લાલ કિલ્લા પર હુમલાના દોષિત અશફાકની ફાંસીની સજા યથાવત, સુપ્રીમ કોર્ટે રિવ્યૂ પિટીશન ફગાવી
સુપ્રીમ કોર્ટે ગુરુવારે આતંકવાદી મોહમ્મદ અશફાક ઉર્ફે આરીફની ફાંસીની સજા માટે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી. દિલ્હીના લાલ કિલ્લામાં 22 ડિસેમ્બર 2000ની રાત્રે સેનાની બેરેક પર આતંકવાદી હુમલાના દોષિત અશફાકની ફાંસીની સજા સાથે જોડાયેલી અરજી કોર્ટે ફગાવી દીધા બાદ હવે તેની સજાનો અમલ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 10 ઓગસ્ટ 2011ના રોજ આતંકી અશ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે આતંકવાદી મોહમ્મદ અશફાક ઉર્ફે આરીફની ફાંસીની સજા માટે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી. દિલ્હીના લાલ કિલ્લામાં 22 ડિસેમ્બર 2000ની રાત્રે સેનાની બેરેક પર આતંકવાદી હુમલાના દોષિત અશફાકની ફાંસીની સજા સાથે જોડાયેલી અરજી કોર્ટે ફગાવી દીધા બાદ હવે તેની સજાનો અમલ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 10 ઓગસ્ટ 2011ના રોજ આતંકી અશફાકને ફાંસીની સજા સંભળાવી હતી.
2013માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી હતી
નોંધનીય છે કે 2013માં સુપ્રીમ કોર્ટે આરિફની ફાંસીની સજાને યથાવત રાખતી રિવ્યૂ પિટિશનને ફગાવી દીધી હતી. આ પછી 2014માં સુપ્રીમ કોર્ટે આરિફની ક્યુરેટિવ પિટિશન પણ ફગાવી દીધી હતી. જે બાદ હવે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે દોષિતોની સજાને લઈને દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશનને પણ ફગાવી દીધી છે.
Advertisement
વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો
2015માં સુપ્રીમ કોર્ટે યાકુબ મેમણ અને આરિફની અરજી પર ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો કે ફાંસીની સજા પામેલા દોષિતોની રિવ્યૂ પિટિશનની સુનાવણી ઓપન કોર્ટમાં થવી જોઈએ. અગાઉ, ન્યાયાધીશ તેમની ચેમ્બરમાં રિવ્યૂ પિટિશનની સુનાવણી કરતા હતા. નિષ્ણાતોના મતે, આ પહેલો કેસ હતો જેમાં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પામેલા દોષીતની રિવ્યૂ પિટિશન અને ક્યુરેટિવ પિટિશન ફગાવી દીધા પછી ફરીથી સમીક્ષા અરજી પર સુનાવણી કરી હતી.