NCP leader Nawab Malik ના જમાઈનું ડ્રાઈવરની નજીવી ભૂલને કારણે થયું નિધન
- Sameer Khan નો અકસ્માત તેની જ કારમાં થયો હતો
- Sameer Khan ને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા
- Sameer Khan નું શરીર દિવાલ અને કાર વચ્ચે ફસાઈ ગયું
NCP leader Nawab Malik’s son-in-law : NCP અજિત પવાર જૂથના NCP leader Nawab Malik ના જમાઈ Sameer Khan નું નિધન થયું છે. તેઓ રોડ અકસ્માતનો ભોગ બન્યા બાદ તેમને દોઢ મહિનાથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. Sameer Khan એ 17 સપ્ટેમ્બરના રોજ અકસ્માતનો ભોગ બન્યા હતા. તો અકસ્માત સમયે તેમની પત્ની નિલોફર મલિક પણ ઘટનાસ્થળે હાજર હતી અને તેને પણ સામાન્ય ઈજા થઈ પહોંચી હતી.
Sameer Khan નો અકસ્માત તેની જ કારમાં થયો હતો
NCP leader Nawab Malik અને તેમની બીજી પુત્રી સના મલિક ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં આ એક મોટો આંચકો છે અને આ ઘટના તેમના ચૂંટણી પ્રચારને પણ અસર કરી શકે છે. Sameer Khan નો અકસ્માત તેની જ કારમાં થયો હતો. આ અકસ્માતમાં તેમને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે, હોસ્પિટલમાં જ આ અકસ્માત થયો હતો. આ કારણે તેને તાત્કાલિક ICU માં લઈ જવામાં આવ્યા હતા. જોકે આટલા ભયાવહ અકસ્માતનો ભોગ બન્યા બાદ પણ તેઓ જીવન જીવવા માટે સક્ષમ હતા.
આ પણ વાંચો: સૌનિકોએ પુલવામાથી પકડાયેલા આતંકવાદીઓના મદદગારને હથિયારો સાથે પકડી પાડ્યો
Inna lillahi wa inna ilayhi raji'un.
My son-in-law, Sameer Khan, has passed away. May Allah grant him the highest place in Jannah. As we mourn this loss, all my scheduled for the next two days are postponed. Thank you for your understanding, Please keep him in your prayers.— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 3, 2024
Sameer Khan ને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા
Sameer Khan ને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે તેમના ડ્રાઈવરે તેની એસયુવી પાર્કિંગમાં પાર્ક કરી હતી. જોકે તપાસ કરાવ્યા બાદ Sameer Khan એ ડ્રાઈવરે પાર્કિંગમાથી કારને બહાર લાવવા માટે સૂચન કર્યું હતું. ત્યારે ડ્રાઈવર કારને લઈ આવી રહ્યો હતો, ત્યારે અચાનક ડ્રાઈવરે બ્રેક મારવાને બદલે કાર બેકાબૂ રીતે ચાલી હતી, ત્યારે આ કારે Sameer Khan ને સીધી ટક્કર મારી હતી.
Sameer Khan નું શરીર દિવાલ અને કાર વચ્ચે ફસાઈ ગયું
આ કાર સાથે Sameer Khan પણ 50 મીટર સુધી કાર સાથે ઢસેડાયો હતો. અંતે એક દિવાલ સાથે કારની ટક્કર થઈ હતી, ત્યારે Sameer Khan નું શરીર દિવાલ અને કાર વચ્ચે ફસાઈ ગયું હતું. ત્યારે Sameer Khan પાસે ઉભેલી તેની પત્નીને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યારબાદ તુરંત Sameer Khan ને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તે કોમામાં જતા રહ્યા હતા. ત્યારે આજરોજ તેનું મોત નિપજ્યુ છે.
આ પણ વાંચો: દંપતીએ ઘરમાં કામ કરતી કિશોરી સાથે દુષ્કર્મ અને ઈસ્ત્રી-સિગારેટના ડામ આપીને...