Paralympic 2024 પહેલા ભારત માટે ઝટકો, ટોક્યો બેડમિન્ટનમાં ગોલ્ડ જીતનાર ખેલાડી સસ્પેન્ડ...
- બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની મોટી જાહેરાત
- બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત ડોપિંગ કેસમાં ફસાયો
- ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 18 મહિના માટે સસ્પેન્ડ
બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ જાહેરાત કરી છે કે ટોક્યો પેરાલિમ્પિક્સ (Paralympic 2024)માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત (Pramod Bhagat)ને ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તે પેરિસ પેરાલિમ્પિક (Paralympic 2024) ગેમ્સમાં ભાગ લેશે નહીં. પેરાલિમ્પિક્સ (Paralympic 2024) 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરિસમાં ચાલશે.
"ટોક્યો 2020 પેરાલિમ્પિક (Paralympic 2024) ચેમ્પિયન પ્રમોદ ભગત (Pramod Bhagat)ને 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તે પેરિસ 2024 પેરાલિમ્પિક ગેમ્સ (Paralympic 2024)માં પણ ભાગ લેશે નહીં," BWF એ એક નિવેદનમાં જણાવ્યું હતું. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) એ ભગતને 12 મહિનાની અંદર ત્રણ વખત રિપોર્ટ કરવામાં નિષ્ફળ રહેવા બદલ દોષી ઠેરવ્યો હતો. "1 માર્ચ, 2024 ના રોજ, કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) એન્ટી ડોપિંગ વિભાગે ભગતને 12 મહિનામાં ત્રણ વખત ઠેકાણાની માહિતી પ્રદાન કરવામાં નિષ્ફળ રહેવા બદલ BWF એન્ટી ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાયું હતું," નિવેદનમાં જણાવાયું હતું.
Badminton World Federation (BWF) tweets, "Indian Para-badminton Tokyo 2020 gold medallist Pramod Bhagat suspended for 18 months for breaching BWF anti-doping regulations with three whereabouts failures within 12 months...The Badminton World Federation (BWF) can confirm India’s… pic.twitter.com/bYP6qwo53h
— ANI (@ANI) August 13, 2024
આ પણ વાંચો : Paris Olympic 2024 : વિનેશ ફોગાટે કર્યો સૌથી મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો
અપીલ છતાં, સસ્પેન્શનનો નિર્ણય અકબંધ...
અપીલ છતાં, CAS અપીલ વિભાગે સસ્પેન્શનની પુષ્ટિ કરતા નિર્ણયને સમર્થન આપ્યું હતું. SL3 એથ્લેટ ભગત પેરિસ 2024 પેરાલિમ્પિક ગેમ્સ (Paralympic 2024)માં ભાગ લેશે નહીં. 29 જુલાઈ 2024 ના રોજ, CAS અપીલ વિભાગે ભગતની અપીલને ફગાવી દીધી હતી. 1 માર્ચ 2024 ના CAS એન્ટી ડોપિંગ વિભાગના નિર્ણયની પુષ્ટિ કરી. તેમની અયોગ્યતાનો સમયગાળો હવે અમલમાં છે.
આ પણ વાંચો : Paris Olympic 2024 : વિવાદો વચ્ચે પૂર્ણ થયો મહાકુંભ, આ પાંચ દેશને મળ્યા સૌથી વધુ Medal
ભગતનું શાનદાર પ્રદર્શન...
આ વર્ષની શરૂઆતમાં, ભગતે થાઈલેન્ડના પટાયામાં 2024 પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈંગ્લેન્ડના ડેનિયલ બેથેલને ચુસ્ત હરીફાઈમાં હરાવીને તેના પુરૂષ સિંગલ્સ SL3 ખિતાબનો બચાવ કર્યો હતો. 35 વર્ષીય ભગતે એક કલાક અને 40 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં પોતાના પ્રતિસ્પર્ધીને 14-21, 21-15, 21-15 થી હરાવ્યો હતો. ભગતનું આ ચોથું સિંગલ્સ વર્લ્ડ ટાઇટલ હતું. આ પહેલા તેણે 2015, 2019 અને 2022 માં ત્રણ વખત આ જ મેડલ જીત્યો હતો. તેણે 2013 ની આવૃત્તિમાં ગ્લોબલ ચેમ્પિયનશિપમાં મેન્સ ડબલ્સનો ગોલ્ડ પણ જીત્યો હતો.
આ પણ વાંચો : 128 વર્ષ બાદ OLYMPICS માં સંભળાશે ચોગ્ગા અને સિક્સરની ગૂંજ