વરરાજાના વેશમાં અનોખો વિરોધ, પાદરામાં વરઘોડો કાઢી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરાયો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામે છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તાને લઈને આજે કેટલાક યુવાનોએ તંત્રને જગાડવા માટે અનોખી રીતે વિરોધ નોંધાયો હતો જેમાં એક યુવક દ્વારા વરરાજાના પરિધાન ધારણ કરીને ઘોડા પર સવાર થઈને વરઘોડો કાઢી તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ગામના રસ્તાની દયનિય સ્થિતિ
પાદરા તાલુકામાં વર્ષ 2017 થી 2022 સુધી કોંગ્રેસના ધારાસભ્ય યશપાલસિંહ પઢીયાર ચૂંટણી જીતીને આવ્યા હતા વર્ષ 2022 માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર ચૈતન્ય સિંહ ઝાલા ચૂંટણી જીતીને પાદરાના ધારાસભ્ય બન્યા છે ત્યારે લાંબા સમયથી પાદરાના લુણા ગામમાં રસ્તાની દયનિય હાલત છે.
અનેક રજુઆતો, પરિણામ શૂન્ય
વારંવાર ગ્રામજનો દ્વારા સ્થાનિક નેતાઓ થી લઈને ધારાસભ્ય અને તંત્રના કાન સુધી પોતાની રજૂઆતો પહોંચાડી છે તેમ છતાં લુણા ગામ નો રસ્તો બનાવવામાં આવતો નથી ખખડધજ રસ્તાને કારણે ખેડૂતો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને અવરજવર કરવામાં ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
અનોખો વિરોધ
આજે લુણા ગામના યુવાન કાર્તિકસિંહ પઢિયાર દ્વારા ઘોડા પર વરરાજાના પરિધાન ધારણ કરીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડામાં તેઓએ તંત્ર વિરુદ્ધ સૂત્રો ચાર પોકાર્યા હતા મોટાભાગે વરઘોડો ઢોલ નગારા ના તાલે નીકળતો હોય છે ત્યારે લુણા ગામે આજે તંત્રની હાય હાય પોકારીને ગ્રામસભાએ વરઘોડો કાઢ્યો હતો.
આંદોલનની ચિમકી
યુવા સેના ગુજરાતના અગ્રણી કાર્તિકસિંહ પઢિયારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, લાંબા સમયથી ગામના ખરાબ રસ્તા અંગે તંત્રને જાણ કરવામાં આવી છે. જોકે તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આજે તંત્રના કાન સુધી ફરી એકવાર ગ્રામજનોની રજૂઆત પહોંચે તે માટે વરઘોડો કાઢ્યો છે. જો ચોમાસા પહેલા રસ્તા નું કામ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલનનું રણશીંગુ ફૂંકશે.
અહેવાલ - વિજય માલી, પાદરા
આ પણ વાંચો : સુરતમાં બસ ડ્રાઈવરને રોંગ સાઈડમાં આવેલા ટ્રક ચાલકે અડફેટે લેતા મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.