પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા યુવકનું અકસ્માતમાં મોત, પરિવારમાં છવાયો માતમ
પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા યુવકનું અકસ્માતમાં મોતયુવક બાઈક મારફતે સબંધીઓને લગ્નની કંકોત્રી આપવા નીકળ્યો હતો પરવત પાટિયા થી સરદાર માર્કેટ જતી વખતે ટ્રક ચાલકે પાછળ થી બાઈક ને ટક્કર મારતા પટકાયોયુવક નીચે પટકાતાં ટ્રક નું ટાયર જમણા પગના ભાગે ફરી જતા યુવકને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયોજ્યાં ઓપરેશન પછી ટુંકી સારવાર દરમિયાન યુવક નું મોત નિપજ્યુંગોડાદરા વિસ્તાર મàª
Advertisement
- પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા યુવકનું અકસ્માતમાં મોત
- યુવક બાઈક મારફતે સબંધીઓને લગ્નની કંકોત્રી આપવા નીકળ્યો હતો
- પરવત પાટિયા થી સરદાર માર્કેટ જતી વખતે ટ્રક ચાલકે પાછળ થી બાઈક ને ટક્કર મારતા પટકાયો
- યુવક નીચે પટકાતાં ટ્રક નું ટાયર જમણા પગના ભાગે ફરી જતા યુવકને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો
- જ્યાં ઓપરેશન પછી ટુંકી સારવાર દરમિયાન યુવક નું મોત નિપજ્યું
- ગોડાદરા વિસ્તાર માં રહેતો હતો.૨૬ વર્ષીય જીતેન્દ્ર ચારણ
- લગ્ન ના ચાર દિવસ પહેલા મોત થી પરિવારમાં માતમ
- સમગ્ર મામલે ગોડાદરા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી.
- સુરત માં પોતાના લગ્નની કંકોતરી આપવા નીકળેલા યુવકનું ટ્રક અડફેટે મોત થતાં પરિવાર શોક માં ગરકાવ થયો
સુરત શહેરના નાકે આવેલા ગોડાદરા વિસ્તારમાં રહેતા અને ટેક્ષ્ટાઈલ માર્કેટમાં નોકરી કરતા યુવકના લગ્ન નક્કી થયાં હતાં. આ અંગે પોલીસે પ્રાથમિક વિગત આપતા જણાવ્યું હતું કે, લગ્નની ખુશી અને પરિવારનો ભારે ઉત્સાહ માતમમાં ફેરવાયો હતો. સબંધી અને મિત્રોને પોતાના લગ્નની આમંત્રણ પત્રિકા આપવા યુવક નીકળ્યો હતો. દરમિયાન પરવટ પાટિયા વિસ્તારમાંથી યુવક પ્રસાર થઈ રહ્યો હતો. દરમિયાન ટ્રક ડ્રાઇવરે યુવકને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું.
ગોડાદરામાં રહેતો જીતેન્દ્રદાન ચારણ કાપડ ની શોપ માં કામ કરતો હતો.ગઈ કાલે બપોરે પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે તે પરિવારજનોને ત્યાં બાઈક મારફતે જઈ રહ્યો હોય તે વખતે પરવટ પાટીયા થી સરદાર માર્કેટ થઈ પાટિયા બ્રિજ તરફ જતી વખતે એક ટ્રક ચાલકે તેને પાછળથી ટક્કર મારી હતી.જે બાદ તે જમીન પર પટકાયો હતો.અને એ દરમિયાન ટ્રક નું એક પૈડું તેના પગ પર ચઢી જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.પગના ભાગે ટ્રકનું ટાયર ફરી જતા
તેને ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.સમગ્ર મામલે પોલીસ દ્વારા યુવક કોણ છે અને ક્યાં રહે છે તેની તપાસ શરૂ કરાઇ હતી.જેથી ત્યાર બાદ યુવક નું નામ જીતેન્દ્રદાન ચારણ છે અને તે ૨૬ વર્ષ નો છે સાથે ગોડાદરા નો રહેવાસી હોવાનું પોલીસ ને જાણ થઈ હતી.યુવક કપડાં ની દુકાન માં નોકરી કરીને પરિવારને મદદરૂપ થઈ રહ્યો હતો.ત્યાર બાદ પોલીસે તેના પરિવાર ને જાણ કરતા પરિવાર શોક માં મુકાયું હતું.
આ અંગે પરિવાર ના એક સભ્ય એ પોલીસ ને જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયે લગ્ન થવાના હોવાથી પરિવારજનોને આમંત્રણ આપવા માટે શુક્રવારે બાઈક મારફતે જીતેન્દ્ર જઈ રહ્યો હતો. દરમિયાન પરવટત પાટિયા તરફથી સરકાર માર્કેટ તરફ જતો હોય તે સમયે સીમેન્ટ ભરેલા ટ્રકના ચાલકે તેને પાછળથી ટક્કર મારી હતી. જીતેન્દ્રદાન નીચે પડી જતા ટ્રકનું પાછળનું ટાયર જમણા પગના ભાગે ચઢી ગયું હતું. જીતેન્દ્રને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબ દ્વારા પરિવારને જીતેન્દ્રદાનનો જમણો પગ કાપવો પડશે અને ડાબા પગના થાપના ભાગે ફ્રેક્ચર હોવાનું જણાવ્યુ હતું. તબીબ દ્વારા ઓપરેશન કરાયાના થોડા સમયમાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું
પોલીસ પાસે ફરિયાદ આવતા આ મામલે પોલીસે ઘટના સ્થળ ના તમામ સીસીટીવી તપસ્યા હતા જેમાં રોડ સાઈટ ના એક સીસીટીવી માં ટ્રક બાઈક ને અડફેટે લેતાં જોવા મળી હતી..જેથી હાલ પોલીસે ઘટના સ્થળ થી મળેલા સીસીટીવી ના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.જો કે ટ્રક ચાલક અકસ્માત કરી ભાગી છૂટયો હતો પોલીસે ટ્રક ચાલક ની શોધખોળ પણ શરૂ કરી છે.
આ પણ વાંચો - લઘુશંકા કરવા સ્કૂલમાંથી નદીએ ગયેલા બે માસુમો થઇ ગયા નદીમાં ગરકાવ, પ્રિન્સિપાલે કહ્યું શૌચાલયમાં પાણી નહોતું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ