Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હેપિનેસ રિઝર્વ્સ ફાઉન્ડેશન દ્વારા યોજાયો રોબોટિક્સ અને STEM ફેસ્ટિવલ

હેપિનેસ રિઝર્વ્સ ફાઉન્ડેશને રોબોટિક્સ અને STEM ફેસ્ટિવલ – ડબલ્યુએસઆરઓ નેશનલ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કરાયું હતું.અમદાવાદમાં સાયન્સ સિટીમાં આયોજિત ડબલ્યુએસઆરઓ નેશનલ ચેમ્પિયનશિપ 2022માં 80થી વધારે ટીમો અને 100 કોચ અને 20 સ્ટાર્ટઅપ સહભાગી થયા હતા. હેપિનેસ રિઝર્વ્સ ફાઉન્ડેશને (એચઆરએફ) શનિવારે લોકપ્રિય રીતે વર્લ્ડ STEM એન્ડ રોબોટિક્સ ઓલીમ્પિયાડ (ડબલ્યુએસઆરઓ) તરીકે જાણીતી રાષ્ટ્રીય સ્તરનà«
હેપિનેસ રિઝર્વ્સ ફાઉન્ડેશન દ્વારા યોજાયો રોબોટિક્સ અને stem ફેસ્ટિવલ
હેપિનેસ રિઝર્વ્સ ફાઉન્ડેશને રોબોટિક્સ અને STEM ફેસ્ટિવલ – ડબલ્યુએસઆરઓ નેશનલ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કરાયું હતું.અમદાવાદમાં સાયન્સ સિટીમાં આયોજિત ડબલ્યુએસઆરઓ નેશનલ ચેમ્પિયનશિપ 2022માં 80થી વધારે ટીમો અને 100 કોચ અને 20 સ્ટાર્ટઅપ સહભાગી થયા હતા.
 હેપિનેસ રિઝર્વ્સ ફાઉન્ડેશને (એચઆરએફ) શનિવારે લોકપ્રિય રીતે વર્લ્ડ STEM એન્ડ રોબોટિક્સ ઓલીમ્પિયાડ (ડબલ્યુએસઆરઓ) તરીકે જાણીતી રાષ્ટ્રીય સ્તરની રોબોટિક્સ એન્ડ STEM કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. ડબલ્યુએસઆરઓ ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને રોબોટિક્સને પ્રોત્સાહન આપવા એચઆરએફનું રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ અમદાવાદના સાયન્સ સિટીમાં એચઆરએફના પ્રેસિડન્ટ અને ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર  વિશાલ ચિરિપાલની હાજરીમાં કર્યું હતું. આ પ્રસંગે સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  એચ સી મોદી અને રાજીવ પેટ્રોકેમિકલ્સના સીએમડી રાજીવ વાસ્તુપાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે ડબલ્યુએસઆરઓ અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પણ થયા હતા, જેનો આશય રોબોટિક્સ અને STEM-સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે, જેમાં મુખ્યત્વે અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી કેમ્પસમાં વર્કશોપ અને કોમ્પિટિશન સામેલ છે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 80થી વધારે ટીમો, 300થી વધારે સહભાગીઓ, 100 કોચ, 30 સ્ટાર્ટઅપ્સ સહભાગી થયા હતા. લાઇન ફોલોઇંગ ચેન્જ, યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જ, ક્વાર્કી પિક એન્ડ પ્લેસ, ચેલેન્જ અને આંતરપ્રિન્યોર ચેલેન્જ જેવા રસપ્રદ મોડ્યુલ્સ આ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણો હતાં. કાર્યક્રમ દરમિયાન સ્ટાર્ટઅપ એક્ઝિબિશન, રોબોટિક્સ વર્કશોપ અને ટેકનિકલ સત્રોનું આયોજન પણ થયું હતું. 
આ ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ કહ્યું કે, “જે દેશ નોલેજ (જ્ઞાન, જાણકારી)માં રોકાણ કરે છે, તે ભવિષ્યમાં વધુ સંસાધનો સાથે અન્ય દેશોની સરખામણીમાં વધારે પ્રગતિ કરશે. ગુજરાત સરકાર અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનો ઉદ્દેશ રાજ્યમાં વિજ્ઞાન અને STEM શિક્ષણની લોકપ્રિયતા વધારવાનો છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “સાયન્સ સિટી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન અને વિઝન છે. અમે આગામી પાંચ વર્ષમાં દુનિયામાં સૌથી મોટું સાયન્સ સેન્ટર બનાવવા રૂ. 2,000 કરોડથી વધારેનો ખર્ચ કરીશું. આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં તમામ મોટાં શહેરોમાં આઠ નવા પ્રાદેશિક સાયન્સ સેન્ટર બનશે. આ પ્રકારનું પ્રથમ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાતના સ્થાપના દિવસે પાટણમાં થશે.”
રોબોટિક્સ અને સ્ટેમ શિક્ષણના મહત્વ વિશે એચઆરએફના પ્રેસિડન્ટ અને ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર વિશાલ ચિરિપાલે કહ્યું હતું કે, “STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીયરિંગ એન્ડ મેથેમેટિક્સ) અને રોબોટિક્સે આધુનિક દુનિયામાં નોલેજ અને માહિતીના ક્ષેત્રમાં ઘણું મહત્વ ધારણ કર્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ), રોબોટિક્સ, મશીન લર્નિંગ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) જેવી અદ્યતન ટેકનોલોજીઓએ દુનિયાભરમાં STEM શિક્ષણમાં તેની ક્ષિતિજો વિસ્તારી છે. દેશ અને દુનિયામાં STEM પ્રતિભાઓની માગમાં વધારો ધ્યાનમાં રાખીને અમારો ઉદ્દેશ સંપૂર્ણ વેગ સાથે STEM શિક્ષણને આગળ વધારવાનો છે અને પાયાના સ્તરે દરેક વિદ્યાર્થી સુધી એને સુલભ બનાવવાનો છે. અત્યાર સુધી અમે જીવનના તમામ ક્ષેત્રોમાં STEM અને રોબોટિક્સમાં 6,000થી વધારે વિદ્યાર્થીઓને તાલીમ આપી છે.
તેમણે ઉમેર્યું હતું કે, “ગુજરાત સરકાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અમદાવાદનું સાયન્સ સિટી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જાણકારીને પ્રોત્સાહન આપવા પ્રેરક પુરવાર થયું છે. વિવિધ પ્રદર્શનો, કાર્યકારી મોડલ, એક્ટિવિટી કોર્નર્સ, પ્રયોગશાળાઓ અને લાઇવ ડેમોથી સામાન્ય નાગરિકને સરળતાથી વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજવામાં મદદ મળી છે. સાયન્સ સિટીમાં નવી ઉમેરાયેલી રોબોટિક્સ ગેલેરી આગામી દિવસોમાં આપણે કઈ દિશામાં અગ્રેસર થઈશું એની ઝાંખી રજૂ કરવામાં આવી છે.”
Advertisement
Tags :
Advertisement

.