Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભાની કાર્યવાહી દમિયાન અચાનક કૂદી પડ્યા બે લોકો, રાજેન્દ્ર અગ્રવાલે સમગ્ર ઘટનાનું વિગતવાર વર્ણન કર્યું

સંસદ ભવનમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન સંસદની સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ છે. લોકસભામાં કાર્યવાહી દરમિયાન, બે વ્યક્તિઓ પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા અને ગૃહની મધ્યમાં પહોંચીને કાર્યવાહીને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સૌથી મોટી વાત એ છે કે, આજે...
લોકસભાની કાર્યવાહી દમિયાન અચાનક કૂદી પડ્યા બે લોકો  રાજેન્દ્ર અગ્રવાલે સમગ્ર ઘટનાનું વિગતવાર વર્ણન કર્યું

સંસદ ભવનમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન સંસદની સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ છે. લોકસભામાં કાર્યવાહી દરમિયાન, બે વ્યક્તિઓ પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા અને ગૃહની મધ્યમાં પહોંચીને કાર્યવાહીને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સૌથી મોટી વાત એ છે કે, આજે સંસદ હુમલાની વરસી હતી. અને આ જ દિવસે સંસદમાં આ ઘટના બની જેનાથી સૌ કોઇ ડરી ગયા હતા. જે લોકો ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા હતા તેઓએ સાંસદોના ટેબલ અને ખુરશીઓ પર ચઢીને હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન ભાજપના સાંસદ ખગેન મુર્મુ ગૃહના ટેબલ પર પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. જ્યારે રાજેન્દ્ર અગ્રવાલ અધ્યક્ષની ખુરશી પર હતા. તેમણે આ સમગ્ર ઘટનાનો વિગતવાર વર્ણન કર્યો છે.

Advertisement

લોકસભામાં અરાજકતાના માહોલ સર્જાયો

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, બેઠક પરથી કૂદીને બે લોકોએ લોકસભા ચેમ્બરની વચ્ચે આવીને ગેસના શેલ ફેંક્યા હતા, જેના કારણે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન ધુમાડો થયો હતો અને ગૃહમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. હાલમાં આ બે લોકો કોણ છે અને તેઓએ આવું શા માટે કર્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. કૂદનાર અજાણ્યા વ્યક્તિની સંસદ ભવનમાં હાજર સુરક્ષાકર્મીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૃહની કાર્યવાહી તાત્કાલિક અસરથી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

Advertisement

આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું : રાજેન્દ્ર અગ્રવાલ 

આ સમગ્ર મામલે રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું કે, જ્યારે એક વ્યક્તિએ ગેલેરીમાંથી કૂદકો માર્યો ત્યારે એવું લાગતું હતું કે તે પડી ગયો હતો. આ પછી જ્યારે અન્ય વ્યક્તિએ કૂદકો માર્યો ત્યારે ખબર પડી કે આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું. એક વ્યક્તિએ ગેસ છોડ્યો, જ્યારે બીજો બેન્ચને ઠોંકી રહ્યો હતો. રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું કે, આ લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા કે નહીં તે જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે આ લોકોના ઈરાદા શું હતા તે સ્પષ્ટ નથી, પરંતુ તેઓ કોઈક વિચાર કરીને આવ્યા હતા. સુરક્ષાકર્મીઓએ આ લોકોને તાત્કાલિક પકડી લીધા હતા.

સાંસદ ડિમ્પલ યાદવે ઘટનાને સુરક્ષામાં ચૂક ગણાવી

રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું કે, અમે સ્વીકારીએ છીએ કે સુરક્ષામાં ખામી રહી છે અને ઘટનાની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ લોકોના ઈરાદા શું હતા તે સ્પષ્ટ નથી. લોકસભામાં સુરક્ષામાં ખામી અંગે સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે, "આ સંપૂર્ણ સુરક્ષામાં ચૂક છે. આજે ગૃહની અંદર કંઈપણ થઈ શક્યું હોત. અહીં જે કોઈ આવે છે, પછી તે મુલાકાતીઓ હોય કે પત્રકારો હોય, કોઈના ટેગ નથી." સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ."

અધીર રંજન ચૌધરીએ ઘટના પર નારાજગી વ્યક્ત કરી

બીજી તરફ, કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું, "બે યુવકોએ ગેલેરીમાંથી કૂદીને કંઈક ફેંક્યું, જેના કારણે ગેસ નીકળી રહ્યો હતો. તેઓને સાંસદોએ પકડી લીધા. આ પછી સુરક્ષાકર્મીઓએ તેમને બહાર કાઢ્યા. ગૃહની કાર્યવાહી ચાલુ હતી. બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. તે ચોક્કસપણે સુરક્ષામાં ચૂક છે."

સંસદની બહાર બે લોકોએ ધુમાડો ઉડાવીને પ્રદર્શન કર્યું

બીજી તરફ સંસદમાં સુરક્ષા ક્ષતિ પહેલા, લોકો પરિવહન ભવનની સામેથી વિરોધ કરી રહ્યા હતા અને સંસદ ભવન તરફ આગળ વધી રહ્યા હતા. આમાં એક મહિલા સામેલ છે. દિલ્હી પોલીસે બંને પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગયા છે, હવે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ લોકો રંગબેરંગી ધુમાડા ઉડાડીને વિરોધ કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટના સંસદની બહાર બની હતી.

આ પણ વાંચો - લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક,સદનની કાર્યાવાહી દરમિયાન ઘૂસ્યા બે શખ્સ

આ પણ વાંચો - ભારતીય સંસદ પર હુમલાની આજે 22મી વરસી,PM મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.