RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે IPL ઈતિહાસનો સૌથી ખરાબ રિવ્યૂ લીધો, Video
મંગળવારે કોલકતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઇ હતી. આ મેચમાં KKRની ટીમ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 128 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. વળી, RCBની બેટિંગ દરમિયાન, મેદાન પર એક ચમત્કારી ઘટના જોવા મળી હતી. હર્ષલ પટેલના બોલ પર RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે IPLના ઈતિહાસનો સૌથી ખરાબ રિવ્યૂ લીધો હતો. આ રિવ્યૂ જોયા બાદ તમે પણ થોડા સમય માટે પોતાનુ માથું ખંજવાળવા લાગશો. આ રિવ્યૂને IPLના ઈતિહ
મંગળવારે કોલકતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઇ હતી. આ મેચમાં KKRની ટીમ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 128 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. વળી, RCBની બેટિંગ દરમિયાન, મેદાન પર એક ચમત્કારી ઘટના જોવા મળી હતી. હર્ષલ પટેલના બોલ પર RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે IPLના ઈતિહાસનો સૌથી ખરાબ રિવ્યૂ લીધો હતો.
આ રિવ્યૂ જોયા બાદ તમે પણ થોડા સમય માટે પોતાનુ માથું ખંજવાળવા લાગશો. આ રિવ્યૂને IPLના ઈતિહાસનો સૌથી ખરાબ રિવ્યૂ કહેવામાં આવી રહ્યો છે કારણ કે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે બોલ બેટ પર અથડાઇ રહ્યો છે તેમ છતા RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે LBW માટે રિવ્યુ લીધો હતો. બન્યું એવું કે વરુણ ચક્રવર્તીએ હર્ષલ પટેલના બોલ પર ડિફેંન્ડ કર્યો. હર્ષલ પટેલનો બોલ ખૂબ જ સારો અને સીધો સ્ટમ્પ પર હતો. બોલર હર્ષલ પટેલે LBWની અપીલ કરી હતી કે બોલ પહેલા બેટ્સમેનના બુટ પર વાગ્યો હતો. જે પછી ફાફ ડુ પ્લેસિસે રિવ્યૂ લેવાનું વિચાર્યું અને તે IPLના ઈતિહાસમાં સૌથી ખરાબ રિવ્યૂ બની ગયો કારણ કે બોલ બૂટની નહીં પણ બેટની વચ્ચે વાગ્યો હતો.
Advertisement
— Bleh (@rishabh2209420) March 30, 2022
બીજી તરફ જો મેચની વાત કરીએ તો RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. KKR ટીમે એક પછી એક વિકેટ ગુમાવી હતી અને તેનો પૂરી ટીમ સસ્તામાં ઓલઆઉટ થઈ ગઇ હતી. KKR તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા, જ્યારે RCB માટે વનિન્દુ હસરંગાએ 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.