Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લખનૌ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટીરિયલ મળતા જ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવાયું

લખનૌ એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં રેડિયોએક્ટિવ પદાર્થ મળી આવ્યો કાર્ગો વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેડિયોએક્ટિવ પદાર્થ કેવી રીતે એરપોર્ટ સુધી પહોંચ્યો તેની તપાસ ચાલુ એરપોર્ટની સામાન્ય કામગીરી પર કોઈ અસર થઈ નથી Lucknow airport : લખનૌના...
લખનૌ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટીરિયલ મળતા જ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવાયું
  • લખનૌ એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં રેડિયોએક્ટિવ પદાર્થ મળી આવ્યો
  • કાર્ગો વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો
  • NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી
  • રેડિયોએક્ટિવ પદાર્થ કેવી રીતે એરપોર્ટ સુધી પહોંચ્યો તેની તપાસ ચાલુ
  • એરપોર્ટની સામાન્ય કામગીરી પર કોઈ અસર થઈ નથી

Lucknow airport : લખનૌના ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના બની છે. એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં સ્કેનિંગ દરમિયાન રેડિયોએક્ટિવ મટીરિયલ (Radioactive Material) મળી આવતાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બાદ કાર્ગો વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો અને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે NDRF ની ટીમને બોલાવવામાં આવી હતી.

Advertisement

લખનૌ એરપોર્ટ પર ખતરો!

એરપોર્ટ (Airport) ના અધિકારીઓના જણાવ્યા મુજબ, એરપોર્ટ (Lucknow)પર આવતી એક મેડિકલ કન્સાઈનમેન્ટમાં રેડિયોએક્ટિવ પદાર્થ હોવાનું જણાયું હતું. જેના કારણે સુરક્ષા સાધનોનું એલાર્મ વાગી ગયું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને લોકોને દૂર રાખવામાં આવ્યા હતા. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તેઓ આ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ રેડિયોએક્ટિવ પદાર્થ એરપોર્ટ સુધી કેવી રીતે પહોંચ્યો અને તે કેટલો હાનિકારક છે. એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું છે કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને એરપોર્ટની સામાન્ય કામગીરી પર આ ઘટનાની કોઈ અસર થઈ નથી. જોકે, આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ ઘટના બાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ સાથે જ આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાત પણ સામે આવી છે.

Advertisement

ત્રણ કર્મચારીઓને અલગ કરવામાં આવ્યા

લખનૌના અમૌસી એરપોર્ટ પર થયેલા રેડિયોએક્ટિવ પદાર્થને લઇને એક મોટા સમાચાર તાજેતરમાં સામે આવ્યા છે. જેમા આ પદાર્થના લીકેજના બનાવમાં એક નવો વળાંક આવ્યો છે. આ ઘટનામાં સંડોવાયેલા 3 કર્મચારીઓને અલગ કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ સ્કેનિંગ પ્રક્રિયામાં સામેલ હતા અને તેમના પર રેડિયોએક્ટિવ પદાર્થની અસર થવાની શક્યતા છે. આ કર્મચારીઓનો તબીબી ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને તેમના પર રેડિયોએક્ટિવ પદાર્થની અસર કેટલી છે તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રારંભિક તપાસમાં આ ઘટના ક્લોરીન ગેસ લીકેજને કારણે બની હોવાનું જણાયું છે. આ ઘટના બાદ એરપોર્ટ પર હાજર તમામ લોકોને તાત્કાલિક સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા હતા. હાલમાં એરપોર્ટને સીલ કરી દેવામાં આવ્યું છે અને લોકોને એરપોર્ટથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નાર્થ ઉઠાવ્યા છે. એરપોર્ટ અધિકારીઓ હાલમાં આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે જરૂરી પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો:  Kolkata Murder Case : બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન આવશે? જાણો આ ચોંકાવનારા ખુલાસા વિશે

Advertisement

Tags :
Advertisement

.