મહેસાણામાં ત્રણ માળથી ઉપર આગ લાગે અને તમે ફસાવ તો તમારો જીવ તમે જ બચાવજો... !
રાજ્યમાં છેલ્લા થોડા વર્ષોથી છાશવારે આગ લાગવાના બનાવ બની રહ્યા છે. જેમાં સતત વધાારો પણ થઇ રહ્યો છે. વચ્ચે સરકાર આ અંગે એક્શનમાં પણ આવી હતી. ફાયર સેફ્ટીના નિયમોને લઇને કડક વલણ પણ દાખવ્યું હતું. જો કે આ અંગે હજુ પણ સ્થાનિક તંત્ર બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તેવી પરિસ્થિતિ હાલ મહેસાણા નગર પાલિકાના ફાયર વિભાગની છે. મહેસાણા શહેરમાં 26 જેટલી બહુમાળી બિàª
Advertisement
રાજ્યમાં છેલ્લા થોડા વર્ષોથી છાશવારે આગ લાગવાના બનાવ બની રહ્યા છે. જેમાં સતત વધાારો પણ થઇ રહ્યો છે. વચ્ચે સરકાર આ અંગે એક્શનમાં પણ આવી હતી. ફાયર સેફ્ટીના નિયમોને લઇને કડક વલણ પણ દાખવ્યું હતું. જો કે આ અંગે હજુ પણ સ્થાનિક તંત્ર બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તેવી પરિસ્થિતિ હાલ મહેસાણા નગર પાલિકાના ફાયર વિભાગની છે. મહેસાણા શહેરમાં 26 જેટલી બહુમાળી બિલ્ડીંગોને NOC તો આપી દીધી, પરંતુ આ NOC કેવી રીતે આપી તે એક મોટો સવાલ છે.
મહેસાણા નગરપાલિકા ફાયર વિભાગમાં 3 માળથી ઉપર પોહોંચવા માટે કોઈ સાધન નથી. ઊંચી સીડી પણ નથી અને કોઈ આધુનિક સાધનો પણ નથી કે જેનાથી ફાયર વિભાગ આ ઇમારતોમાં આગજની જેવી ઘટના વખતે તેને કાબૂમાં કરી શકે અથવા તો લોકોને બચાવી શકે. જ્યારે ફાયર વિભાગ પાસે મોટી ઇમારતો માટે કોઈ વ્યવસ્થા નથી, તો તેમણે એનઓસી ક્યા આધારે આપી? આજ પરિસ્થિતિ રહી તો સુરતમાં તક્ષશિલા જેવી ઘટના બની તે મહેસાણામાં પણ બની શકે છે.
આવી સ્થિતિમાં જે બહુમાળી ઇમારતોને એનઓસી આપવામાં આવી છે, તેમાં કોઈ આગ જેવી ઘટના બને તો ફાયર વિભાગ કેવી રીતે પહોંચી વળે તે પ્રશ્ન ઉભો થયો છે. પાલિકા ફાયર ઓફિસરને આ સવાલ કરતા તેમને લુલો બચાવ કરેલો. જે પણ બિલ્ડિંગને પરમિશન આપી છે તે બિલ્ડિંગના બિલ્ડરે પોતાની રીતે બિલ્ડિંગ પર પાણીની પાઇપો લગાવાની.