Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકામાં પ્રદર્શનકારીઓનો સરકારી ન્યૂઝ ચેનલ પર કબજો, દેશને સંબોધિત કર્યો

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા બાદ શ્રીલંકામાં લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પીએમના નિવાસસ્થાન, સંસદ ભવન પર હુમલો કર્યા બાદ ઉશ્કેરાયેલું ટોળુ સરકારી ન્યૂઝ ચેનલની ઓફિસમાં પણ ઘુસી ગયુ હતું આટલું જ નહીં, એક વિરોધી ન્યૂઝ ચેનલની ઓફિસમાં ન્યૂઝ એન્કર બનીને બેસી ગયો અને લાઈવ આવીને બોલવા લાગ્યો હતો. ત્યાર બાદ ટીવી ચેનલનું પ્રસારણ બંધ કરવું પડ્યું હતું.ગુસ્સે
શ્રીલંકામાં પ્રદર્શનકારીઓનો સરકારી ન્યૂઝ ચેનલ પર કબજો  દેશને સંબોધિત કર્યો
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા બાદ શ્રીલંકામાં લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પીએમના નિવાસસ્થાન, સંસદ ભવન પર હુમલો કર્યા બાદ ઉશ્કેરાયેલું ટોળુ સરકારી ન્યૂઝ ચેનલની ઓફિસમાં પણ ઘુસી ગયુ હતું આટલું જ નહીં, એક વિરોધી ન્યૂઝ ચેનલની ઓફિસમાં ન્યૂઝ એન્કર બનીને બેસી ગયો અને લાઈવ આવીને બોલવા લાગ્યો હતો. ત્યાર બાદ ટીવી ચેનલનું પ્રસારણ બંધ કરવું પડ્યું હતું.
ગુસ્સે ભરાયેલા ટોળાએ આજે ​​શ્રીલંકાની સત્તાવાર ન્યૂઝ ચેનલ જાથિકા રૂપવાહિનીને કબજે કરી લીધી હતી. વિરોધીઓ  ચેનલની ઓફિસમાં ઘૂસી ગયા હતા. એક પ્રદર્શનકર્તા ત્યાં એન્કર બનીને બેઠો અને બોલવા લાગ્યો હતો. 
રાષ્ટ્રપતિ ગોટાબાયા દેશ છોડીને માલદીવ ગયા છે, જેના પછી શ્રીલંકાના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જ્યારે પોલીસે ભીડને સંસદ ભવન અને પીએમ હાઉસમાં પ્રવેશતા અટકાવી ત્યારે હોબાળો થયો હતો. વિરોધીઓને ડરાવવા માટે હવામાં 10-12 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ તેની કોઈ અસર થઈ ન હતી.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે મોડી રાત્રે દેશ છોડીને ભાગી ગયા હતા. તે મિલિટરી પ્લેન દ્વારા માલદીવ પહોંચ્યા છે. તે પોતાની પત્ની અને લગભગ 10 વધુ ખાસ લોકો સાથે ત્યાં પહોંચી ગયા છે. ત્યાં પહોંચ્યા બાદ રાજીનામું આપશે.
ગોટાબાયા રાજીનામું આપ્યા વિના માલદીવ ભાગી ગયા છે. આનાથી વિરોધીઓ વધુ ગુસ્સે થયા છે કારણ કે તેનાથી નવી સરકારની રચનાનું કામ અટકી ગયું છે.
ગોટાબાયાના જવાથી નારાજ વિરોધીઓએ આજે ​​સંસદ ભવન અને પીએમ હાઉસ તરફ કૂચ કરી હતી. હજારો દેખાવકારોને સંસદ ભવનથી થોડે દૂર સુરક્ષાકર્મીઓએ અટકાવ્યા હતા. પરંતુ વિરોધીઓ સુરક્ષા કોર્ડન તોડીને પીએમ હાઉસમાં ઘૂસ્યા હતા. આ લોકો પીએમ રાનિલ વિક્રમસિંઘેના રાજીનામાની પણ માંગ કરી રહ્યા હતા. રાનિલ વિક્રમસિંઘેના ખાનગી આવાસને વિરોધીઓ દ્વારા પહેલા જ સળગાવી દેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે શ્રીલંકામાં રાનિલ વિક્રમસિંઘેને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અત્યાર સુધી પીએમ પદ પર હતા. પરંતુ ગોટાબાયાના ભાગી ગયા પછી, સ્પીકરે તેમને કાર્યકારી પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે બનાવ્યા.
Advertisement

Tags :
Advertisement

.