NDA સરકારની નીતિઓ નિષ્ફળ, Jammu and Kashmir માં આતંકીઓ ફરી બેફામ - Rahul Gandhi
- Rahul Gandhi ના NDA સરકાર પર આકરા પ્રહાર
- NDA સરકારની નીતિઓ નિષ્ફળ થઇ ચર - રાહુલ ગાંધી
- ગુલમર્ગમાં આતંકી હુમલામાં બે સૈનિકો શહીદ થયા
જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir)માં સતત થઇ રહેલા આતંકવાદી હુમલાએ ફરી એકવાર કેન્દ્રની NDA સરકાર અને PM મોદીની મુશ્કેલીઓ વધારી દીધી છે. વિપક્ષે PM મોદીને ભીંસમાં લઈને NDA સરકારની નીતિઓ પર સવાલો ઉભા કર્યા છે. શુક્રવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં થયેલા આતંકવાદી હુમલાઓને લઈને નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી. ગુરુવારે સાંજે, ખીણમાં ગુલમર્ગમાં આતંકવાદીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો અને ગોળીબાર કર્યો હતો, જેમાં બે જવાન શહીદ થયા હતા અને બે પોર્ટરના મોત થયા હતા. આ અઠવાડિયામાં આતંકવાદીઓએ અનેક મજૂરો અને એક ડોક્ટરોની હત્યા કરી નાખી હતી.
કોંગ્રેસ નેતાએ શોક વ્યક્ત કર્યો...
એક અઠવાડિયામાં લગભગ ત્રણ આતંકવાદી હુમલાઓએ સુરક્ષા એજન્સીઓની સાથે કેન્દ્ર સરકારને વિપક્ષના રડાર પર મૂકી દીધી છે. રાહુલ ગાંધીએ પોતાની એક પોસ્ટમાં લખ્યું છે કે, 'જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના ગુલમર્ગમાં સેનાના વાહન પર કાયરતાપૂર્ણ હુમલામાં આપણા બહાદુર જવાનોની શહાદતના સમાચાર અત્યંત દુઃખદ છે. હુમલામાં બે પોર્ટરોએ પણ જીવ ગુમાવ્યો હતો. હું શહીદોને સલામ કરું છું અને તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
गुलमर्ग, जम्मू-कश्मीर में सेना के वाहन पर हुए कायराना हमले में हमारे वीर जवानों की शहादत का समाचार अत्यंत दुखद है। हमले में दो पोर्टर्स ने भी अपनी जान गंवा दी। शहीदों को नमन करता हूं और सभी शोकाकुल परिवारों के प्रति अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं।
केंद्र की NDA सरकार की…
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2024
આ પણ વાંચો : Cyclone Dana : વૃદ્ધનો જીવ બચાવતી આશા વર્કરની હૃદયસ્પર્શી સેવા
કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન...
તેમણે વધુમાં કહ્યું કે, 'કેન્દ્રની NDA સરકારની નીતિઓ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં સુરક્ષા અને શાંતિ સ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. તેમના દાવાઓથી વિપરીત વાસ્તવિકતા એ છે કે સતત આતંકવાદી ગતિવિધિઓ, આપણા સૈનિકો પર હુમલા અને નાગરિકોની લક્ષ્યાંકિત હત્યાઓને કારણે રાજ્ય જોખમમાં જીવી રહ્યું છે. સરકારે તાત્કાલિક જવાબદારી લેવી જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે ઘાટીમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી જોઈએ અને સેના અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
આ પણ વાંચો : Ratan Tata નો પ્રિય શ્વાન ટીટો 10 હજાર કરોડ રૂપિયાનો માલિક બન્યો
સેના પર આતંકવાદી હુમલો...
નોંધનીય છે કે, ગુરુવારે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના બારામુલા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા સેનાના વાહનો પર ઓચિંતા હુમલામાં બે જવાન શહીદ થયા હતા અને બે નાગરિકોના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના જવાનો અને નાગરિક પોર્ટરોને લઈ જતો કાફલો અફ્રાવત રેન્જમાં નાગિન પોસ્ટ તરફ જઈ રહ્યો હતો ત્યારે ગુલમર્ગના પર્યટન કેન્દ્રથી લગભગ 6 કિલોમીટર દૂર બોટાપથરી ખાતે આતંકવાદીઓએ સેનાની બે ટ્રકો પર ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો : Kerala માં અધધ..કહી શકાય તેટલું સોનું પકડાયું..