Alwar Factory Fire: શાહી બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી દેખાયા ધુમાડા
Alwar Factory Fire: રાજસ્થાનના અલવરમાં એક મોટી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે અલવરમાં શાહી બનાવતી એક ફેક્ટરીમાં આ ભીષણ આગ લાગી હતીં. અલવરના ભીવાડીમાં શાહી બનાવવાની ફેક્ટરી લગભગ 11 કલાકથી આગની ચપેટમાં આવી છે. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવામાં સતત લાગેલી છે. મળતી જાણકારી પ્રમાણે સવારે 9 વાગ્યે આગ લાગી હતી. આગને કારણે એક વેરહાઉસ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.
આગનો ધુમાડો 5 કિમી દૂરથી પણ દેખાતો
ઉલ્લેખીય છે કે, આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાં રાખેલા કેમિકલના ડ્રમ ફાટવા લાગ્યા હતા, જેનો ધુમાડો 5 કિમી દૂરથી પણ દેખાતો હતો. જોકે, ભીષણ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. નોંધનીય છે કે, જાણકારી મળતાની સાથે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ઘટના સ્થળે આવી હતી. નોંધનીય છે કે, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. જોકે અત્યાર સુધી કોઈ વિગતવાર જાણકારી આવી નથી.
24 ફાયર બ્રિગેડ આગને ઓલવવામાં રોકાયેઈ
આ મામલે ભીવાડી મ્યુનિસિપલ કાઉન્સિલના ફાય અધિકારી નેરશ મીનાએ જણાવ્યું કે, અલવર, ભીવાડી, ખુશખેરા, તિજારા, બેહરોર, નીમરાના, કિશનગઢ બાસ, તાવડુના લગભગ 24 ફાયર બ્રિગેડ આગને ઓલવવામાં રોકાયેલા છે. હરિયાણાથી પણ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે. ફાયર બ્રિગેડે 400 થી વધુ ટ્રીપો કરી છે. કંપનીના એક ભાગમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી છે. વેરહાઉસ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં આગ લાગી છે. કંપનીનો સ્ટોર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો. ટીન શેડ અને લોખંડનું માળખું પીગળીને નીચે પડી ગયું છે.