Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સતત બીજા દિવસે બસનો અકસ્માત, મોરબી નજીક ખાનગી બસે પલટી મારી, 9 મુસાફરો ઇજાગ્રસ્ત

Morbi News : રાજ્યમાં બેફામ વસુલાતા ટોલ અને રોડના નામે ખાડા ખડીયાના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. મોરબીમાં એક ખાનગી બસ પલટી જતા 9 લોકો ઇજાગ્રસ્ત
સતત બીજા દિવસે બસનો અકસ્માત  મોરબી નજીક ખાનગી બસે પલટી મારી  9 મુસાફરો ઇજાગ્રસ્ત
Advertisement
  • Morbi નજીક ખાનગી બસ પલટી મારી ગઇ
  • અકસ્માતમાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા જે પૈકી 1 ગંભીર
  • હોસ્પિટલ અને નિયમન તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી

Morbi News : રાજ્યમાં બેફામ વસુલાતા ટોલ અને રોડના નામે ખાડા ખડીયાના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. ગઇ કાલે જ અમદાવાદના ત્રાજપ નજીક રોડની વચ્ચે ઉભેલા ડંપરમાં એક બસ અઠડાવાને કારણે કૂલ 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં સૌરાષ્ટ્ર ફરી એકવાર બસ અકસ્માતનું સાક્ષી બન્યું છે. મોરબીના હળવદ નજીક વધારે એક બસ હાઇવે પર અકસ્માતનો ભોગ બની હતી.

મોરબી નજીક હળવદ પાસે મધરાતે ખાનગી બસ પલ્ટી

મોરબી નજીક હળવદ પાસે મધરાતે ખાનગી બસ પલ્ટી મારી ગઇ હતી. આ દુર્ઘટનામાં જો કે સદભાગ્યે કોઇનું મોત નિપજ્યું નહોતું. પરંતુ આ દુર્ઘટનામાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે પૈકી 1 વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. બસમાં કૂલ 56 લોકો બેઠેલા હતા. ત્યારે હળવદના દેવળીયા પાસે મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો.

Advertisement

આ પણ વાંચો : Bharuch : ઝાડેશ્વરનાં નીલકંઠેશ્વર મંદિરે પહોંચ્યા દાદા ગુરુજી, કહ્યું - માં નર્મદા નદી કે પાની મેં..!

Advertisement

બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના

બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ સાઇડમાં ઉતરી જઇને પલટી મારી હતી. ગાંધીનગરથી ભુજ જઇ રહેલી આ બસના અકસ્માત અંગેની માહિતી મળતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ તંત્રને પણ જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સોનો ખડકલો થઇ ગયો હતો. મોરબી હોસ્પિટલનાં ડોક્ટર્સને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Prithvi Shaw થયો ઈમોશનલ, મુંબઈની ટીમમાંથી બહાર થતાં કહી આ વાત

મોરબી ખસેડાયેલા ઇજાગ્રસ્તો
1. મનજી પ્રતાપભાઇ
2. હુલીબેન
3. મંગુબેન
4. રહિબેન
5. બાબુભાઇ
6. શારદા બહેન
7. બોજાજી સોમાજી
8.રાજેશ પટેલ

ધાર્મિક પ્રવાસે જઇ રહી હતી બસ

અત્રે ઉલ્લેખનીય છે કે, બસ પેસેન્જર બસ નહોતી પરંતુ પ્રવાસમાં ગયેલી બસ હતી. ગાંધીનગરના અડાલજથી કચ્છના કોઇ ધાર્મિક સ્થળે જઇ રહી હતી. જો કે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. વધારે વિગતો પોલીસ તપાસમાં સામે આવશે.

આ પણ વાંચો : ICU માંથી જલદી ડિસ્ચાર્જ થશે અડવાણી, હોસ્પિટલે જાહેર કર્યું અપડેટ

Tags :
Advertisement

Related News

featured-img
ગાંધીનગર

Gujarat: શું ખેડૂતોની ચિંતા વધશે? રાજ્યમાં ફરી એકવાર ઠંડીએ કમબેક કર્યું!

featured-img
અમદાવાદ

Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે, રૂ. 651 કરોડના વિકાસ કામોની ભેટ આપશે

featured-img
રાષ્ટ્રીય

Weather Alert: યુપીમાં વરસાદ, દિલ્હીમાં પણ હવામાન બદલાયું; પર્વતોમાં હિમવર્ષાની ચેતવણી

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 23 January 2025 : મિથુન અને મીન રાશિ સાથે જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

featured-img
રાજકોટ

Rajkot: મળવા ગયેલા પ્રેમીને પરણિત પ્રેમિકાના પિતા આપી મોતની સજા, વાંચો આ ચોંકાવનારી ઘટના

featured-img
રાષ્ટ્રીય

ઉન્નાવ રેપ કેસમાં દોષિત કુલદીપ સિંહ સેંગરને રાહત, દિલ્હી હાઇકોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા

×

Live Tv

Trending News

.

×