સાધુ-સંતોની ઉપસ્થિતિમાં થશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, જાણો ઉદ્ધાટન કાર્યક્રમ
દેશમાં નવા સંસદ ભવનનું 28મી મેના રોજ ઉદ્ધાટન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ધાટન કરશે. વડાપ્રધાને 10મી ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. આ કામ માટે રાજ્યસભા અને લોકસભાએ 5 ઓગસ્ટ 2019ના રોજ આગ્રહ કર્યો હતો. હવે નવું સંસદ ભવન નિર્માણ થઈ ચુક્યું છે ત્યારે તેના ઉદ્ધાટનનો સંભવિત કાર્યક્રમ સામે આવ્યો છે.
ઉદ્ધાટનનો સંભવિત કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેના સંસદની નવી ઈમારતનું ઉદ્ધાટન કરવાના છે પણ ઉદ્ધાટન કાર્યક્રમમાં મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ સામેલ નહી થાય અત્યાર સુધીમાં 20 વિપક્ષી પાર્ટીઓ નવી સંસદના ઉદ્ધાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી ચુકી છે. તેમની દલીલ છે કે સંસદનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. વિવાદોની વચ્ચે નવા સંસદ ભવનના ઉદ્ધાટનનો સંભવિત કાર્યક્રમ સામે આવ્યો છે જોકે ઉદ્ધાટનનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી.
વિપક્ષના નેતાના સંબોધન પર સંશય
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં નેતા વિપક્ષના સંબોધન પણ રાખવામાં આવ્યું છે પરંતુ નેતા વિપક્ષના પદ પરથી ખડગે રાજીનામુ આપી ચુક્યા છે પણ હજુ તેમનું રાજીનામું મંજુર થયું નથી અને તેઓ પોતાના પદ પર છે જોકે કોંગ્રેસે ઉદ્ધાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે એવામાં વિપક્ષ નેતાનું સંબોધન થશે કે કેમ તેના પર સંશય રહેલો છે.
1200 કરોડના ખર્ચે તૈયાર થયું નવું સંસદ ભવન
નવા સંસદ ભવનના નિર્માણ પાછળ રૂ. 861 કરોડના ખર્ચો થવાનો હતો. જો કે, પાછળથી તેના બાંધકામની કિંમત 1,200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. સંસદનું નવનિર્મિત ભવન રેકોર્ડ સમયમાં ગુણવત્તા સાથે તૈયાર કરવામાં આવ્યું છે. ચાર માળના સંસદ ભવનમાં 1224 સાંસદો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : જાણો, નવું સંસદ ભવન ડિઝાઈન કરનારા આ ગુજરાતી આર્કિટેક વિશે…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.