Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોવિડ-19 માટે તૈયાર કરવામાં આવેલ PaxLovid દવા ટેસ્ટમાં નિષ્ફળ

કોરોના સામે લડત આપવાના ફાઈઝરના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. કોરોના વાયરસને લઈને Pfizer દ્વારા તૈયાર કરવામાં આવેલી દવા Paxlovid ટેસ્ટમાં ફેલ થઈ છે.  કોરોનથી સંક્રમિત લોકો પર  આ દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દવા સંક્રમિતોમા કોવિડ-19નું જોખમ ઘટાડવાના તેના પ્રાથમિક લક્ષ્યને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. આ માહિતી ખુદ કંપનીએ મીડિયાને આપી છે.Pfizerએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યુàª
કોવિડ 19 માટે તૈયાર કરવામાં આવેલ paxlovid દવા ટેસ્ટમાં નિષ્ફળ
કોરોના સામે લડત આપવાના ફાઈઝરના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. કોરોના વાયરસને લઈને Pfizer દ્વારા તૈયાર કરવામાં આવેલી દવા Paxlovid ટેસ્ટમાં ફેલ થઈ છે. 
 કોરોનથી સંક્રમિત લોકો પર  આ દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દવા સંક્રમિતોમા કોવિડ-19નું જોખમ ઘટાડવાના તેના પ્રાથમિક લક્ષ્યને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. આ માહિતી ખુદ કંપનીએ મીડિયાને આપી છે.
Pfizerએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે PaxLovid વાયરસના સંપર્કમાં આવતા પુખ્ત વયના લોકોમાં કોવિડ-19 સંક્રમણના જોખમને રોકી શક્યું નથી. પ્લેસિબોની સરખામણીમાં આ દવાએ લગભગ ત્રીજા ભાગનું જોખમ ઘટાડ્યું હોવા છતાં, આ સંખ્યા જરૂરી સંખ્યા કરતા ઘણી ઓછી છે.
મુખ્ય કાર્યકારી અધિકારી આલ્બર્ટ બૌરલાએ કહ્યું કે તેઓ અભ્યાસના પરિણામોથી નિરાશ છે. PaxLovidનો ઉપયોગ એવા લોકો માટે કરવાનો હતો જેમણે હજી સુધી COVID-19 માટે ટેસ્ટ કર્યો ન હતો. પરંતુ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવી શકે છે. બજારમાં તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. એનાલિટિક્સ ગ્રૂપ એરફિનિટી લિમિટેડના અનુમાન  મુજબ, 2022માં આશરે $24 બિલિયનના અંદાજિત વેચાણ સાથે, PaxLovid અત્યાર સુધીમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં સૌથી ઝડપી વેચાણકર્તાઓમાંનું એક છે.
ફાઈઝરની આ દવાને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા ગયા અઠવાડિયે મંજૂરી આપવામાં આવી હતી. કોવિડ-19 સામે આ દવાના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ દવા 8-10 દિવસમાં બજારમાં ઉપલબ્ધ થશે, પરંતુ તેના તાજેતરના પરિણામથી લોકોની રાહ વધી જશે.
Advertisement
Tags :
Advertisement

.