Nabil Kaouk : Israel એ Hezbollah પર મચાવી તબાહી, વધુ એક આતંકી કમાન્ડરનું મોત
- ઇઝરાયેલનો હિઝબુલ્લાહ પર કહેર
- નસરાલ્લાહ પછી કમાન્ડર નાબિલ કોકનું પણ મોત
- Nabil Kaouk ના સમર્થકો શોક વ્યક્ત કરતી પોસ્ટ કરી શેર
મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ વચ્ચે લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ અને ઈરાનના પ્રવેશ પછી, વિશ્વ હવે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો અનુભવી રહ્યું છે. દરમિયાન, ઈઝરાયેલે ઈરાનની ધમકીઓને અવગણીને હિઝબુલ્લાહ પર તબાહી મચાવી છે. શુક્રવારે હિઝબુલ્લાના સ્થાનો પર હવાઈ હુમલા બાદ ઈઝરાયેલે આતંકવાદી સંગઠનના ચીફ હસન નસરાલ્લાહને માર્યો હોવાનો દાવો કર્યો હતો. શનિવારે હિઝબુલ્લાહે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. હવે એક દિવસ બાદ એટલે કે રવિવારે ઈઝરાયેલની સેનાએ હિઝબુલ્લાહ કમાન્ડર Nabil Kaouk ને મારી નાખવાનો દાવો કર્યો છે.
સમર્થકો પોસ્ટ શેર કરી...
એક મીડિયાના અહેવાલ મુજબ, ઇઝરાયેલની સેનાએ રવિવારે કહ્યું કે તેણે હિઝબુલ્લાહ કમાન્ડર Nabil Kaouk ને મારી નાખ્યો છે. જો કે લેબનીઝ આતંકવાદી સંગઠન દ્વારા હજુ સુધી આવી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે Nabil Kaouk ના સમર્થકો તેના મૃત્યુના શોકમાં પોસ્ટ શેર કરી રહ્યા છે. હસન નસરાલ્લાહ પછી, Nabil Kaouk નું હિઝબુલ્લામાં મોટું કદ હતું, તે સેન્ટ્રલ કાઉન્સિલના ડેપ્યુટી હેડ તરીકે કામ કરતા હતા. કૌકે 1995 થી 2010 સુધી દક્ષિણ લેબનોનમાં હિઝબોલ્લાહના લશ્કરી કમાન્ડર તરીકે પણ સેવા આપી હતી. ઈઝરાયેલનું કહેવું છે કે હસન નસરાલ્લાહની હત્યા બાદ હિઝબુલ્લાના વરિષ્ઠ કમાન્ડર Nabil Kaouk પણ માર્યો ગયો છે.
ELIMINATED:#Israel eliminated Nabil Kaouk, chief of #Hezbollah's preventive security unit and a member of the terror group's governing council.
"Bam, Boom, Bang ... another one bites the dust"! pic.twitter.com/1gYmq77ENi
— Dr. Lenny K (@LennyBoyUSA) September 29, 2024
આ પણ વાંચો : UN માં ભારતે પાકિસ્તાને આપ્યો ધારદાર જવાબ, એસ. જયશંકરે કહ્યું - હવે માત્ર POK પર ચર્ચા થશે
1992 માં પણ ઈઝરાયેલે હિઝબુલ્લાહ કમાન્ડરને માર્યો હતો...
આ પહેલીવાર નથી જ્યારે ઈઝરાયેલે હિઝબુલ્લાહ કમાન્ડરની હત્યા કરી હોય. આ પહેલા 1992 માં આતંકવાદી જૂથના કમાન્ડર અબ્બાસ મૌસાવી પણ ઈઝરાયેલી સેનાના હેલિકોપ્ટર હુમલામાં માર્યા ગયા હતા. જેનું સ્થાન બાદમાં હસન નસરાલ્લાહે લીધું હતું અને PM નેતન્યાહુની સેનાએ તેને પણ મારી નાખ્યો હતો. ઈઝરાયેલનું કહેવું છે કે તે લેબનોનમાં હિઝબુલ્લાહને સતત નિશાન બનાવી રહ્યું છે. એક અહેવાલ મુજબ, આ હુમલાને કારણે લેબનોનના હજારો રહેવાસીઓએ વિસ્તાર છોડવો પડ્યો હતો. દેશના પર્યાવરણ મંત્રી નાસેર યાસીને જણાવ્યું હતું કે સરકારનો અંદાજ છે કે લગભગ 2,50,000 લોકોએ તેમના ઘર છોડીને સરકાર સંચાલિત આશ્રયસ્થાનો અને અનૌપચારિક આશ્રયસ્થાનોમાં આશરો લીધો છે.
આ પણ વાંચો : Sunita Williams ને ધરતી ઉપર પરત લાવવા માટે Crew-9 Mission ને કરાયું લોન્ચ