Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Republic Day Parade:ગુજરાતના 280થી વધુ લોકો 75મા ગણતંત્ર દિવસની પરેડમાં ખાસ મહેમાન

ગુજરાતના 280થી વધુ લોકો દિલ્હીના કર્તવ્ય પથ ઉપર 75મા ગણતંત્ર દિવસની પરેડ(Republic Day Parade) માં ખાસ મહેમાન બનશે ઇસરો અને પી.આર.એલ.ના બે મહિલા વૈજ્ઞાનિકોને ખાસ મહેમાન તરીકે દિલ્હીના કર્તવ્ય પથ ઉપર 75મા ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનવાનું આમંત્રણ સંરક્ષણ મંત્રાલયની...
republic day parade ગુજરાતના 280થી વધુ લોકો  75મા ગણતંત્ર દિવસની પરેડમાં ખાસ મહેમાન

ગુજરાતના 280થી વધુ લોકો દિલ્હીના કર્તવ્ય પથ ઉપર 75મા ગણતંત્ર દિવસની પરેડ(Republic Day Parade) માં ખાસ મહેમાન બનશે

Advertisement

ઇસરો અને પી.આર.એલ.ના બે મહિલા વૈજ્ઞાનિકોને ખાસ મહેમાન તરીકે દિલ્હીના કર્તવ્ય પથ ઉપર 75મા ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનવાનું આમંત્રણ

સંરક્ષણ મંત્રાલયની વીરગાથા સુપર-100ના મહિલા વિજેતાઓ અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો શ્રેષ્ઠ લાભ લેનાર લાભાર્થીઓ પણ ગણતંત્ર પરેડના સાક્ષી બનશે

Advertisement

ઇસરો અને પી.આર.એલ.ના બે મહિલા વૈજ્ઞાનિકોને ખાસ મહેમાન તરીકે દિલ્હીના કર્તવ્ય પથ ઉપર 75મા ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનવાનું આમંત્રણ

નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર યોજાનારી 75મા ગણતંત્ર દિવસની પરેડ( Republic Day Parade)ના સાક્ષી બનવા માટે લગભગ 13,000 વિશેષ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 280થી વધુ લોકોનો સમાવેશ થાય છે. જનભાગીદારીના સરકારના સંકલ્પને અનુરૂપ જીવનના તમામ ક્ષેત્રના લોકોને રાષ્ટ્રીય તહેવારમાં ભાગ લેવાની તક પૂરી પાડવાના ઉદ્દેશ્યથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ અને સામાન્ય લોકોને ગણતંત્ર દિવસની પરેડમાં સાક્ષી બનવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement

સંરક્ષણ મંત્રાલયની વીરગાથા સુપર-100ના મહિલા વિજેતાઓ અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો શ્રેષ્ઠ લાભ લેનાર લાભાર્થીઓ પણ ગણતંત્ર પરેડના સાક્ષી બનશે

આ વિશેષ અતિથિઓમાં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા અને સરકારની વિવિધ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), પીએમ ઉજ્જવલા યોજના, પીએમ સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ), પીએમ કૃષિ જેવી વિવિધ યોજનાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરનારાઓનો સમાવેશ થાય છે. સિંચાઈ યોજના, PM ફસલ બીમા યોજના, PM વિશ્વકર્મા યોજના, PM અનુસુચિત જાતિ અભ્યુદય યોજના, PM મત્સ્ય સંપદા યોજના, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના, પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અને રાષ્ટ્રીય ગોકુલ મિશન, વાઈબ્રન્ટ ગામોના સરપંચો, સ્વચ્છ ભારત અભિયાન, ઈલેક્ટ્રોનિક ઉત્પાદન ક્ષેત્રો અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના મહિલા કાર્યકરો, ઈસરોના મહિલા અવકાશ વૈજ્ઞાનિકો, યોગા શિક્ષકો (આયુષ્માન ભારત), આંતરરાષ્ટ્રીય રમતગમતના વિજેતાઓ અને પેરાલિમ્પિક ચંદ્રક વિજેતાઓ પણ આ ગણતંત્ર દિવસની પરેડ (Republic Day Parade)માં ખાસ ઉપસ્થિત રહેશે.

Tags :
Advertisement

.