Parshottam Rupala News: વિરોધના વાદળો વચ્ચે કેન્દ્રીય મંત્રી રૂપાલા પૂરજોરથી પ્રચાર કરી રહ્યા
Parshottam Rupala News: લોકસભા ચૂંટમી 2024 (Lok Sabha Election) ને લઈ દરેક રાજકીય પાર્ટી તાડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક પાર્ટીના નેતા અને લોકસભા (Lok Sabha Election) ના ઉમેદવારો દ્વારા ઠેર-ઠેર પ્રચંડ રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય (Gujarat) માં ભાજપ (BJP) નો દબદબો જોવા મળતો હોય છે. તેનું કારણ એ છે કે BJP માટે મતદાનગઢ તરીકે ગુજરાત ગણાય છે.
- રાજકોટમાં રુપાલાનો પ્રચંજ પ્રચાર ગુંજી રહ્યો
- ચાય પે ચર્યા કાર્યક્રમનું આયોજન
- કેન્દ્રીય મંત્રી રૂપાલાએ સાધુ સંતોના લીધા આર્શીવાદ
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) એ રાજકોટ (Rajkot) માં બેખૌફ રીતે પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. આજરોજ સૌ પ્રથમ સવારે ટ્રાવેલ્સ એજન્ટની સમસ્યાઓના નિરાકરણ માટે એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા (Parshottam Rupala) ઉપસ્થિતિ રહ્યા હતા. ત્યારે તેમણે (Parshottam Rupala) ભાજપની રણનીતિ વિશે વાત કરી હતી.
ચાય પે ચર્યા કાર્યક્રમનું આયોજન
અગાઉ તેમણે (Parshottam Rupala) ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે (Parshottam Rupala) રાજકોટ (Rajkot) માં ભાજપના કાર્યકારો અને આગેવાનો કઈ રીતે કામ કરી રહ્યા છે, અને આગામી દિવસોમાં કેવી રીતે કામ કરવાનું રહેશે. તેને લઈ BJP ના આગેવાનો અને કાર્યાકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી રૂપાલાએ સાધુ સંતોના લીધા આર્શીવાદ
જોકે કેન્દ્રીય મંત્રી રૂપાલે (Parshottam Rupala) પ્રચારના બીજા દિવસે સાધુ સંતોનો આર્શીવાદ લીધા હતા. તેમણે અમદાવાદના SGVP ગુરુકુળ અમદાવાદના સાધુ સંતો પુરાણી સદગુરુ સ્વામી બાલકૃષ્ણ દાસજી અને ધર્મ વાત્સલ્ય દાસજી સ્વામી ગુકુલ રીબડાના આર્શીવાદ લીધા હતા. તમામ સાધુ સંતો પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના નિવાસસ્થાને આવીને આર્શીવાદ આપ્યા હતા. સાધુ સંતોએ કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) ને લોકસભામાં જીત મળશે, તેવું આશ્વાસન આપ્યું હતું.
આ પણ વાંચો: Rajkot Kshatriya Community: ધંધુકા બાદ ફરી એકવાર હજારોની તાદાતમાં ક્ષત્રિય સંમેલનમાં લોકો જોડાયા