સરસ્વતી વિધામંદિરના પ્રિન્સિપાલે વિદ્યાર્થીની પર ગુજાર્યો દુષ્કર્મ
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિરમાં ગુરૂએ શિષ્ય ઉપર દુષ્કર્મ આંચળું હોવાનો ચોકાવનારો વિસ્ફોટ થયો છે. જેમાં વારંવાર સીસીટીવી કેમેરા બંધ કરી આચાર્ય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરતાં આખરે વિદ્યાર્થીની સ્કૂલે જવાનું બંધ કર્યું હતું. ૧૫ દિવસ બાદ શાળાએ ગયેલી વિદ્યાર્થીની સાથે પૂનઃ એકવાર એપ્લાય કરવા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીની ગભરાઈને જીવ
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિરમાં ગુરૂએ શિષ્ય ઉપર દુષ્કર્મ આંચળું હોવાનો ચોકાવનારો વિસ્ફોટ થયો છે. જેમાં વારંવાર સીસીટીવી કેમેરા બંધ કરી આચાર્ય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરતાં આખરે વિદ્યાર્થીની સ્કૂલે જવાનું બંધ કર્યું હતું. ૧૫ દિવસ બાદ શાળાએ ગયેલી વિદ્યાર્થીની સાથે પૂનઃ એકવાર એપ્લાય કરવા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીની ગભરાઈને જીવ બચાવી ભાગી જતા તેણીએ સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતા મામલો બી ડિવિઝન પોલીસમાં પહોંચતા પોલીસે આચાર્ય સામે ગુનો દાખલ કર્યો છે.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સરસ્વતી વિદ્યા મંદિર ચાલી રહી છે જેમાં આચાર્ય તરીકે રણજીત ઉર્ફે રાકેશ પરમાર ફરજ નિભાવ સાથે શિક્ષણ પણ પૂરું પાડતા હતા અને ધોરણ ૯ - ૧૦ના બંને વર્ગના કુલ ૧૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ ૯માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય વિદ્યાર્થીનીને ધોરણ ૯માં ફેલ (નાપાસ) કરવાની ધમકી આપી તેણી સાથે વારંવાર દુષ્કર્મ આંચળતો અને દુષ્કર્મ આંચળતી વેળા નરાધમ ફુગ્ગા જેવી વસ્તુનો ઉપયોગ કરતો હોવાના આક્ષેપ પીળી તારે કર્યા છે. વારંવાર દુષ્કર્મ આંચળતો હોય જેના કારણે વિદ્યાર્થીની સ્કૂલે જવાનું ટાળતી હતી ઓગસ્ટ મહિનામાં બે વખત દુષ્કર્મ આંચળ્યું હતું જેના પગલે વિદ્યાર્થીનીએ સ્કૂલે જવાનું બંધ કર્યું હતું.
વિદ્યાર્થીની શનિવારે શાળાએ ગઈ હતી ત્યારે લંપટ આચાર્યએ વિદ્યાર્થીનીને હાજરી પત્રકના બહાને ઓફિસમાં બોલાવી તેણીની સાથે શારીરિક અડપલા કરવા સાથે તેણી સાથે દુષ્કર્મ આચારવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીની ગભરાઈને ઓફિસની બહાર નીકળી ઘરે પહોંચી ગઈ હતી અને ઘરે રહેલા મોબાઇલ માંથી સાસરીમાં રહેલી તેની બહેનને ફોન કરી ફોન ઉપર રડતા રડતા તેની સાથે શિક્ષકે કરેલા કૃત્ય અંગેની જાણ કરતા બહેન પણ સાસરીમાંથી તરત જ દોડી આવી હતી અને બંને તાબડતોબ પોલીસ મથકે પહોંચી ગયા હતા .
સરસ્વતી વિદ્યા મંદિરના સ્કૂલના ટ્રસ્ટીઓ અને કહેવાતા કેટલાક નેતા હોય ફરિયાદીને ફરિયાદ ન કરવા માટે મનામણા કર્યા હતા એટલું જ નહીં આરોપીની પત્નીએ પીડિતાને કહ્યું તેના પરિવારને કહ્યું કે તાલી એક હાથી ન વાગે તેમ કહી પોતાના પતિને બચાવવાના પ્રયાસો કરતા હતા પરંતુ અંતે બી ડિવિઝન પોલીસે ફરિયાદીની માતાની ફરિયાદ લઈ આરોપી રણજીત ઉર્ફે રાકેશ પરમાર સામે બળાત્કાર અને પોક્સો એકટ ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.
Advertisement