Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જુનું સંસદ ભવન...દેશના નિર્માણની ઐતિહાસીક ક્ષણોનું સાક્ષી..!

નવા સંસદ ભવન (new Parliament House)માં વિશેષ સત્ર સાથે ગૃહની કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે. જો કે, સોમવારે (18 સપ્ટેમ્બર) સત્રના પહેલા દિવસે જૂની સંસદ (Old Parliament )માં જ બેઠક યોજાઈ હતી, જેમાં સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા...
જુનું સંસદ ભવન   દેશના નિર્માણની ઐતિહાસીક ક્ષણોનું સાક્ષી
નવા સંસદ ભવન (new Parliament House)માં વિશેષ સત્ર સાથે ગૃહની કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે. જો કે, સોમવારે (18 સપ્ટેમ્બર) સત્રના પહેલા દિવસે જૂની સંસદ (Old Parliament )માં જ બેઠક યોજાઈ હતી, જેમાં સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા કરવામાં આવશે. 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના અવસર પર નવી સંસદમાં આ  કાર્યવાહી શરૂ થશે અને બાકીના ચાર દિવસની કાર્યવાહી અહીં જ ચાલશે. 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ સત્ર બાદ હવે આગળના તમામ સત્રો નવી સંસદમાં યોજાશે, તો જૂની સંસદનું શું થશે? આ સવાલ આ સમયે દરેકના મનમાં હશે. જૂની સંસદ ભવન 18 જાન્યુઆરી, 1927 ના રોજ તૈયાર થયું હતું અને તેની વિદાય 18 સપ્ટેમ્બર, 2023 ના રોજ થઇ છે.
જૂનું સંસદ ભવન અનેક ઐતિહાસીક ક્ષણોનું સાક્ષી
આ 96 વર્ષોમાં, જૂની સંસદ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેની ઉગ્ર ચર્ચાઓ, જોરદાર હોબાળો, સાંસદોના ભાષણો, ઐતિહાસિક કાયદાઓ અને બિલો પસાર કરવાની સાક્ષી રહી છે. દેશવાસીઓનું પણ તેની સાથે ભાવનાત્મક જોડાણ છે. જો કે હવે જગ્યા અને સુવિધાઓના અભાવ અને વધતી જતી ટેક્નોલોજીના કારણે રહેલી ખામીઓને જોતા સરકારે નવી સંસદ ભવન તૈયાર કરી છે. 64,500 ચોરસ મીટર વિસ્તારમાં બનેલ નવી સંસદ ભવન તમામ તકનીકી સુવિધાઓથી સજ્જ છે અને બંને ગૃહોની ક્ષમતા પણ વધારવામાં આવી છે.
જૂની સંસદનું શું થશે?
માર્ચ 2021માં હાઉસિંગ અને અર્બન અફેર્સ મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં કહ્યું હતું કે એકવાર નવી સંસદ બિલ્ડીંગ તૈયાર થઈ જાય પછી જૂની ઈમારતનું સમારકામ કરીને વૈકલ્પિક ઉપયોગ કરવામાં આવશે. સરકારે કહ્યું કે જૂની સંસદની ઇમારતને સાચવવામાં આવશે અને તે દેશની પુરાતત્વીય સંપત્તિ હશે. મીડિયા રિપોર્ટ અનુસાર 2022માં સંસદની જૂની ઇમારતને મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મુલાકાતીઓ મ્યુઝિયમમાં આવી શકશે અને હાલમાં જ્યાં સંસદની કાર્યવાહી ચાલે છે તે ચેમ્બરમાં પણ બેસી શકશે.
જૂની સંસદના આર્કિટેક્ટ કોણ છે?
દેશને નવું બંધારણ મળ્યું ત્યારથી કોણ જાણે કેટલા બિલ પસાર થયા તેની જુની સંસદ સાક્ષી રહી છે. બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરે 6 વર્ષમાં 6 એકર (24,281 ચોરસ મીટર)માં ઓલ્ડ પાર્લામેન્ટ હાઉસ બનાવ્યું હતું. નવી દિલ્હીનો આ ભાગ લ્યુટિયન્સ દિલ્હી તરીકે ઓળખાય છે. તેનું નામ પાર્લામેન્ટ હાઉસના આર્કિટેક્ટ સર એડવિન લ્યુટિયનના નામ પરથી રાખવામાં આવ્યું છે. સંસદનું નિર્માણ કાર્ય 1927માં પૂર્ણ થયું હતું. વર્ષ 1956માં તેમાં વધુ બે માળ બાંધવામાં આવ્યા અને 2006માં એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું, જે અઢીસો વર્ષનો સમૃદ્ધ લોકશાહી વારસો દર્શાવે છે. 1911 માં, બ્રિટિશ યુગ દરમિયાન, તત્કાલીન રાજા જ્યોર્જ પંચમ અને બ્રિટનની રાણીએ ભારતની મુલાકાત લીધી હતી. 12 ડિસેમ્બર, 1911ના રોજ, તેમણે દેશની રાજધાની કોલકાતાથી દિલ્હીમાં સ્થાનાંતરિત કરવાની જાહેરાત કરી. દિલ્હીમાં સંસદ ભવન, નોર્થ અને સાઉથ બ્લોક, રાજપથ, ઈન્ડિયા ગેટ અને હેરિટેજ ઈમારતો બનાવવાની જવાબદારી બે આર્કિટેક્ટ સર એડવિન લુટિયન અને હર્બર્ટ બેકરને આપવામાં આવી હતી. સંસદના નિર્માણનું કામ 1921માં શરૂ થયું હતું અને તે 1927માં પૂર્ણ થયું હતું. શરૂઆતમાં તે કાઉન્સિલ હાઉસ તરીકે જાણીતું હતું.
Advertisement
Tags :
Advertisement

.