ચોરી કરીને ધનતેરસના દિવસે પત્નિ-બાળકો માટે સોનાના દાગીના ખરીદ્યા, પાન-મસાલાના બાકી ચુકવ્યા
રાજકોટ ગ્રામ્યના લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડેકોરા હાઇ લેન્ડ ટાવર બી પેન્ટ હાઉસ 11, 12 અવધ રોડ એલગન્સ પાર્ટી પ્લોટની બાજુમાં હરીપળ પાળ તા.લોધીકા જી.રાજકોટ ખાતે ગઇ તા. 22/10/2022ના કલાક 3 વાગ્યા આસપાસ અમીતભાઇ ધીરજલાલ રોકડના મકાનમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ આશરે રોકડા રૂ. 1.50 લાખની ચોરી કરી લઇ ગયેલ હોય જેનીલોધીકા પોલીસ સ્ટેશનમાં તા. 30/10ના રોજ ગુન્હો દાખલ થયો હતો.CCTVમાં પકડાયોઆ મામલે ફરિયાદીના à
Advertisement
રાજકોટ ગ્રામ્યના લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડેકોરા હાઇ લેન્ડ ટાવર બી પેન્ટ હાઉસ 11, 12 અવધ રોડ એલગન્સ પાર્ટી પ્લોટની બાજુમાં હરીપળ પાળ તા.લોધીકા જી.રાજકોટ ખાતે ગઇ તા. 22/10/2022ના કલાક 3 વાગ્યા આસપાસ અમીતભાઇ ધીરજલાલ રોકડના મકાનમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ આશરે રોકડા રૂ. 1.50 લાખની ચોરી કરી લઇ ગયેલ હોય જેનીલોધીકા પોલીસ સ્ટેશનમાં તા. 30/10ના રોજ ગુન્હો દાખલ થયો હતો.
CCTVમાં પકડાયો
આ મામલે ફરિયાદીના મકાનમાં લાગેલા CCTV કેમેરા ચેક કરતા તા. 22/10/2022ના વહેલી સવારના ત્રણેક વાગ્યાના આસપાસ એક વ્યકિત રૂમની બારીમાંથી પ્રવેશ કરી રૂમમાંથી બીજા અન્ય રૂમમાં જતો જોવામાં આવેલ અને થોડીવાર પછી લેડીસનુ પર્સ લઇને બહાર ઘણ નીકળતો જોવામાં આવેલ જે ચોરી કરનાર ઇસમ અગાઉ ઘણી ચોરીઓમાં પકડાયેલ આશીષ ઉર્ફે આશીયો અમૃતભાઇ ચૌહાણ હોવાનું જણાતા પોલીસે તેની શોધખોળ આદરી હતી.
રાજકોટના અનેક પોલીસ મથકમાં નોંધાઈ ચુક્યા છે ગુન્હા
તપાસ દરમિયાન શખ્સ કાલાવાડ રોડ ઉપર રાજકોટ તાલુકા પો.સ્ટે. ની આજુબાજુમાં હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ ઉપર જતા આરોપી આશીષ ઉર્ફે આશીયો અમૃતભાઇ ચૌહાણ (રહે.લક્ષ્મીનો ઢોરો નાલાની બાજુમાં કાલાવાડ રોડ રાજકોટ) મળી આવ્યો હતો. આશીષ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેના વિરૂદ્ધ રાજકોટના જુદાં-જુદાં પોલીસ મથકમાં 10 જેટલા ગુન્હા અગાઉ નોંધાઈ ચુક્યા છે.
ચોરી કરેલા રૂપિયામાંથી ઘરેણાં ખરીદ્યા, પાન-મસાલાનું બાકી ચૂકવ્યું
પોલીસે તેની ઉંડાણ પૂર્વક પુછપરછ કરતા ચોરી પોતે એકલાએ કરેલ હોય અને ચોરીથી મેળવેલ રોકડા રૂ. 1,50,004 માંથી ધનતેરસના દિવસે તની જવેલર્સના શો રૂમમાંથી લેડીઝ ને પહેરવાનો સોનાનો સેટ તથા બુટી તથા બાળકને હાથમાં પહેરવાની સોનાની પોંચી રૂ. 1,39,000માં ખરીદેલ, અને રૂ. 10,000 પાન માવા વાળાની દુકાને દેવાના બાકી હતા તેની ચુકવણી કરેલ. અને બાકીના રૂ. 1,000 છૂટક વાપરી નાખેલ હોવાનુ જણાવેલ હોય જેથી પોલીસે ચોરી કરેલ રૂપિયામાંથી ખરીદ કરેલ સોનાના દાગીના કબ્જે લઈ આગળની કાર્યવાહી માટે લોધિકા પોલીસને સોંપ્યો હતો.