Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahesana : 200 રૂપિયાની લાંચમાં ખાખી ટોળકી ઝડપાઈ

છેલ્લાં કેટલાંક મહિનાઓથી Gujarat ACB સક્રિય થઈ છે. લાંચીયા બાબુઓને ઝડપી લેવા પ્રજાને જાગરૂક કરવામાં આવી રહી છે. એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) ની નોંધપાત્ર કામગીરીની ખુદ સરકાર પણ નોંધ લઈ રહી છે. ગુજરાત એસીબી (Gujarat ACB) એ મહેસાણા...
mahesana   200 રૂપિયાની લાંચમાં ખાખી ટોળકી ઝડપાઈ

છેલ્લાં કેટલાંક મહિનાઓથી Gujarat ACB સક્રિય થઈ છે. લાંચીયા બાબુઓને ઝડપી લેવા પ્રજાને જાગરૂક કરવામાં આવી રહી છે. એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) ની નોંધપાત્ર કામગીરીની ખુદ સરકાર પણ નોંધ લઈ રહી છે. ગુજરાત એસીબી (Gujarat ACB) એ મહેસાણા જિલ્લામાં બે દિવસમાં ઉપરાછાપરી બે ડીકોય-લાંચ (Decoy Trap) કેસ નોંધ્યા છે. વિસનગર સિટી પોલીસ સ્ટેશન (Visnagar City Police Station) ના પોલીસ કર્મચારી, LR અને GRD સહિત 4 સામે કેસ નોંધ્યો છે. જ્યારે મહેસાણા જિલ્લા જેલ (Mahesana District Jail) ના સહાયક સામે પણ એક ડીકોય કેસ કરવામાં આવ્યો છે.

Advertisement

200ની લાંચ લેતા 3 ઝડપાયા, 1 ફરાર

મહેસાણા જિલ્લા (Mahesana District) ના વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ખાખીધારી ટોળકી વાહન ચાલકો પાસેથી લૂંટ મચાવી રહી છે. વિસનગર સિટી પોલીસ સ્ટેશનના કેટલાંક લાંચીયા પોલીસવાળા વાહન ચાલકો પાસે દસ્તાવેજો હોવા છતાં યેનકેન પ્રકારે પરેશાન કરી રૂપિયા 100 થી એક હજાર સુધીની રકમ પડાવવામાં આવતી હતી. એક જાગૃત નાગરિકની મદદથી એસીબી ટીમે (ACB Team) 17 માર્ચના રોજ વિસનગર તાલુકાના કાંસાથી વાલમ જતા માર્ગ પર એક છટકું ગોઠવ્યું હતું. એસીબીની ટીમે ગોઠવેલી ડીકોય દરમિયાન લોકરક્ષક પ્રકાશ ચૌધરીએ લાંચની માગણી કરી. 200 રૂપિયાની લાંચ સ્વીકારનાર પ્રકાશ ચૌધરી, હેડ કોન્સ્ટેબલ નાસીરબેગ મિર્ઝા અને GRD નિખિલ ઠાકોર રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે તોડ ટોળકીના સાગરીત કોન્સ્ટેબલ દેવેન ચૌધરીને એસીબીએ ફરાર જાહેર કર્યો છે.

કેદીની મુલાકાતનો ભાવ 500 રૂપિયા

Mahesana જિલ્લા જેલમાં કેદીઓની મુલાકાત લેવા આવનારા પરિવારજનો, મિત્રો અને પરિચિતો પાસેથી રૂપિયા ખંખેરવામાં આવતા હોવાની જાણ એસીબીને થઈ હતી. કેદીની મુલાકાત માટે જેલ સ્ટાફ રૂપિયા 500 થી લઈને બે હજારની રકમ પડાવતો હોવાની પણ વાત મળી હતી. જેના આધારે એક જાગૃત નાગરિકની મદદથી મહેસાણા જેલમાં કેદીની મુલાકાત ગોઠવવાનું નક્કી કરાયું. 18 માર્ચના રોજ કેદીની મુલાકાત કરાવવા માટે જેલ સહાયક ચિંતન ચૌધરીએ 500 રૂપિયાની માગણી કરી સ્વીકારતા એસીબી ટીમે તેને ઝડપી લઈ ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો : Kajal Hindusthani : મારુ નામ કાજલ હિન્દુસ્થાની છે અને તેથી હું હિન્દુઓ માટે લડતી રહીશ

આ પણ વાંચો : સરકાર ઈલેકશન કમિશનનો ખભો વાપરશે, 3 અધિકારીને જગ્યા નથી છોડવી

Advertisement

આ પણ વાંચો : Gujarat lokSabha Eleciton : તારીખોની જાહેરાત બાદ નેતાઓનો હુંકાર, કર્યાં આ દાવા, ગેનીબેન ઠાકોરનો અલગ અંદાજ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.