Beer And wine અહીંયા મેચ દરમિયાન પાણી કરતા પણ સસ્તી કિંમતે મળશે
- આ પ્રકારની ઓફર Football ના ચાહકો માટે જાહેર કરી
- Cold Drinks ની કિંમત ઘટનીને 50 પૈસા કરવામાં આવી
- Fulham ની પ્રથમ મેચ લીસેસ્ટરની સામે યોજવામાં આવી
Beer and wine cheaper than WATER : Beer અને Wine ના શોખિન માટે પ્રિમિયર લીગના એક ક્લબ દ્વારા એક ખાસ જાહેરાત કરવામાં આવી છે. આ ક્લબ દ્વારા Beer અને Wine ના શોખિન વ્યક્તિઓ માટે એક ખાસ ઓફર તૈયાર કરી છે. જે અંતર્ગત Beer અને Wine ના શોખિનને પાણી કરતા પણ ઓછી કિંમતે Beer અને Wine આપવામાં આવશે. જોકે આ ઓફર માત્ર બપોરના 2 વાગ્યા સુધી ઉપલબ્ધ હશે. Fulham Fans Club એ આ ઓફરની જાહેરાત Craven Cottage stadium ની અંદર કરી છે.
આ પ્રકારની ઓફર Football ના ચાહકો માટે જાહેર કરી
Football નો ચાહક વર્ગ Fulham Club એ 24 ઓગસ્ટના રોજ Craven Cottage stadium ની અંદર પ્રથમ વખત આ પ્રકારની ઓફર Football ના ચાહકો માટે જાહેર કરી હતી. Craven Cottage stadium માં અવ્યવસ્થાને દૂર કરવા માટે બપોરે 2 વાગ્યા પહેલા બીયર, પેલ એલે, ગિનીઝ અને વાઈનના પિંટ માત્ર 1 પાઉન્ડમાં વહેંચવામાં આવ્યા હતાં. ત્યારે તાજેતરમાં Fulham Club એ પુષ્ટિ કરી છે કે, વેસ્ટ હેમની ખાતીરદારી કરતી વખતે પણ ફરી એકવાર આ પ્રકારે ભોજનની વસ્તુઓ આપવામાં આવશે. જોકે Fulham Club એ જણાવ્યું છે કે, ભોજનના સ્ટોલ મેચથી 3 કલાક પહેલા ખુલ્લા મૂકવામાં આવશે.
આ પણ વાંચો: IND vs PAK Match: હોકીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, આ ખેલાડીએ કર્યું કમાલ
Premier League club selling beer and wine cheaper than WATER this weekend but fans will have to be quick
https://t.co/WetueYVG2r— The Sun Football ⚽ (@TheSunFootball) September 14, 2024
Cold Drinks ની કિંમત ઘટનીને 50 પૈસા કરવામાં આવી
Fulham Club ની ઓફર અંતર્ગત બીયરની કિંમત £5.50 એટલે કે 605 રૂપિયા થઈ જશે. તો સાઈડર, ગિનીઝ અને બિટરની કિંમત £5 રાખવામાં આવશે. તે ઉપરાંત જ્યારે આર્લી બર્ડની ઓફર પૂર્ણ થઈ જશે, તે બાદ વાઈનની કિંમત 5.30 પાઉન્ડ થઈ જશે. તો ખાસ વાત એ છે કે, Cold Drinks ની કિંમત ઘટનીને 50 પૈસા કરી દેવામાં આવી છે. તો એક કપ ચાની કિંમત મેચ દરમિયાન 2 પાઉન્ડ, હોટ ચોકલેટ અથવા બોવરિલની કિંમત 2.50 પાઉન્ડ નક્કી કરવામાં આવી છે.
Fulham ની પ્રથમ મેચ લીસેસ્ટરની સામે યોજવામાં આવી
જોકે જણાવી Fulham ની પ્રથમ મેચ લીસેસ્ટરની સામે યોજવામાં આવી છે. તેના કારણે એમિલ સ્મિથ રોવે અને એલેક્સ ઈવોબીના શાનદાર ગોલ જોવા મળ્યા હતાં. ત્યારબાદ તેમને મેનચેસ્ટર યૂનાઈટેડ સામે હાર મળી હતી. જોકે ઈપ્સવિચની સામે Fulham ની મેચ ટ્રો રહી હતી.
આ પણ વાંચો: Happy Birthday Suryakumar Yadav: બનારસની ગલીઓથી લઇને સ્ટાર બનવા સુધીની સફર!