Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pangong Lake Bridge: ચીનની નાપાક હરકત! LAC પાસે પેંગોંગ લેક પર બનાવ્યો 400 મીટર લાંબો પુલ!

ચીનનીવધુ એક ચાલાકી ચીને LAC પાસે પેંગોંગ લેક પર પુલનું નિર્માણ કર્યું  નવા  પુલથી ભારત માટે મોટો ખતરો Pangong Lake Bridge: ભારત સાથેના સીમા વિવાદ વચ્ચે ચીન પોતાની હરકતો ભૂલતું નથી. છેલ્લે ચીન સાથે પેંગોંગ વિસ્તારમાં થયેલી બબાલ હજુ...
pangong lake bridge  ચીનની નાપાક હરકત  lac પાસે પેંગોંગ લેક પર બનાવ્યો 400 મીટર લાંબો પુલ
  • ચીનનીવધુ એક ચાલાકી
  • ચીને LAC પાસે પેંગોંગ લેક પર પુલનું નિર્માણ કર્યું
  •  નવા  પુલથી ભારત માટે મોટો ખતરો

Pangong Lake Bridge: ભારત સાથેના સીમા વિવાદ વચ્ચે ચીન પોતાની હરકતો ભૂલતું નથી. છેલ્લે ચીન સાથે પેંગોંગ વિસ્તારમાં થયેલી બબાલ હજુ પણ શાંત પડી નથી. ચીને LAC પાસે 400 મીટર લાંબા પુલનું નિર્માણકાર્ય (Pangong Lake Bridge)પૂરું કરી દીધું છે.સેટેલાઇટ ઈમેજમાં પેંગોગ લેક પર બનાવવામાં આવેલો આ પુલસ્પષ્ટ જોઈ શકાય છે. આ પુલ પરથી હળવા વાહનોની અવરજવર પણ શરૂ થઈ ગઈ છે. આ પુલ 1958થી ચીનના કબજા હેઠળના વિસ્તારમાં આવેલો છે. આ બ્રીજ ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક તૈયાર કરાયો છે.

Advertisement

ચીન ટૂંકસમયમાં સૈન્ય તૈનાત  કરશે?

આ પુલના નિર્માણથી પેંગોંગ સરોવરના ઉત્તર અને દક્ષિણ કાંઠા વચ્ચે ચીનના સૈનિકોને ઝડપથી આવન જાવન ક્ષમતા વધી જશે. આવી સ્થિતિમાં જો ભારત સાથે વિવાદ વધે તો ચીનને ફાયદો થઈ શકે. એક અહેવાલમાં ઇન્ટેલ લેબના સેટેલાઇટ ઇમેજ નિષ્ણાત અને સંશોધક ડેમિયન સિમોનને ટાંકીને જણાવ્યું હતું કે પેંગોંગ તળાવ પરનો નવો પુલ ચીની સેનાને ઝડપી સૈન્ય તૈનાત માટેનો સીધો ટૂંકો રસ્તો કરી આપે છે. આ બ્રીજ બન્યા પહેલા ચીની આર્મીને સંઘર્ષવાળા વિસ્તારોમાં પહોંચવા માટે તળવાની આખી પૂર્વ સાઈડને ક્રોસ કરવી પડતી હતી. જેના માટે લાંબું અંતર કાપવું પડતું હતું. પરંતુ આ બ્રીજ સંઘર્ષ સ્થળે ઝડપી સૈના તૈનાતી કરાવી શકશે

Advertisement

લગભગ 60 વર્ષથી ચીનના ગેરકાયદે કબજામાં છે

LAC નજીક બનેલા નવા પૂલને પગલે એવું માનવામાં આવે છે કે આ પુલ બનવાથી સરોવરના બે કાંઠા વચ્ચેની મુસાફરીનું અંતર લગભગ 50-100 કિલોમીટર અથવા મુસાફરીમાં ઘણાં કલાકો ઘટાડી શકાય છે. આ પુલ અંગે અગાઉ પણ સમાચાર આવ્યા હતા. તે સમયે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ પુલ એવા વિસ્તારોમાં બનાવવામાં આવી રહ્યો છે જે લગભગ 60 વર્ષથી ચીનના ગેરકાયદે કબજામાં છે.તમને જણાવી દઈએ કે પૂર્વી લદ્દાખમાં સ્થિત પેંગોંગ ત્સો તળાવ એક વિવાદિત સરોવર છે, જેમાંથી બે તૃતીયાંશ LACની પાર ચીનની બાજુમાં આવે છે. 2017 થી આ વિસ્તાર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તણાવ અને અથડામણનું સ્થળ બની ગયુ છે. મે 2020 માં પૂર્વી લદ્દાખમાં LAC પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારબાદ પેંગોંગ લેકની ઉત્તરે ગલવાન ખીણમાં અથડામણ દરમિયાન 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. તે અથડામણમાં ચીને દાવો કર્યો હતો કે તેના 4 સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે તપાસ રિપોર્ટમાં 40 ચીની સૈનિકો માર્યા ગયા હોવાનું બહાર આવ્યું છે.

વ્યૂહાત્મક મહત્વ શું છે?

આ સરોવરનો 45 કિલોમીટર લાંબો પશ્ચિમ ભાગ ભારતના નિયંત્રણમાં છે જ્યારે બાકીનો ભાગ ચીનના નિયંત્રણમાં છે. બંને સેનાઓ વચ્ચે મોટાભાગની અથડામણો તળાવના વિવાદિત ભાગમાં થાય છે. આ ઉપરાંત, આ તળાવનું કોઈ ખાસ વ્યૂહાત્મક મહત્વ નથી પરંતુ તે ચુશુલ ખીણના માર્ગ પર આવેલું છે, જે એક મુખ્ય માર્ગ છે જેનો ઉપયોગ ચીન દ્વારા ભારતીય હસ્તકના પ્રદેશ પર આક્રમણ કરવા માટે થઈ શકે છે. 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન આ તે જગ્યા હતી જ્યાંથી ચીને ભારત પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ ચુશુલ ખીણના દક્ષિણ-પૂર્વ છેડે આવેલા પર્વતીય પાસ રેઝાંગ લા ખાતે બહાદુરીપૂર્વક લડ્યા.

Advertisement

આ પણ વાંચો  -અપરણિત હોવા છતાં, Telegram ના માલિક 100 થી વધુ બાળકોના પિતા બન્યા!

આ પણ વાંચો  -2036 ઓલિમ્પિક માટે Nita Ambani ના યોગદાનનો ફ્રેન્ચ અખબારોમાં ઉલ્લેખ

આ પણ વાંચો  -Social Media : સીમા પછી 2 બાળકોની માતા મેહવિશ પણ પતિને......

Tags :
Advertisement

.