CTM એક્સપ્રેસ હાઈવેથી NCB એ 400 ગ્રામ MD ડ્રગ્સ સાથે મહિલા સહિત 3 ને ઝડપ્યા
અમદાવાદમાંથી ફરી એક વાર ડ્ર્ગ્સની મોટી હેરાફેરી ઝડપાઈ છે.અમદાવાદનાં સીટીએમ ચાર રસ્તા પાસેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અમદાવાદમાં MD ડ્રગ્સની ધુસણખોરી કરતા શખ્સોને ઝડપી લીધા છે.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી આવતી એક ખાનગી બસમાં એક યુવક એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદમાં આવી રહ્યો છે. જેથી NCB ની ટીમે બાતમીનાં આધારે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનà
Advertisement

અમદાવાદમાંથી ફરી એક વાર ડ્ર્ગ્સની મોટી હેરાફેરી ઝડપાઈ છે.અમદાવાદનાં સીટીએમ ચાર રસ્તા પાસેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અમદાવાદમાં MD ડ્રગ્સની ધુસણખોરી કરતા શખ્સોને ઝડપી લીધા છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી આવતી એક ખાનગી બસમાં એક યુવક એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદમાં આવી રહ્યો છે. જેથી NCB ની ટીમે બાતમીનાં આધારે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનો શખ્સ બસમાંથી ઉતરતા તેનો પીછો કર્યો હતો અને થોડી આગળ જઈને તે શખ્સે એક મહિલા સહિતનાં બે વ્યક્તિઓને ડ્રગ્સનું પેકેટ આપ્યું હતું. તે જ સમયે NCB નાં અધિકારીઓએ સપ્લાયર અને રીસીવર બન્નેને ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.
આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલા ત્રણેય વ્યક્તિઓ અમદાવાદનાં છે.જેમાં મુંબઈથી ડ્રગ્સ લઈને આવનાર સાજીદ મિયાં પહેલવાન નામનો વ્યક્તિ છે, જ્યારે ડ્રગ્સની ડિલીવરી લેનાર બે વ્યક્તિઓમાં વજુદ્દીન શેખ અને તેની પત્નિ સફીના શેખ છે. જે દંપતિ જુહાપુરા વિસ્તારનાં રહેવાસી છે. પકડાયેલા ડ્રગ્સની તપાસ કરતા તેનું અંદાજીત વજન 400 ગ્રામ હોવાનું ખુલ્યું છે. જે ડ્રગ્સની બજાર કિંમત 25 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે.
NCBની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપીઓ આ રીતે મુંબઈથી ડ્રગ્સ લાવી અમદાવાદનાં પેડલરોને વેચી દેતા હતા. તેવામાં પકડાયેલા આરોપીઓ અત્યાર સુધીમાં કેટલુ ડ્રગ્સ અમદાવાદમાં લાવ્યા અને કોની પાસેથી લાવ્યા તેમજ અમદાવાદમાં અન્ય કોણ કોણ ડ્રગ્સ માફિયા આ રેકેટમાં સામેલ છે તે દિશામા NCB એ તપાસ તેજ કરી છે.
Advertisement