Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાઘ બકરી ચાના એક્ઝિયુક્ટિવ ડિરેક્ટર પરાગ દેસાઇનું નિધન

વાઘ બકરી ચાના એક્ઝિયુક્ટિવ ડિરેક્ટર પરાગ દેસાઇનું નિધન થયું છે. તેમના અવસાનથી બિઝનેસ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બ્રેઇન હેમરેજ થયું હતું દેશ વિદેશમાં જાણીતી બનેલી વાઘ બકરી ચા ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઇ ને થોડા સમય પહેલા બ્રેઇન...
વાઘ બકરી ચાના એક્ઝિયુક્ટિવ ડિરેક્ટર પરાગ દેસાઇનું નિધન

વાઘ બકરી ચાના એક્ઝિયુક્ટિવ ડિરેક્ટર પરાગ દેસાઇનું નિધન થયું છે. તેમના અવસાનથી બિઝનેસ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Advertisement

બ્રેઇન હેમરેજ થયું હતું

દેશ વિદેશમાં જાણીતી બનેલી વાઘ બકરી ચા ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઇ ને થોડા સમય પહેલા બ્રેઇન હેમરેજ થયું હતું. અને તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમનું આજે નિધન થયું છે.

Advertisement

બિઝનેસ જગતમાં નામ હતું

પરાગ દેસાઇનું બિઝનેસ જગતમાં નામ હતું અને તેઓ 30 કરતા વધુ વર્ષનો અનુભવ ધરાવતા હતા. તેમણે વાઘબકરી ગૃપના ઇન્ટરનેશનલ બિઝનેસ, સેલ્સ અને માર્કેટીંગનું નેતૃત્વ કર્યું હતું. તેઓ બિઝનેસ જગત સાથે સંકળાયેલી સંસ્થાઓમાં પણ સક્રિય હતા. તેમના અનુભવથી વાઘ બકરી ગૃપને ઘણો ફાયદો થયો હતો.

Advertisement

બિઝનેસ જગતમાં શોકનું મોજુ

પરાગ દેસાઇ 52 વર્ષના હતા. તેઓ ગત સપ્તાહે પડી જતાં તેમને બ્રેઇન હેમરેજ થયું હતું અને ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમનું નિધન થતાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ પણ વાંચો---મોદી સરકાર જલ્દી જ કેન્દ્રિય કર્મચારીઓને આપી શકે છે GOOD NEWS

Tags :
Advertisement

.