Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2022ના વર્ષમાં દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓની ખૂબ જ સુંદર કામગીરી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓની ખૂબ જ સુંદર કામગીરી 2022ના વર્ષમાં જોવા મળી હતી. દ્વારકા પોલીસ દ્વારા 2022ના વર્ષમાં 200 થી વધુ ખૂબ જ સુંદર પ્રજાલક્ષી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કિંમતી માલ સામાન, મોબાઇલ ગુમ થવા, નાના બાળકો ભૂલા પડી જવા વૃદ્ધો તેમના પરિવારથી વિખુટા થઈ જવા જેવી અનેક બાબતોમાં ખૂબ જ સુંદર કામગીરી àª
2022ના વર્ષમાં દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓની ખૂબ જ સુંદર કામગીરી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓની ખૂબ જ સુંદર કામગીરી 2022ના વર્ષમાં જોવા મળી હતી. દ્વારકા પોલીસ દ્વારા 2022ના વર્ષમાં 200 થી વધુ ખૂબ જ સુંદર પ્રજાલક્ષી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કિંમતી માલ સામાન, મોબાઇલ ગુમ થવા, નાના બાળકો ભૂલા પડી જવા વૃદ્ધો તેમના પરિવારથી વિખુટા થઈ જવા જેવી અનેક બાબતોમાં ખૂબ જ સુંદર કામગીરી કરી તમામને તેમના પરિવારજનો સાથે મિલાપ કરાવવું વગેરે સામેલ છે.
પરિવાર સાથે મિલન કરાવ્યું
દ્વારકા જિલ્લા પોલીસ હંમેશા દ્વારકાધીશ મંદિરે આવતા ભક્તોની સેવા માટે તત્પર રહેતી હોય છે ત્યારે જિલ્લા એસપી નીતિશ પાંડેની સૂચનાથી દ્વારકાધીશ મંદિર DYSP શમીર શારદા દ્વારા તેમની ટીમને સાથે રાખી ખૂબ જ સુંદર  કામગીરી ગત વર્ષમાં કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને 145 જેટલા નાના બાળકો તેમજ વૃદ્ધોને તેમના પરિવારથી વિખુટા પડી ગયેલ હોય તેમને તેમના પરિવારજનો સાથે મિલાપ કરાવવો તેમજ લોકોના ગુમ થયેલ કીમતી મોબાઈલ તેમજ કીમતી સામાનો શોધી તેમના માલિકોને પહોંચાડવાની ખૂબ જ સુંદર અને સારી કામગીરી દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવી છે.
કિંમતી સામાન પરત અપાવ્યો
જેમાં પોલીસ કંટ્રોલ રૂમ ઊભો કરી 53 જેટલા સોના ચાંદીના દાગીના, પાકીટ ,મોબાઇલ જેવી વસ્તુ ચોરતા ચોરોને પકડી તેમના મૂળમાં માલિક લોકોને પરત અપાવી હતી. તેમજ જન્માષ્ટમી , ફુલડોલ મહોત્સવ, નાતાલ જેવા તહેવારોમાં જ્યારે દ્વારકાધીશ મંદિરમાં ખૂબ જ મોટી ભીડ રહેતી હોય છે ત્યારે દ્વારકા પોલીસ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરી તમામ લોકો આરામથી સમયસર વ્યવસ્થિત રીતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે એવું સુંદર અને સરળ આયોજન પણ કરવામાં આવેલ હતું. એ વાતથી નિશ્ચિત રીતે કહી શકીએ કે પોલીસ હંમેશા લોકોની મિત્ર બનીને જ કામ કરતી હોય છે તે વાત ખરી અને સાચી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.