Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

New Year Tips:વર્ષના પહેલા જ દિવસે કરો આ 5 કામ,આખું વર્ષ થશે ધનલાભ

નવુ વર્ષ નવી આશાઓ લઈ આવ્યું બ્રહ્મ મુહૂર્તમાં કરેલા કાર્યનું ફળ બને છે નવું વર્ષ શરૂઆત આરાધનાથી કરો New Year Tips: નવુ વર્ષ અનેક નવી આશાઓ લઈને આવી રહ્યું છે. ત્યારે નવું વર્ષ સારુ નીવડે તે માટે દેવી -...
new year tips વર્ષના પહેલા જ દિવસે કરો આ 5 કામ આખું વર્ષ થશે ધનલાભ
Advertisement
  • નવુ વર્ષ નવી આશાઓ લઈ આવ્યું
  • બ્રહ્મ મુહૂર્તમાં કરેલા કાર્યનું ફળ બને છે
  • નવું વર્ષ શરૂઆત આરાધનાથી કરો

New Year Tips: નવુ વર્ષ અનેક નવી આશાઓ લઈને આવી રહ્યું છે. ત્યારે નવું વર્ષ સારુ નીવડે તે માટે દેવી - દેવતાની આરાધના કરવામાં આવતી હોય છે. તેના માટે વહેલી સવારે એટલે કે, બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે બ્રહ્મ મુહૂર્તને દેવતાઓનો સમય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ શુભ સમય દરમિયાન દેવી-દેવતાઓ પૃથ્વી પર ભ્રમણ કરવા માટે આવતાં હોય છે.

Advertisement

Advertisement

બ્રહ્મ મુહૂર્તમાં કરો આ કામાં

બ્રહ્મ મુહૂર્તમાં કરેલા કાર્યનું ફળ અનેક ગણું મળે છે. તેથી જ તમારે પણ 1 જાન્યુઆરીએ બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4 વાગ્યે ઉઠવું જોઈએ અને તમને સ્વસ્થ જીવન આપવા માટે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ.

Advertisement

સરસ્વતી આપણી હથેળીઓમાં વાસ કરે છે

નવા વર્ષના પહેલા દિવસે સવારે જ્યારે તમે જાગો, ત્યારે તમારે સૌથી પહેલું કામ તમારા હાથની હથેળીઓને જોવાનું કરવાનું છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને સરસ્વતી આપણી હથેળીઓમાં વાસ કરે છે. ત્યારે તમે હથેળીમાં આ ત્રણેય દેવોના દર્શન કરો છો. એ સાથે જ "કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમુલે સ્થિતો બ્રહ્મ, પ્રભાતે કર્દર્શનમ" મંત્રનો જાપ કરવાનું ભૂલશો નહીં.

મંદિરમાં ઘીનો દીવો પણ પ્રગટાવો

જાન્યુઆરીએ વહેલી સવારે બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને દિનચર્યા અને સ્નાન વિધિ પૂર્ણ કર્યા પછી ભગવાનની પૂજા કરો. પૂજા દરમિયાન તેમને નવા શિયાળાના વસ્ત્રો પહેરાવવા અને તેમને પ્રસાદ ચઢાવો. મંદિરમાં ઘીનો દીવો પણ પ્રગટાવો. ભગવાનને પ્રાર્થના કરો કે, તે તમારા પર તેમના આશીર્વાદ વરસાવતા રહે અને જીવનમાં આગળ વધવા માટે તમને માર્ગદર્શન આપે. આ દિવસે ઘરની સફાઈ અને સજાવવાનું ભૂલશો નહીં.

આ પણ  વાંચો -Numerology Prediction 2025 : મંગળનું વર્ષ 2025 છે, જાણો તમારી જન્મ તારીખના મૂળાંક 1 થી 9ની અંકશાસ્ત્રની આગાહી

વડીલોનના આશીર્વાદ લેવા

શ્રદ્ધાપૂર્વક સાચા મનથી ભગવાનની આરાધના કરી થોડો સમય ધ્યાન અને યોગ કરો. મનમાં સંકલ્પ કરો કે નવા વર્ષમાં હું ખરાબ આદતો છોડી દઈશ, નશાથી દૂર રહીશ, વડીલોનું સન્માન કરીશ અને સત્યના માર્ગ પર ચાલીશ.જેથી કરીને તમારા મનમાં અપાર સકારાત્મક ઊર્જાનો અનુભવ થશે અને તમારી જાતને શક્તિથી ભરેલી મહેસુસ કરશો.

આ પણ  વાંચો -Zodiac Sign: વર્ષના છેલ્લા દિવસે આ 5 રાશિના લોકોને મળશે ખુશ ખબર

જરૂરિયાતમંદોની સેવા કરો

સનાતન ધર્મમાં જરૂરિયાતમંદોની સેવા કરવી એ જ સૌથી મોટુ પુણ્ય માનવામાં આવે છે. તમારે પણ નવા વર્ષની શરૂઆત જરૂરિયાતમંદને કાંઈક મદદ કરવી જોઈએ, કારણ કે ઠંડીની સિઝન ચાલી રહી છે. તેથી, તમે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને ધાબળો, ખોરાક અથવા કપડાંની મદદ કરી શકો છો. આ ઉપરાંત જો કોઈને દવાની જરૂર હોય તો તમે તેમાં પણ મદદ કરી શકો છો.

Tags :
Advertisement

Trending News

.

×