Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ratan Tata Successor: કોણ બનશે રતન ટાટાનો ઉત્તરાધિકારી? 3800 કરોડની મિલકત કોની પાસે જશે?

કોણ સંભાળશે Tata Groupની કમાન? ટાટાની કુલ સંપત્તિ હાલ 3800 કરોડ રૂપિયા છે. માયા ટાટાનું નામ સૌથી આગળ   Ratan Tata Successor:ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને વડા રતન ટાટા(Ratan Tata Death)નું 9 ઓક્ટોબરે મોડી રાત્રે નિધન થયું હતું. રતન...
ratan tata successor  કોણ બનશે રતન ટાટાનો ઉત્તરાધિકારી  3800 કરોડની મિલકત કોની પાસે જશે
  • કોણ સંભાળશે Tata Groupની કમાન?
  • ટાટાની કુલ સંપત્તિ હાલ 3800 કરોડ રૂપિયા છે.
  • માયા ટાટાનું નામ સૌથી આગળ

Advertisement

Ratan Tata Successor:ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને વડા રતન ટાટા(Ratan Tata Death)નું 9 ઓક્ટોબરે મોડી રાત્રે નિધન થયું હતું. રતન ટાટા ન માત્ર તેમના બિઝનેસ માટે પરંતુ તેમની દાનવીરતાને લઇને પણ હેડલાઇન્સમાં રહ્યા હતા. એક ઉદ્યોગપતિ અને ટાટા ગ્રૂપના વડા હોવા ઉપરાંત, તેમની બીજી ઓળખ છે - એક સામાજિક કાર્યકર તરીકેની હતી. ટાટા ગ્રૂપ( Tata Group)ના સામ્રાજ્યને દિવસે બમણું કરવામાં તેમની ભૂમિકા મોટી હતી. તેમના નેતૃત્વ હેઠળ, ટાટા સન્સે નવી ઊંચાઈઓને સ્પર્શી અને સમગ્ર દેશમાં અને વિશ્વમાં ઝડપથી તેનો વ્યાપાર વિસ્તાર્યો. આજીવન લગ્ન ન કરનાર રતન ટાટાની કુલ સંપત્તિ હાલ 3800 કરોડ રૂપિયા છે. હવે સવાલ એ છે કે રતન ટાટા પછી ટાટા ગ્રુપની બાગડોર કોણ સંભાળશે?

ટાટાના અનુગામી કોણ છે?

86 વર્ષના રતન ટાટાના કોઈ સંતાન નથી. તેથી તેમનું 3800 કરોડનું સામ્રાજ્ય કોણ (Ratan Tata Successo)સંભાળશે તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં એન ચંદ્રશેખરન 2017 થી ટાટા સન્સના ચેરમેન પદ પર છે. આ સિવાય ટાટા ગ્રૂપની અલગ-અલગ હોલ્ડિંગ કંપનીઓમાં પરિવારના અન્ય સભ્યો છે જેઓ ભવિષ્યમાં ટાટા ગ્રૂપમાં વિવિધ જવાબદારીઓ નિભાવી શકે છે.

Advertisement

નોએલ ટાટાનું નામ સૌથી આગળ

ટાટા ગ્રુપના સંભવિત લીડર્સમાં સૌથી મજબૂત દાવેદાર નોએલ ટાટા છે. રતન ટાટાના પિતા નવલ ટાટાના બીજા લગ્ન સિમોન સાથે થયા હતા. અને તે રતન ટાટાના સાવકા ભાઈ છે. આ પારિવારિક જોડાણને કારણે, નોએલ ટાટા જૂથનો વારસો સંભાળનારા નામોમાં સૌથી આગળ છે.

Advertisement

ટાટા ગ્રુપના આ છે વારસદારો

નોએલ ટાટાના ત્રણ બાળકો છે, માયા, નેવિલ અને લેહ ટાટા, જેઓ ટાટાના સંભવિત વારસદાર છે.

માયા ટાટાનું નામ સૌથી આગળ

  • 34 વર્ષીય માયા ટાટા ટાટા ગ્રુપમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
  • Bayes Business School અને University of Warwickમાં તેણે અભ્યાસ કર્યો છે.
  • માયા ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને ટાટા ડિજિટલમાં વરિષ્ઠ હોદ્દો ધરાવે છે.
  • Tata Neu એપ લોન્ચ કરવામાં પણ તેમની મોટી ભૂમિકા હતી.

આ પણ  વાંચો - Ratan Tata:'તમે હંમેશા મારા દિલમાં રહેશો' રતન ટાટાના નિધન પર મુકેશ અંબાણીએ કરી ભાવાત્મક પોસ્ટ

કોણ છે નેવિલ ટાટા ?

  • 32 વર્ષના નેવિલને ટાટા ફેમિલી બિઝનેસમાં ખૂબ જ રસ છે.
  • નેવિલે જેણે Toyota Kirloskar Groupની માનસી કિર્લોસ્કર સાથે લગ્ન કર્યા છે.
  • તેઓ સ્ટાર બજારના વડા છે.
  • આ કંપની હાઇપરમાર્કેટ ચેઇન Trent Limited હેઠળ આવે છે.
  • તેમના નેતૃત્વમાં ટાટા ગ્રૂપના ભાવિ નેતાની ઝલક જોવા મળે છે અને તેમનામાં લીડર બનવાની સંભાવના જોવામાં આવી રહી છે.

આ પણ  વાંચો -Ratan Tata એ ફોર્ડ મોટરના માલિકને બતાવી દીધી હતી ઔકાત....

લીહ ટાટા કોણ છે ?

  • 39 વર્ષીય લીહ ટાટા ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે.
  • તેમને ટાટા ગ્રુપના હોસ્પિટાલિટી સેક્ટરની કરોડરજ્જુ કહી શકાય.
  • તેમણે સ્પેનની IE બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.
  • તેમણે તાજ હોટેલ્સ રિસોર્ટ્સ અને પેલેસિસના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
  • તે ઈન્ડિયન હોટેલ કંપનીની કામગીરીની દેખરેખ રાખી રહી છે.
  • તેઓ હોસ્પિટાલિટી ઉદ્યોગમાં ટાટા ગ્રૂપની પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરી રહી છે.

મહત્વનું છે કે રતન ટાટા ટાટા ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહેલી સમાજસેવાનું કામ અને બિઝનેસની રણનીતિઓને આકાર આપવામાં મદદ કરતા હતા. પરંતુ તેમના ઉત્તરાધિકારી કોણ તે સવાલ તો ચર્ચામાં છે જ. નોએલ ટાટા અને તેમના બાળકોના નામ આ લિસ્ટમાં સૌથી આગળ છે. ટાટા ગ્રુપના ફ્યૂચર લીડર્સને ઇનોવેશન, ઇન્ટિગ્રિટી અને સામાજિક પ્રભાવ જેવી મોટી જવાબદારીઓ નિભાવવાની છે.

Tags :
Advertisement

.