Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi At Arambagh: વડાપ્રધાને પશ્ચિમ બંગાળના લોકોને રૂ. 7200 કરોડની વિવિધ વિકાશિલ ભેટ આપી

PM Modi At Arambagh: આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પશ્ચિમ બંગાળ (West Bengal) ના આરામબાગમાં રૂ. 7200 કરોડની અનેક વિકાસિત યોજનાઓનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. 21 મી સદીનું ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે આ...
pm modi at arambagh  વડાપ્રધાને પશ્ચિમ બંગાળના લોકોને રૂ  7200 કરોડની વિવિધ વિકાશિલ ભેટ આપી

PM Modi At Arambagh: આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પશ્ચિમ બંગાળ (West Bengal) ના આરામબાગમાં રૂ. 7200 કરોડની અનેક વિકાસિત યોજનાઓનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

Advertisement

  • 21 મી સદીનું ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે
  • આ વર્ષે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા
  • પશ્ચિમ બંગાળના લોકો વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે
  • 21 મી સદીનું ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે

તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આરામબાગમાં એક વિશાળ જનસભાને સંબોધન આપ્યું હતું. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, 21 મી સદીનું ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. તેની સાથે મળીને 2047 સુધીમાં 'Viksit Bharat' બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. દેશના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો અમારી પ્રાથમિકતા છે.

આ વર્ષે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા

Advertisement

વધુમાં પીએમ મોદી (PM Narendra Modi) એ કહ્યું કે અમે ગરીબ કલ્યાણ સંબંધિત પગલાં લીધા છે, જેના પરિણામો આજે દુનિયા જોઈ રહી છે. છેલ્લા 10 વર્ષમાં દેશના લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ દર્શાવે છે કે અમારી સરકારની દિશા, નીતિ અને નિર્ણયો સાચા છે. તેનું મૂળ કારણ એ છે કે ઉદ્દેશો સાચા છે. જ્યારે કોઈપણ રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ (Infrastructure Project) શરૂ થાય છે, ત્યારે ત્યાંના લોકોની પ્રગતિ માટે ઘણા રસ્તાઓ બનાવવામાં આવે છે.

પશ્ચિમ બંગાળના લોકો વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે

Advertisement

ભારત સરકારે પશ્ચિમ બંગાળ (West Bengal) માં રેલવેના આધુનિકીકરણ માટે આ વર્ષે રૂ. 13,000 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે. આ રકમ 2014 કરતા 3 ગણી વધારે છે. છેલ્લા 10 વર્ષમાં પશ્ચિમ બંગાળ (West Bengal) માં 150 થી વધુ નવી ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી છે. 5 નવી વંદે ભારત એક્સપ્રેસ બંગાળના લોકોને રેલ મુસાફરીનો નવો અનુભવ આપી રહી છે. પશ્ચિમ બંગાળ (West Bengal) ના લોકોના સહયોગથી આપણે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર ઝડપથી સાકાર થશે.

આ પણ વાંચો: Bengaluru Cafe Blast: બેંગલુરૂના રાજાજીગરમાં આવેલા ફેમસ કેફેમાં થયો ભયાનક બ્લાસ્ટ

Tags :
Advertisement

.