પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે કોહલીનો વિરાટ રેકોર્ડ તોડ્યો
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ હાલમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. બાબર આઝમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં સતત બે સદી ફટકારી અને તેટલું જ નહીં ટીમને પણ મેચ જીતવામાં મદદ કરી. વળી શ્રેણી 2-1થી કબજે કરવામાં પણ મદદ કરી. બાબરે સતત બે સદી ફટકારીને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના બે મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે.બાબર આઝમ પૂરા વર્ષ દરમિયાન જબરદસ્ત ફોર્મમાં છે. તે ODI àª
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ હાલમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. બાબર આઝમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં સતત બે સદી ફટકારી અને તેટલું જ નહીં ટીમને પણ મેચ જીતવામાં મદદ કરી. વળી શ્રેણી 2-1થી કબજે કરવામાં પણ મદદ કરી. બાબરે સતત બે સદી ફટકારીને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના બે મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે.
બાબર આઝમ પૂરા વર્ષ દરમિયાન જબરદસ્ત ફોર્મમાં છે. તે ODI અને T20 રેન્કિંગમાં નંબર વન પર છે. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ODIમાં તેણે સદી ફટકારી અને શ્રેણી પાકિસ્તાનના નામે કરી. બાબર આઝમ 20 વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવનાર પ્રથમ કેપ્ટન બન્યો છે. બીજી સૌથી મહત્વની બાબત એ હતી કે તે તમામ મેચમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો. કેપ્ટન તરીકે ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર પાકિસ્તાની ખેલાડી બન્યો. આ સિવાય તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 16 સદી ફટકારી છે. તેણે માત્ર 84 ઇનિંગ્સમાં તેની 16મી સદી ફટકારી છે, જ્યારે આ પહેલા હાશિમ અમલાએ 94 ઇનિંગ્સમાં તેની 16મી સદી ફટકારી હતી.
અગાઉ, વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરએ 110-110 ઇનિંગ્સમાં તેમની 16મી સદી ફટકારી હતી. તેની 16મી સદી સાથે તેણે હવે પાકિસ્તાની બેટ્સમેનોમાં સઈદ અનવરના 20 સદીના રેકોર્ડને પાર કરી લીધો છે. સઇદ અનવરે 247 ઇનિંગ્સમાં 20 સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં તે દિવસ દૂર નથી જ્યારે બાબર આઝમ પાકિસ્તાનમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની જશે.
બાબર આઝમે વનડેમાં સતત બે સદી ફટકારીને પોતાની એવરેજ વધુ સારી બનાવી છે. વિરાટ કોહલી આ મામલે પાછળ રહી ગયો છે. વિરાટ કોહલીની વનડેમાં સરેરાશ 58.07 છે. જ્યારે બાબર આઝમની વનડેમાં એવરેજ હવે 59.18 છે. બાબરે અત્યાર સુધી 86 ODI રમી છે, જેમાં તેણે 84 ઇનિંગ્સમાં 16 સદી અને 18 અડધી સદીની મદદથી 4261 રન બનાવ્યા છે. વિરાટ કોહલીની વાત કરીએ તો 260 વનડેની 251 ઇનિંગ્સમાં 43 સદી અને 64 અડધી સદીની મદદથી 12311 રન બનાવ્યા છે.
Advertisement