Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: રાજકોટમાં ઓપરેશન લોટસ! કોંગ્રેસના હાથમાંથી જશે તાલુકા પંચાયત?

વિંછીયા તાલુકાના રાજકારણમાં મચ્યો ખળભળાટ તા.પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસના 8 અને ભાજપના 4 સભ્યોની અવિશ્વાસની દરખાસ્તને મંજૂર Rajkot: રાજકોટ (Rajkot)ના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો હોય તેવી સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં...
rajkot  રાજકોટમાં ઓપરેશન લોટસ  કોંગ્રેસના હાથમાંથી જશે તાલુકા પંચાયત
  1. વિંછીયા તાલુકાના રાજકારણમાં મચ્યો ખળભળાટ
  2. તા.પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત
  3. કોંગ્રેસના 8 અને ભાજપના 4 સભ્યોની અવિશ્વાસની દરખાસ્તને મંજૂર

Rajkot: રાજકોટ (Rajkot)ના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો હોય તેવી સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, વિંછીયા તાલુકાના રાજકારણમાં અત્યારે ખળભળાય જોવા મળ્યો છે. નોંધનીય છે કે, વિંછીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન ચાલી રહ્યું હતું. પરંતુ અત્યારે તેમાં મોટો ઉલટફેર થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Yuvrajsinh Jadeja : શું ખરેખર...વધુ એક પરીક્ષામાં છબરડો ? CBRT ની પરીક્ષા રદ કરવા માગ

Advertisement

પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર

વિંછીયા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો, આ તાલુક પંચાયતમાં કુલ 18 બેઠકો છે. જેમાં ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની 14 અને ભાજપની 4 બેઠક પર જીત થઈ હતી. આજે વિંછીયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઈ ગાબુ અને ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. આ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ તુટતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Dahod : ઘરમાં ચોર આવ્યાનો માલિકે કર્યો ફોન તો પોલીસકર્મીએ આપ્યો ઉદ્ધતાઈભર્યો જવાબ, થઈ મોટી કાર્યવાહી

Advertisement

આગામી દિવસોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કોંગ્રેસના 8 સભ્યો અને ભાજપના 4 સભ્યોએ મળી કુલ 12 સભ્યોની બહુમતી મેળવીને અવિશ્વાસ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આગામી દિવસોમાં ચૂંટણી પંચ વિંછીયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે, વિંછીયા તાલુકા પંચાયત આગામી દિવસો માં ભાજપ કબ્જે કરશે

આ પણ વાંચો: Rajkot : રાજકોટવાસીઓ માટે સારા સમાચાર! ફરી ધમધમતું થશે અટલ સરોવર, જુઓ અદભુત આકાશી દ્રશ્ય

Tags :
Advertisement

.