Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રાકૃતિક ખેતીથી માસ્ટર ટ્રેનર સુધી પંકજભાઈ ગાંગાણીની અનોખી સફર

અહેવાલ -સંજય જોષી -અમદાવાદ  40 વર્ષિય પ્રગતિશીલ ખેડૂત પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણી મૂળ ભાવનગર જિલ્લાના મહુવાના વતની છે. તેઓ છેલ્લા 7 (સાત) વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના પ્રાકૃતિક ખેતી અંગેના...
પ્રાકૃતિક ખેતીથી માસ્ટર ટ્રેનર સુધી પંકજભાઈ ગાંગાણીની અનોખી સફર

અહેવાલ -સંજય જોષી -અમદાવાદ 

Advertisement

40 વર્ષિય પ્રગતિશીલ ખેડૂત પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણી મૂળ ભાવનગર જિલ્લાના મહુવાના વતની છે. તેઓ છેલ્લા 7 (સાત) વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના પ્રાકૃતિક ખેતી અંગેના પ્રોત્સાહનને કારણે આજે રાજ્યમાં અનેક ખેડૂત આધુનિકથી અત્યાધુનિકની સફર કરી રહ્યા છે.

Advertisement

પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણી પણ આવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે કે જે ઘણા વર્ષોથી પરંપરાગત ખેતી કરી રહ્યા છે. બજારમાંથી મળતા મોંઘા અને વિદેશી બિયારણો, જંતુનાશક, ફૂગનાશક, નિંદણનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે ખુબ ખર્ચ થતો હતો.વર્ષ 2017 માં આત્મા પ્રોજેક્ટ યોજના' ભાવનગર સાથે તેઓ જોડાયા. જેના મારફત તેમને વિવિધ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીની તાલીમ અને માહિતી મળી. જેનાં પરિણામસ્વરૂપ પંકજભાઈએ તે તાલિમનો ઉપયોગ કરી તેમની પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી.

Advertisement

પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણી પાસે આજે કુલ 4  (ચાર) ગાયો અને 3  (ત્રણ) ભેંસ એમ કુલ સાત પશુધન છે. ચાલુ વર્ષે ચોમાસુ ઋતુમાં પંકજભાઈેએ મગફળી, શાકભાજી અને કપાસ પાકમાં દેશી મગ, મકાઇ, તલ તથા સુર્યમુખીનું મિશ્ર પાક તરીકે વાવેતર કર્યું છે. ગતવર્ષે શિયાળામાં શાકભાજી, ઘઉં લસણ અને ડુંગળી પાકોનું વાવેતર પંકજભાઈએ કર્યું હતુ. આમ ધનિષ્ઠ ખેતી કરી પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણી સારી આવક પ્રાપ્ત કરી રહ્યા છે.

ગોપકાનું સર્ટીફિકેટ પણ પંકજભાઈ ધરાવે છે અને ખુદ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર છે. ચાલુ વર્ષે પંકજભાઈના માર્ગદર્શન હેઠળ10 (દસ) ખેડૂતો પ્રાકૃતિક ખેતી" પદ્ધતિ દ્વારા મગફળીનુ વાવેતર કરી, મગફળીનું તેલ કાઢી, વેચાણ કરી રહ્યા છે.પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણીને સરકારશ્રી દ્વારા બાળ દુધાળા પશુ યોજના, આત્મા યોજના તથા શેડ માટે 1.5 લાખ ની સહાય પ્રાપ્ત થયેલ છે.

પ્રાકૃતિક ખેતીમાં પંકજભાઈ જીવામૃત, ધનજીવામૃત બીજામૃત, આચ્છાદન અને વિવિધ આયામો અપનાવીને સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત ગૌધારા અમૃત પ્લાન્ટ (અનએરોબીક બેકટેરીયા - જીવામૃત પ્લાન્ટ)નો ઉપયોગ પણ તેઓ ખેતી દરમિયાન કરે છે. પંકજભાઈ મગફળીની પોતાની રાધે ક્રિષ્ના મીની ઓઇલ મીલમાં તેલ કઢાવીને ગતવર્ષે એક ડબ્બાના રૂ.3750  લેખે ગ્રાહકોને સીધુ જ તેમના ઘરે-ખેતરેથી જ વેચાણ કરેલ છે.આ તકે પંકજભાઈ જણાવે છે કે, રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિના લીધે તેમના ખેતી ખર્ચમાં ખુબ મોટો ઘટાડો અને આવકમાં વધારો થયો છે. તેમના અનુભવ થકી તેઓ દરેક ખેડૂતને "દેશી ગાય આધારિત સંપૂર્ણ “પ્રાકૃતિક ખેતી” પદ્ધતિ દ્વારા ખેતી કરવાની સલાહ આપે છે.

આ  પણ  વાંચો-ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ સમિટનો રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે પ્રારંભ

Tags :
Advertisement

.