વડાપ્રધાનશ્રી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થઈ મુલાકાત, જુઓ વિડીયો
G20 Summit: ભારત અને ચીન દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બંને દેશોના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોની ડિનર પાર્ટીમાં મુલાકાત થઈ છે. જોકે બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે સામે આવ્યું નથી પણ બંને નેતાઓએ ડિનર દરમિયાન એકબીજા સાથે હાથ મેળવી ખબર અંતર જાણ્યા.મુલાકાતે દુનિયાનું ધ્યાન ખà
G20 Summit: ભારત અને ચીન દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બંને દેશોના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોની ડિનર પાર્ટીમાં મુલાકાત થઈ છે. જોકે બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે સામે આવ્યું નથી પણ બંને નેતાઓએ ડિનર દરમિયાન એકબીજા સાથે હાથ મેળવી ખબર અંતર જાણ્યા.
મુલાકાતે દુનિયાનું ધ્યાન ખેંચ્યું
ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા વિડીયોમાં બંને નેતાઓ હાથ મેળવતા દેખાઈ રહ્યાં છે. બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે થયેલી આ ઉડતી મુલાકાતમાં કયાં મુદ્દે ચર્ચા થઈ તે જાણવા મળ્યું નથી પણ બન્ને નેતાઓની આ મુલાકાતે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે.
પહેલેથી મુલાકત નક્કી નહોતી
છેલ્લા બે વર્ષોથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ ઈન્ડોનેશિયાના બાલીમાં મંગળવારે શરૂ થયેલા ગ્રુપ ઓફ 20 એટલે કે જી20 સમ્મેલનથી ઈતર બંને નેતાઓ વચ્ચે સંભવિત દ્વિપક્ષિય બેઠકને લઈને કેટલીક અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ બંને પક્ષો દ્વારા હજુ સુધી કોઈ મુલાકાત વિશે જણાવવામાં આવ્યું નથી અને આ મુલાકાત પણ પહેલાથી નક્કી નહોતી.
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.