Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાહોદમાં નકલી કચેરી મામલે અસલી કર્મચારીઓની ધરપકડ

અહેવાલ: સાબીર ભાભોર દાહોદમાં નકલી કચેરીથી લોકો સાથે છેતરપિંડી દાહોદમાં સરકારી ચોપડે કરવામાં આવેલ મોટું ઘટસ્ફોટ સામે આવ્યું છે. દાહોદની પ્રયોજના વહીવટદાર કચેરીમાંથી પણ મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂત અને અબુબકરની ટોળકીએ છ નકલી કચેરી તૈયાર કરી હતી. આ કચેરી દ્વારા...
દાહોદમાં નકલી કચેરી મામલે અસલી કર્મચારીઓની ધરપકડ

અહેવાલ: સાબીર ભાભોર

Advertisement

દાહોદમાં નકલી કચેરીથી લોકો સાથે છેતરપિંડી

દાહોદમાં સરકારી ચોપડે કરવામાં આવેલ મોટું ઘટસ્ફોટ સામે આવ્યું છે. દાહોદની પ્રયોજના વહીવટદાર કચેરીમાંથી પણ મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂત અને અબુબકરની ટોળકીએ છ નકલી કચેરી તૈયાર કરી હતી. આ કચેરી દ્વારા સરકાર પાસે 18.59 કરોડની ગ્રાન્ટ મેળવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે દાહોદમાં A ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી. ત્યાર બાદ પોલીસ તપાસમાં આરોપી સંદીપ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આરોપીને દાહોદની કોર્ટમાં રજૂ કરાતા 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

Advertisement

પોલીસ તપાસમાં 5 આરોપીઓની ધરપકડ 

ત્યારબાદ તપાસ દરમિયાન તત્કાલિન પ્રાયોજના વહીવટદાર નિવૃત્ત આઈએએસ બીડી નિનામાની ધરપકડ બાદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર આઈ એન કોલછાની પણ ધરપકડ કરાઇ હતી. ત્યારે તપાસ દરમિયાન દાહોદની પ્રાયોજના વહીવટદારની કચેરીમાં ફરજ બજાવતા બી ડી નિનામાના પીએ મયુર પરમાર, પ્રાયોજના કચેરીના આસીસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર પુખરાજ રોઝ, પ્રાયોજના કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી, જુનીયર ક્લાર્ક ગિરીશ પટેલ અને આસી પ્રોજેકટ મેનેજર સતિષ પટેલ કુલ પાંચ લોકોની સંડોવણી સામે પોલીસે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલા પાંચે કર્મચારીઓ નકલી કચેરીમાંથી આવતી ફાઈલો પાસ કરવા માટે નાણાં લઈ કામગીરી કરતાં હતા.

Advertisement

આરોપીઓના 11 દિવસ માટે રિમાન્ડ મંજૂર 

અત્યાર સુધી પોલીસ તપાસ માં કુલ 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જેમાં એક નિવૃત્ત આઈએએસ અધિકારી તેમજ 6 ચાલુ નોકરી વાળા કર્મચારીઓ ની ધરપકડ કરાઇ છે. પોલીસ તપાસમાં અત્યાર સુધી 130 બેન્ક ખાતા મળ્યા છે. તેમાંથી 70 થી વધુ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આરોપીએ લીધેલા 100 ફાઈલ હેઠળના 250 થી વધુ કામોની પોલીસ દ્રારા સ્થળ તપાસ અને પંચનામાની કાર્યવાહી ચાલી રહી છે. તો બીજી તરફ દરેક બેન્ક ખાતાના લેવડ-દેવડ સહિતના દસ્તાવેજોની પણ ચકાસણી ચાલી રહી છે.

આ પણ વાંચો: ખેડામાં વસો તાલુકા સેવા સદન દ્વારા દરેક ગુરુવારે પ્રાકૃતિક કૃષિ હાટ ભરાશે 

Tags :
Advertisement

.