પોપની ચેતવણી; સમજી વિચારીને કરજો મતદાન, Trump અને Harris બન્ને છે દુષ્ટ
- અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને પોપ ફ્રાન્સિસનું નિવેદન
- પોપ ફ્રાન્સિસનું નિવેદન: ટ્રમ્પ અને હેરિસ બંને દુષ્ટ"
- બંને જીવનની વિરુદ્ધ છે
Donald Trump vs Kamala Harris : આ વર્ષના અંતમાં અમેરિકા (America) માં રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election) થવાની છે. ત્યારે આ ચૂંટણીને લઇને ખ્રિસ્તી ધર્મના સૌથી મહાન ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે (Pope Francis) એક નિવેદન આપી સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી (US Presidential Election) ના ઉમેદવારો પર પોતાનું નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની ઇમિગ્રન્ટ વિરોધી નીતિઓ (anti-immigrant policies) અને ગર્ભપાત (Abortion Rights) અધિકારો માટે કમલા હેરિસ (Kamala Harris) ના સમર્થનને ટાંકીને તેમણે શુક્રવારે કહ્યું કે બંને ઉમેદવારો જીવન વિરોધી છે, બંને શેતાન છે. હવે અમેરિકન જનતાએ નિર્ણય લેવાનો છે. તેમને જે પણ ઉમેદવાર ઓછો દુષ્ટ જણાય છે, તેમણે તેમની વિવેકબુદ્ધિના આધારે પસંદ કરવું જોઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ બંને જીવન વિરોધી...
અમેરિકામાં આવનારી રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election) પર દુનિયાભરની નજર રહે છે ત્યારે આ વર્ષે નવેમ્બરમાં આ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી વિશે દુનિયાભરની મીડિયા ચર્ચા કરતી જણાય છે. ત્યારે એશિયાના 12 દિવસના પ્રવાસ બાદ રોમ પરત ફરી રહેલા પોપને જ્યારે મીડિયાકર્મીઓએ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે પ્રશ્નો પૂછ્યા તો તેમણે કહ્યું કે બંને જીવનની વિરુદ્ધ છે. એક ઇમિગ્રન્ટ્સને છોડી દે છે, એક જે બાળકોને મારી નાખે છે, બંને ઉમેદવારો જીવન વિરોધી છે. મીડિયા સાથે વાત કરતા પોપે કહ્યું કે, હું અમેરિકાનો રહેવાસી નથી અને હું ત્યાં મતદાન કરીશ નહીં. પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ઇમિગ્રન્ટ્સને દેશમાં આવવા ન દેવા, તેમને કામ કરવા ન દેવા, તેમનું સ્વાગત ન કરવું કે ગર્ભપાતને સમર્થન ન આપવું, આ બધા જ પાપ છે.
- પોપ ફ્રાન્સિસનું અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને ચોંકાવનારું નિવેદન
- ડોનાાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ બંને દુષ્ટ છે : પોપ ફ્રાન્સિસ
- ટ્રમ્પ-હેરિસ પર પોપનો પ્રહાર, બન્ને જીવન વિરોધી છે
- ટ્રમ્પ-હેરિસની નીતિઓ ઉપર પોપનો કટાક્ષ#PopFrancis #DonaldTrump #KamalaHarris… pic.twitter.com/cle1uQPiUV— Gujarat First (@GujaratFirst) September 14, 2024
ટ્રમ્પ-હેરિસના નીતિભેદ પર પોપનું નિવેદન
વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ઈમિગ્રન્ટ વિરોધી નીતિઓ માટે જાણીતા છે. તેમણે તાજેતરમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરવાનું અને તેમને દેશનિકાલ કરવાનું વચન આપ્યું હતું, જ્યારે અન્ય ઉમેદવાર, કમલા હેરિસે એક કાયદા માટે દબાણ કર્યું હતું જે મહિલાઓને ગર્ભપાત કરવાનો અધિકાર આપશે. હેરિસને આ કાયદાના સમર્થક માનવામાં આવે છે અને તેમણે તેને પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે. પોપે કહ્યું કે વ્યક્તિએ બે અનિષ્ટમાંથી જે ઓછી પાપી હોય તેને પસંદ કરવી જોઈએ. આ બંનેમાંથી કોણ ઓછું છે, સ્ત્રી કે સજ્જન? મને ખબર નથી. હું જે કહું છું તે એ છે કે અમેરિકન લોકોએ તેમના અંતરાત્માને આધારે પસંદ કરવું પડશે અને જે ઓછું દુષ્ટ છે તેને પસંદ કરવું પડશે.
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં આગામી નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેની પ્રક્રિયા ચાલી રહી છે. રિપબ્લિકન પાર્ટી તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉમેદવાર છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરિસ ઉમેદવાર છે. હાલના રાષ્ટ્રપતિ બાઈડેન ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રથમ ઉમેદવાર હતા પરંતુ બાદમાં તેમણે પાર્ટીના દબાણ અને સ્વાસ્થ્યના કારણોસર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ પછી આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે સીધો મુકાબલો થઈ ગયો છે.
આ પણ વાંચો: US Election : પ્રેસિડેન્શિયલ ડિબેટમાં બંને નેતાઓ વચ્ચે વળતા પ્રહારો અને...