Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉઝબેકિસ્તાનની પ્રિન્સેસ ગુલનારા કરીમોવ ફરી આવી ચર્ચામાં

ગુલનારાએ લંડનથી હોંગકોંગ સુધી લગભગ 2000 કરોડ રૂપિયા એટલે કે 24 કરોડ યુએસ ડોલરની સંપત્તિ કેવી રીતે મેળવી છે. આ બાબત હાલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તેના પર બ્રિટિશ કંપનીઓ સાથે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ છે.   એકસમયે વિશ્વમાં...
ઉઝબેકિસ્તાનની પ્રિન્સેસ ગુલનારા કરીમોવ ફરી આવી ચર્ચામાં

ગુલનારાએ લંડનથી હોંગકોંગ સુધી લગભગ 2000 કરોડ રૂપિયા એટલે કે 24 કરોડ યુએસ ડોલરની સંપત્તિ કેવી રીતે મેળવી છે. આ બાબત હાલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તેના પર બ્રિટિશ કંપનીઓ સાથે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ છે.

Advertisement

એકસમયે વિશ્વમાં કોઈને કોઈ મીડિયાના કવરપેજ પર રહેતી રહેતી ઉઝબેકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઈસ્લામ કરીમોવની પુત્રી ગુલનારા કરીમોવ ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે તેના પર ગંભીર આરોપો છે. ઉઝબેકિસ્તાનમાં પ્રિન્સેસ તરીકે જાણીતી પોપસ્ટાર ગુલનારાનું એક નવું કૌભાંડ સામે આવ્યું છે. આરોપ છે કે ગુલનારાએ લાખો ડોલર લાંચ તરીકે મેળવ્યા છે. આટલું જ નહીં, તે ક્રાઈમ ગેંગ ચલાવતી હોવાનો પણ આરોપ છે. નવા આરોપો ત્યારે સામે આવ્યા જ્યારે તે ઘણા કેસમાં દોષિત છે અને જેલમાં છે.

Advertisement

વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, ગુલનારા ઇસ્લામ કરીમોવની પુત્રી છે, જે લાંબા સમય સુધી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. ગુલનારા પોપ સ્ટાર છે અને ઉઝબેકિસ્તાનની પેરિસ હિલ્ટન કહેવાય છે. જ્યાં સુધી તેના પિતા સત્તામાં હતા ત્યાં સુધી ગુલનારા પોતાનું જીવન રાજકુમારીની જેમ જીવી રહી હતી. તે મોડેલિંગ અને પોપની દુનિયામાં એક મોટું નામ હતી. પરંતુ તેના પછીથી તે આરોપોથી ઘેરાયેલી રહી છે. ગુલનારાએ બ્રિટિશ કંપનીઓનો ઉપયોગ લાંચ અને ભ્રષ્ટાચારથી મળેલા ફંડથી ઘણાં ઘરો અને જેટ પ્લેન ખરીદવા માટે કર્યો છે.

Advertisement

જાણકારી અનુસાર, ગુલનારાએ લંડનથી હોંગકોંગ સુધી લગભગ 2000 કરોડ રૂપિયા મેળવી છે. તેના પર બ્રિટિશ કંપનીઓ સાથે ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આરોપ છે. 2018 માં, 41 વર્ષીય ગુલનારને જાહેર ફંડનો દુરુપયોગ કરવા બદલ 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેને નજરકેદ કરવામાં આવી હતી. પરંતુ માર્ચ 2019 માં, તેણીએ નિયમો તોડ્યા, જેના કારણે તે હાલમાં જેલમાં આજીવન કેદની સજા કાપી રહી છે.

આ વખતે તેના પર ફરી નવા આરોપો સામે આવ્યા છે. ગુલનારા પર લાખો ડોલરની લાંચ લેવાનો આરોપ છે. તેણે આ રકમ ઉઝબેકિસ્તાનના ટેલિકોમ સેક્ટરને બિઝનેસ લાભ આપવાના બદલામાં લીધી છે. સ્વિટ્ઝર્લેન્ડના એટર્ની જનરલે કહ્યું છે કે આ રકમ સ્વિસ બેંકના ખાતાઓ દ્વારા ગેરરીતિમાં ઉપયોગ થયા હતા. હવે આ મામલે પણ તપાસ શરૂ થશે. જો તે તપાસમાં દોષી સાબિત થશે તો તેની સજામાં વધારો થઈ શકે છે.

આ  પણ  વાંચો -પાકિસ્તાનની મસ્જિદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 50થી વધુ લોકોના મોત

Tags :
Advertisement

.