Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchayat Owned Roads: ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે આપી મંજૂરી

રાજ્યના જિલ્લાઓમાં ગામડાઓમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓ સુવિધા પથ અંતર્ગત કોન્ક્રીટ માર્ગો બનશે CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારોને સુવિધાયુક્ત મળશે માર્ગો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય Panchayat Owned Roads:CM ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા...
panchayat owned roads  ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક  ભૂપેન્દ્ર પટેલ સરકારે આપી મંજૂરી
  • રાજ્યના જિલ્લાઓમાં ગામડાઓમાંથી પસાર થતા
  • પંચાયત હસ્તકના રસ્તાઓ સુવિધા પથ અંતર્ગત કોન્ક્રીટ માર્ગો બનશે
  • CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારોને સુવિધાયુક્ત મળશે માર્ગો
  • ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય

Panchayat Owned Roads:CM ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને (Panchayat Owned Roads)કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Advertisement

CM  ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

​રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી. CM  ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પથ અંતર્ગત ગામતળની લંબાઈમાં 5.50  મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ 668.30 કરોડ રૂપિયાની ફાળવણીની મંજુરી આપી છે.

Advertisement

આ પણ  વાંચો -VADODARA : કાર સાથે ભટકાઇતા બાઇક ચાલક પીકઅપ વાન સામે ફંગોળાયો

પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે

એટલું જ નહી,જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવો શક્ય નહી હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં કુલ 1020.15 કિ.મી.ની લંબાઈના 787 માર્ગો સુવિધાપથ અન્વયે કોન્ક્રીટ રોડ બનશે.​CM ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર લોકોનું ઈઝ ઓફ લીવિંગ વધારવા સાથે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી સુવિધા સભર રોડ નેટવર્ક આપવા પ્રતિબધ્ધ છે.​આ સંદર્ભમાં CM એ રાજ્યના ગામડાઓને સુવિધાપથની સગવડ આપવા કરેલી આ ૬૬૮ કરોડ રૂપિયાની ફાળવણીને પરિણામે ગ્રામ્ય વસ્તીને સારી સપાટી વાળા અને વધુ ટકાઉ તથા વરસાદી સિઝનમાં પણ કોઈ અડચણ ન પડે તેવા બારમાસી કોન્ક્રીટ રોડ મળશે.

Advertisement

આ પણ  વાંચો -VADODARA : 15 ગામોમાં જૈવિક કચરાના વ્યવસ્થાપન માટેની તૈયારીઓ શરૂ

નોંધનીય છે કે,ચોમાસા દરમિયાન રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ-રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું હતું.નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે CM ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા હતો., જેના ભાગરૂપે માર્ગમકાન વિભાગ દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ હતી.

Tags :
Advertisement

.