Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Revanna Scandal Case : આરોપી પ્રજ્વલ રેવન્ના 6 દિવસના SIT રિમાન્ડ પર

Revanna Scandal Case : જનતા દળ સેક્યુલર નેતા પ્રજ્વલ રેવન્નાને વિશેષ અદાલતે 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. પ્રજ્વલનું નામ સેક્સ સ્કેન્ડલમાં સામે આવ્યું છે. તેના ઘણા અશ્લીલ વીડિયો વાયરલ થયા હતા. આ પછી એક યુવકે આરોપ લગાવ્યો...
revanna scandal case   આરોપી પ્રજ્વલ રેવન્ના 6 દિવસના sit રિમાન્ડ પર

Revanna Scandal Case : જનતા દળ સેક્યુલર નેતા પ્રજ્વલ રેવન્નાને વિશેષ અદાલતે 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. પ્રજ્વલનું નામ સેક્સ સ્કેન્ડલમાં સામે આવ્યું છે. તેના ઘણા અશ્લીલ વીડિયો વાયરલ થયા હતા. આ પછી એક યુવકે આરોપ લગાવ્યો હતો કે પ્રજ્વલ તેની માતાનું શોષણ કરતો હતો. આ મામલો સામે આવ્યા બાદ તે વિદેશ ગયો હતો. વિદેશ મંત્રાલયે તેમનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવાની વાત કરી હતી. આ પછી પ્રજ્વાલે વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થશે. તે ભારત આવ્યો છે અને વિશેષ અદાલતે તેને 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

Advertisement

ઈન્ટરનેશનલ એરપોર્ટ કરાઇ ધરપકડ

પ્રજ્વલ રેવન્ના સામે બળાત્કારના ત્રણ કેસ અને જાતીય સતામણીનો એક કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે પહેલો કેસ 28 એપ્રિલના રોજ હાસનના હોલેનસીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ તેની પૂર્વ નોકરાણીના યૌન શોષણનો મામલો છે. આ એફઆઈઆરમાં પ્રજ્વલ આરોપી નંબર ટુ અને તેના પિતા એચડી રેવન્ના આરોપી નંબર વન છે.પ્રજ્વલ રેવન્ના દેશના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના ભત્રીજા છે. રેવન્ના લુફ્થાંસા એરલાઈન્સની ફ્લાઈટ LH0764 દ્વારા રાત્રે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

શું છે સમગ્ર મામલો?

27 એપ્રિલે પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને જર્મની ગયો હતો. તે જ દિવસે સાંજે કર્ણાટકના મુખ્યમંત્રીએ રાજ્ય મહિલા આયોગ દ્વારા જારી કરાયેલ ફરિયાદ પત્રના આધારે એસઆઈટીની રચના કરી હતી અને એડીજીપી બીકે સિંહને તેના વડા બનાવવામાં આવ્યા હતા. બીજા દિવસે, 28 એપ્રિલના રોજ, હાસનના હોલેનસીપુરામાં પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં પિતા અને પુત્ર પર જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલે 1 મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પ્રજ્વલ રેવન્નાના રાજદ્વારી પાસપોર્ટને રદ કરવા કેન્દ્રને વિનંતી કરી હતી. SITએ પિતા-પુત્ર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી.

આ પણ  વાંચો - Swati Maliwal Case: કેજરીવાલના PAની મુશ્કેલી વધી, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ

આ પણ  વાંચો  - Jammu Kashmir : બોમ્બથી ઉડવાની ધમકી મળતા 177 યાત્રિકોનો જીવ તાળવે ચોટ્યો

આ પણ  વાંચો  - દિલ્હીની ગરમી તો માત્ર ટ્રેલર, આ શહેર બન્યું આગની ભઠ્ઠી

Tags :
Advertisement

.