધાર બન્યા

Rohingya News: Bangladesh ના દક્ષિણી તટીય જિલ્લા કોક્સ બજારમાં Rohingya ના નાગરિકો માટે શરણાર્થીઓ શિબિર બનાવવામાં આવ્યા છે. ત્યારે આકસ્મિક રીતે આ શિબિરમાં તાજેતરમાં આગ (Fire) ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આગથી 1,000 થી વધુ Rohingya શરણાર્થીઓના આશ્રયસ્થાનો નાશ પામ્યા હતા. આ ઘટનાની માહિતી Fire Brigade ના અધિકારીઓએ અને સંયુક્ત રાષ્ટ્રએ આપી હતી.

Advertisement

Rohingya news

Rohingya news

ઉખિયા Fire Station ના વડા શફીકુલ ઈસ્લામે જણાવ્યું હતું કે આ આગજનની ઘટના 6 જાન્યુઆરીએ મધરાતે ઉખિયાના કુતુપાલોંગ કેમ્પમાં લાગી હતી અને પુરજોરમાં પવન ફૂંકાવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. જો કે કોઈ જાનહાનિની ​​કોઈ માહિતી સામે આવી નથી. કેમ્પમાં લાગેલી આગથી આશરે 1,040 આશ્રય ગૃહો નાશ પામ્યા હતા.

Advertisement

આગ પર કાબૂ મેળવવામાં બે કલાકનો સમય લાગ્યો  

તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવવામાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો. 6 જાન્યુઆરીએ લાગેલી આગ (Fire) પર બીજા દિવસે વહેલી સવારે કાબૂ મેળવવામાં આવ્યો હતો. જ્યારે આગ (Fire) ઝડપથી પ્રસરી જવા લાગી ત્યારે મહિલાઓ અને બાળકો સહિત હજારો શરણાર્થીઓ નજીકના ખુલ્લા મેદાનોમાં તેમનો સામાન લઈને ભાગી ગયા હતા. 65 વર્ષની જુહુરા બેગમે કહ્યું કે અમે કડકડતી ઠંડી સહન કરવા મજબૂર છીએ. કોઈક રીતે અમે અમારો જીવ બચાવ્યો છે. તો બીજી બાજુ અમારું રહેવાનું સ્થળ આગમાં (Fire) સંપૂર્ણપણે નાશ પામ્યું છે.

લોકો નદી કિનારે આશા લઈને બેઠા

65 વર્ષીય ઝુહુરા બેગમે કહ્યું, "અમે ઠંડીથી ખૂબ પીડાઈ રહ્યા છીએ અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. હાલમાં, તમામ લોકો જીવલેણ પરિસ્થિતિમાંથી અથાગ પ્રયત્નો કરીને બચી શક્યા છે. હાલમાં, દરેક લોકો નદીના કિનારે બેઠા છે. કારણ કે.... માટે ભાગના લોકોના ઘર આગમાં સળગી ગયા છે.

Advertisement

આ પણ વાંચો: Earthquake Update: જાપાનમાં કુદરતી હોનારતો બંધ થવાનું નામ નથી લઈ રહ્યા

Tags :
Advertisement

.