RCB VS SRH : SRH નો 25 રને ધમાકેદાર વિજય, RCB ના ભાગ્યમાં ક્યારે આવશે જીત?
RCB VS SRH : આજે RCB અને SRH વચ્ચે બેંગલુરુંના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી હતી. આ મેચની પહેલી ઇનિંગમાં જે જોવા મળ્યું તે ક્રિકેટ ફેન્સને લગભગ અત્યાર સુધી ક્યારે પણ જોવા નહીં મળ્યું હોય. IPL 2024 ની 30 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. SRH ની ટીમે પહેલા બેટિંગ કરતા 287 રન બનાવી દીધા હતા અને RCB ને 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં RCB એ પણ ધમાકેદાર બેટિંગ કરી હતી. SRH 287 ના જવાબમાં 262 રન બનાવ્યા હતા. પરંતુ આ મેચમાં તેમની 25 રનથી હાર થઈ હતી. આ હાર RCB ની સ્થિતિ હવે પોઇન્ટ્સ ટેબલમાં વધુ ખરાબ બની છે ત્યારે SRH એ પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
SRH એ બનાવ્યો IPL નો સૌથી વિશાળ સ્કોર
First time was so nice, we had to do it twice 😁#PlayWithFire #RCBvSRH pic.twitter.com/bHlxml4ZxR
— SunRisers Hyderabad (@SunRisers) April 15, 2024
આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુંની ટીમે ટોસ જીતીને સનરાઈઝર્સ હૈદરાબાદને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદના ઓપનરે જ્યારે મેદાને આવ્યા ત્યારે RCB એ પણ નહીં વિચાર્યું હોય કે આજે તેમના બોલરોની ખૂબ જ ધુલાઈ થવાની છે. જીહા, આજની મેચમાં RCB ના બોલરોની પોલ ખુલી ગઇ છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો વિસ્ફોટક ખેલાડી ટ્રેવિસ હેડે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તાબડતોડ બેટિંગ શરૂ કરી હતી.
તેણે બેંગલુરુ સામે શાનદાર સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડ હૈદરાબાદ માટે ઓપનિંગ કરવા આવ્યો હતો અને તેણે મેદાનમાં જવાની સાથે જ બેંગલુરુના બોલરોને ધોવાનું શરૂ કરી દીધું હતું. તેણે કોઈપણ બોલરને બક્ષ્યો નથી. RCB એ ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર લોકી ફર્ગ્યુસનને ઘણી અપેક્ષાઓ સાથે ટીમમાં સામેલ કર્યો હતો. એવું લાગતું હતું કે ફર્ગ્યુસન આ મેચમાં કંઈક અદ્ભુત કરશે, પરંતુ તેણે પણ ઘણા રન આપ્યા હતા. ટ્રેવિસ હેડે આ મેચમાં માત્ર 39 બોલમાં સદી ફટકારી હતી.
500 sixes into the season already! 💥
Heinrich Klaasen and @SunRisers have set their eyes set on a mighty first-innings total!
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/zO3x7xoG6F
— IndianPremierLeague (@IPL) April 15, 2024
તે ઉપરાંત ક્લાસેને પણ અદભૂત બેટિંગ કરતાં 216 ની સ્ટ્રાઇક રેટથી 31 બોલમાં 67 રન બનાવ્યા હતા. તેણે પોતાની આ પારીમાં 2 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. અંતમાં પણ SRH ના બેટ્સમેનો ઝડપી બેટિંગ કરી હતી. એડન માર્કરમે 17 બોલમાં 32 અને અબ્દુલ સમદે 10 બોલમાં 37 રન બનાવ્યા હતા. અગાઉ આ જ સિઝનમાં હૈદરાબાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો હતો. હવે તેણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.
RCB એ પણ બનાવ્યો આ મોટો રેકોર્ડ
એક તરફ SRH ની ટીમે જ્યારે પ્રથમ બેટિંગ કરતાં આઇપીએલ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર ઊભો કર્યો હતો ત્યારે સામે બીજી તરફ RCB મેચ હારી છતાં તેમણે IPL ઇતિહાસમાં સૌથી વધુ ચેસ કરતાં 262 નો સ્કોર ઊભો કર્યો હતો. RCB માટે આ મેચમાં દિનેશ કાર્તિકે સૌથી વધુ રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે 35 બોલમાં 83 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. આ સિવાય ફાફ ડુ પ્લેસિસે 62 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ પણ 42 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ આ ઈનિંગ્સ ટીમને જીત તરફ લઈ જઈ શકી ન હતી.
વિરાટ કોહલીના નામે વધુ એક વિક્રમ આ મેચમાં નોંધાયો
RCB ને આ મેચમાં હાર મળી છે, છત્તા તેમણે આજે ઘણા રેકોર્ડસ તોડયા છે. સૌથી પહેલા IPL ઇતિહાસમાં સૌથી વધુ ચેસ કરતાં 262 નો સ્કોર ઊભો કર્યો હતો અને વધુમાં આજે વિરાટ કોહલીએ પણ એક મોટો વિક્રમ પોતાના નામે કરી લીધો છે. આ મેચમાં વિરાટ કોહલીએ 20 બોલમાં 42 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સાથે, IPLમાં તેનો કુલ સ્કોર 926 બાઉન્ડ્રી (ચોક્કા + છગ્ગા) પર પહોંચી ગયો છે અને તે IPLમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં શિખર ધવન બીજા સ્થાને છે. શિખર ધવને આઈપીએલમાં અત્યાર સુધી 920 બાઉન્ડ્રી ફટકારી છે.
બાઉન્ડ્રી | પ્લેયર | 4's 6's | |
926 બાઉન્ડ્રી | વિરાટ કોહલી | 678 ફોર, 248 સિક્સર | |
920 બાઉન્ડ્રી | શિખર ધવન | 768 ફોર, 152 સિક્સર | |
898 બાઉન્ડ્રી | ડેવિડ વોર્નર | 662 ચોગ્ગા, 236 સિક્સર | |
854 બાઉન્ડ્રી | રોહિત શર્મા | 582 ફોર, 272 સિક્સર | |
761 બાઉન્ડ્રી | ક્રિસ ગેલ | 404 ચોગ્ગા, 357 સિક્સર | |
709 બાઉન્ડ્રી | સુરેશ રૈના | 506 ચોગ્ગા, 203 સિક્સર |
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં SRH ની 8 વર્ષ બાદ જીત
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 વર્ષ પછી હરાવ્યું. અગાઉ, સનરાઇઝર્સ હૈદરાબાદે વર્ષ 2016માં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં સનરાઇઝર્સ હૈદરાબાદે આ ઐતિહાસિક મેચ જીતીને જીતની 8 વર્ષની લાંબી રાહનો અંત આણ્યો હતો.
આજની મેચમાં બન્યા આ મોટા રેકોર્ડ્સ
- 549 રન (SRH 287 , RCB 262 )
- 39 બોલમાં શતક ( ટ્રેવીસ હેડ 102 રન ( 41 બોલ ) )
- 22, 23 અને 24 બોલમાં અર્ધસદી
- સૌથી વધુ આઈપીએલનો સ્કોર ( 287 - SRH )
- ચેસ કરતી વખતે સૌથી વધુ આઈપીએલ સ્કોર ( 262 - RCB )
- IPLની એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ( 22 SIXERS - SRH )
- ટી20 મેચમાં સૌથી વધુ છગ્ગા ( 38 FOURS )
- IPL મેચમાં સૌથી વધુ રન ( 549 રન )
આ પણ વાંચો : SRH એ RCB ના બોલરોની કરી ધુલાઈ, બનાવ્યો IPL નો સૌથી વિશાળ સ્કોર