Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેનેડામાં ટ્રક ચાલકોના આંદોલનમાં પંજાબીઓ કેમ નથી સામેલ?

ઉત્તર અમેરિકી દેશ કેનેડાના કેટલાક શહેરોમાં કોરોના રસી અંગેના નિયમોના વિરોધમાં બે અઠવાડિયા કરતા પણ વધારે સમયથી ટ્રક ચાલકો દ્વારા પ્રદર્શન ચાલી રહ્યું છે. જ્યારે પ્રદર્શનકારી ટ્રક ચાલકોએ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આવાસનો ઘેરાવ કર્યો ત્યારે તેમને પરિવાર સાથે ગુપ્ત સ્થળ પર જવાની ફરજ પણ પડી હતી. ત્યારથી શરુ થયેલું આ પ્રદર્શન હજુ પણ યથાવત છે. રાજધાની ઓટાવા સહિત કેટલાક શહેરોમાં ટ્à
કેનેડામાં ટ્રક ચાલકોના આંદોલનમાં પંજાબીઓ કેમ નથી સામેલ
ઉત્તર અમેરિકી દેશ કેનેડાના કેટલાક શહેરોમાં કોરોના રસી અંગેના નિયમોના વિરોધમાં બે અઠવાડિયા કરતા પણ વધારે સમયથી ટ્રક ચાલકો દ્વારા પ્રદર્શન ચાલી રહ્યું છે. જ્યારે પ્રદર્શનકારી ટ્રક ચાલકોએ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આવાસનો ઘેરાવ કર્યો ત્યારે તેમને પરિવાર સાથે ગુપ્ત સ્થળ પર જવાની ફરજ પણ પડી હતી. ત્યારથી શરુ થયેલું આ પ્રદર્શન હજુ પણ યથાવત છે. રાજધાની ઓટાવા સહિત કેટલાક શહેરોમાં ટ્રક ચાલકો દ્વારા રસ્તાઓ જામ કરવામાં આવ્યા છે. ખાસ કરીને કેનેડા અને અમેરિકા વચ્ચેના રસ્તાઓ પરનો વાહનવ્યવહાર ઠપ થયો છે અને તેના લીધે વેપારને ઘણું મોટું નુકસાન થઇ રહ્યું છે. તો બીજી તરફ કેનેડાના મોટાભાગના વિસ્તારમાં ભારે અસમંજસનો માહોલ ઉભો થયો છે. 
આવી સ્થિતિમાં બે અઠવાડિયા કરતા પણ વધાારે સમયથી ચાલતા આ પ્રદર્શનને રોકવા માટે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ  કેનેડામાં ઇમરજન્સી લાગુ કરી દીધી છે. જો કે આમ છતાં ટ્રક ચાલકો પીછેહઠ કરવા તૈયાર નથી. આ સિવાય મંગળવારે કેનેડાની રાજધાની ઓટાવાના પોલીસ અધિક્ષકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદર્શનકારી ટ્રક ચાલકો સામે સમયસર અને યોગ્ય કાર્યવાહી ન કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે હવે એવી વાત સામે આવી છે કે કેનેડામાં ચાલતા ટ્રક ચાલકોના આ પ્રદર્શનમાં ભારતીયો, તેમાં પણ ખાસ કરીને પંજાબીઓ સામેલ નથી. ઉલ્લેખનીય છે કે જ્યારથી આ વિરોધ શરુ થયો છે ત્યારથી એવા અહેવાલો આવતા હતા કે તેમાં પંજાબીઓ પણ સામેલ છે.
ભારતના ખેડૂત આંદોલન સાથે સરખામણી
કેનેડામાં ચાલી રહેલા ટ્રક ચાલકોના વિરોધ પ્રદર્શનની ભારતના ખેડૂત આંદોલન સાથે સરખામણી કરવામાં આવી રહી છે. કેટલાક અહેવાલો તો એવું પણ કહી રહ્યા છે કે કેનેડાનું આ આંદોલન ભારતના ખેડૂત આંદોલન પરથી જ પ્રભાવિત છે. જે રીતે ભારતમાં ખેડૂતો રાજધાની દિલ્હીની સરહદો પર ધરણા ઉપર બેઠા હતા, તેવી જ રીતે કેનેડાની રાજધાની ઓટાવામાં પ્રદર્શનકારી ટ્રક ચાલકો પણ સ્થાયી વિરોધ પ્રદર્શન પર બેસી ગયા છે. ખાસ કરીને અલ્બર્ટા અને સસ્કાચુનાવ રાજ્યના ટ્રક ડ્રાઇવરો આ આંદોલનમાં આગળ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ તમામ લોકો પોતાના પરિવાર સાાથે ત્યાં પહોંચ્યા છે. જેમાંથી 25 ટકા લોકો તો એવા છે કે જેઓ પોતાના બાળકો સાથે પહોંચ્યા છે.
આ સિવાય ભારતમાં ખેડૂત આંદોલન વખતે જે રીતે દેશની સુરક્ષાનો મુદ્દો આગળ ધરાયો હતો. ત્યારે અહીં પણ કેનેડિયન સરકાર દ્વારા ટ્રક ચાલકોના આ વિરોધ પ્રદર્શનને દેશની સુરક્ષા માટે ગંભીર ગણાવાયું છે. આ સિવાય કેનેડામાં જે ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે તેની પાાછળ પણ આ સુરક્ષાનું કારણ જ દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે આ મુદ્દો મોટાભાગે કેનેડા અને અમેરિકા વચ્ચે ટ્રક ચલાવતા ડ્રાઇવરો સાથે જોડાયેલો છે, કેનેડામાં ટ્રક ચલાવતા ડ્રાઇવરોને વધારે મુશકેલી નથી.
પંજાબી સમુદાય રસી લેવામાં આગળ
થોડા સમયથી જે અહેવાલો આવતા હતા કે કેનેડામાં શરુ થયેલા ટ્રક ડ્રાઇવરોના પ્રદર્શનમાં પંજાબી લોકો પણ સામેલ છે, તે હવે ખોટા પડી રહ્યા છે. કેનેડામાં રહેતા ભારતીય લોકોના જણાવ્યા પ્રમાણે જ્યારથી કેનેડામાં કોરોના રસીકરણની શરુઆત થઇ છે, ત્યારથી પંજાબી સમુદાય અથવા તો ભારતીય સમુદાય તેમાં આગળ પડતો છે. પંજાબી સમુદાયની વાત કરીએ તો અનેક શીખ સંસ્થાઓ અને ગુરુદ્વારામાં નિયમિત રસીકરણ કેમ્પ યોજાયા છે. જેથી લગભગ મોટાભાગના પંજાબી સમુદાયના લોકો કોરોના રસી લઇ ચૂક્યા છે. આવી સ્થિતિમાં કોરોના રસીની વિરોધમાં ચાલતા આ પ્રદર્શનમાં તેમના સામેલ થવાનો સવાલ જ નથી. માત્ર ભારતીય લોકો જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાના લોકો કોરોના રસી લેવામાં સૌથી આગળ છે. 
કેનેડામાં રહેતા ટ્રક ડ્રાઇવરોએ તેમના આ વિરોધમાં સામેલ થવાની વાતને નકારી કાઢી છે. તેમણે જણાવ્યું છે કે વધારેમાં વધારે પૈસા કઇ રીતે કમાઇ શકાય તે માટે અમે સતત પ્રયત્નશીલ હોઇએ છીએ. હોમ લોન, કાર લોન, વીમો વગેરે અનેક પ્રકારના ખર્ચ હોય છે. માટે ટ્રકને બંધ રાખવા પોસાય તેમ નથી. જેથી જે રસ્તાઓ  બંધ છે તે સિવાયના રસ્તાઓ પર પંજાબી ડ્રાઇવરો ટ્રક ચલાવી રહ્યા છે.
શા માટે વિરોધ શરુ થયો?
થોડા સમય પહેલા કેનેડાની ટ્રુડો સરકારે આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આવતા અને જતા ટ્રક ચાલકો માટે કોરોના રસી લેવી ફરજિયાત કરી હતી. જો કોઇ વ્યક્તિએ કોરોના રસી નહીં લીધી હોય તો તેમને 14 દિવસ સુધી ઘરમાં ફરજિયાત ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. આ નિયમની જાહેરાત બાદથી આ વિરોધની શરુઆત થઇ છે.  ટ્રક ચાલકોનું કહેવું છે કે કોરોના રસી અસરકારક નથી. આ સિવાય જ્યારે તેઓ અમેરિકા કેનેડા સરહદ પાર કરે છે ત્યારે સુરક્ષા એજન્સીઓ તેમને હેરાન કરે છે. આ સિવાય ટ્રક ચાલકો એવો પણ તર્ક આપી રહ્યા છે કે જ્યારે કોરોના મહામારી તેના ચરમ પર હતી ત્યારે ટ્રક પરિવહનને જીવનજરુરિયાતની કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યું હતું અને તેના પર કોઇ પ્રકારના પ્રતિબંધો પણ નહોતા. હવે અત્યારે જ્યારે મહમારી પૂરી  થવામાં છે ત્યારે આ પ્રકારના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. 
ફરજિયાત રસીકરણ ઉપરાંત લોકડાઉન જેવા પ્રતિબંધોના વિરોધમાં ટ્રક ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન શરુ કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ટ્રક ચાલકો પોતાના ટ્રક સાથે કેનેડાના રસ્તા પર ઉતર્યા હતા અને હજુ પણ છે. ખાસ કરીને રાજધાની ઓટાવા અને તેની આસપાસના વિસ્તારમાં તમામ મુખ્ય રસ્તાઓ જામ છે. લગભગ 70 કિમી સુધી ટ્રકોની લાઇનો લાગી છે. ટ્રક ચાલકો દ્વારા આ વિરોધ પ્રદર્શનને ‘ફ્રીડમ કોન્વોય’ એવું નામ આપવામાં આવ્યું છે. રાજધાની ઓટાવામાં પ્રદર્શન કરી રહેલા 50 હજાર કરતા પણ વધાારે ટ્રક ચાલકોનું કહેવું છે કે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા સુધી તેઓ ત્યાં જ રહેશે.
Advertisement
Tags :
Advertisement

.