Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્કૂલો ફરી બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી

કોરોનાના કારણે લોકોના જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયા હતા. ફકત પરિવારનાં મોટા સભ્યો જ નહિ પણ બાળકોને પણ ઘણું બધું વેઠવું પડ્યું આ કોરોના કારણે. બાળકોનું સૌથી મોટું નુકશાન થયું તો એ છે શિક્ષા! આ કોરોનાકાળમાં શિક્ષા, શિક્ષક, અને શિષ્યના સંબધોમાં લાંબો અંતર આવી ગયો હતો. જેના કારણે બાળકોની ભણતર પ્રત્યેની રૂચી ઓછી થઈ હતી. પણ હવે એ રૂચી ફરી પરત આવશે કારણ કે હવે શાળાઓ શરૂ થઈ રહી છે. કોરોનાનો કહેર શà
સ્કૂલો ફરી બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી

Advertisement

કોરોનાના કારણે લોકોના જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયા હતા. ફકત પરિવારનાં મોટા સભ્યો જ નહિ પણ બાળકોને પણ ઘણું બધું વેઠવું પડ્યું આ કોરોના કારણે. બાળકોનું સૌથી મોટું નુકશાન થયું તો એ છે શિક્ષા! આ કોરોનાકાળમાં શિક્ષા, શિક્ષક, અને શિષ્યના સંબધોમાં લાંબો અંતર આવી ગયો હતો. જેના કારણે બાળકોની ભણતર પ્રત્યેની રૂચી ઓછી થઈ હતી. પણ હવે એ રૂચી ફરી પરત આવશે કારણ કે હવે શાળાઓ શરૂ થઈ રહી છે. 


Advertisement

કોરોનાનો કહેર શરૂ થતા શાળાઓ બંધ થઈ હતી. આ સમયમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે બે વર્ષના લાંબા ગાળા બાદ આજથી પ્રિ પ્રાઈમરી સ્કૂલ શરૂ થઈ છે. ત્યારે સ્કૂલોમાં બાળકોનો ઉત્સાહ ખુબ જ જોવા મળ્યો હતો. સ્કૂલમાં પ્રવેશ કરતા જ સ્કૂલના કેર ટેકર દ્વારા તેમને સેનીટાઈઝેશન કરીને બાળકોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મણીનગર ખાતે આવેલી વેદાંત સ્કૂલ ખાતે બાળકોનો ઉત્સાહ ખુબ જ જોવા મળ્યો શિક્ષકો પણ એક લાંબા સમયગાળા બાદ સ્કૂલ કેમ્પસમાં બાળકોને જોઈને આનંદીત થયા હતા.

Advertisement

બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપવામાં આવ્યું હતું. અલગ - અલગ ગીતો વગાડીને બાળકોને ડાન્સ કરાવીને આજથી તેમનુ સ્કૂલમાં સ્વાગત કરાયું હતું. સાથે જ ધીમેધીમે બાળકોને ભણાવવાની શરૂઆત કરાશે. વાલીઓની વાત કરીએ તો વાલીઓ પણ આ પ્રસંગે આનંદીત જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ બાળકો તેમના મિત્રો સાથે મળીને હળવાશ સાથે ખુશી અનુભવી તેવું વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું. બાળકોને શિક્ષણ આપવું ખુબ જરૂરી છે, પરંતુ આ કોરોનાના કારણે લાંબા સમયથી શાળાઓ શિક્ષણથી વંચિત રહ્યા બાદ આજથી શાળાઓએ આવીને બાળકોએ ગમ્મત કરી અને હળવાશનો અનુભવ કર્યો હતો.


Tags :
Advertisement

.