Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંગીતકાર હિમેશ રેશમિયા સાળંગપુર કષ્ટભંજન દાદાના શરણે..!

અહેવાલ--ગજેન્દ્ર ખાચર, બોટાદ  જાણીતા સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયા આજે  વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરવા આવ્યા હતા. તેઓ પરિવાર સાથે દાદાના દર્શન કરીને ધન્ય થયા હતા મંદિરના કોઠારીએ તેમને મોમેન્ટ આપી 54 ફૂટ મૂર્તિના દર્શન...
સંગીતકાર હિમેશ રેશમિયા સાળંગપુર કષ્ટભંજન દાદાના શરણે
અહેવાલ--ગજેન્દ્ર ખાચર, બોટાદ 
જાણીતા સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયા આજે  વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરવા આવ્યા હતા. તેઓ પરિવાર સાથે દાદાના દર્શન કરીને ધન્ય થયા હતા મંદિરના કોઠારીએ તેમને મોમેન્ટ આપી 54 ફૂટ મૂર્તિના દર્શન કરાવ્યા હતા.
પરિવાર સાથે હનુમાનદાદાના કર્યા દર્શન
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ખાતે   સુપ્રસિધ્ધ ગાયક કલાકાર, એક્ટર રિયાલિટી શોના જજ હિમેશ રેશમિયા દર્શન મુલાકાતે પહોંચ્યા હતા. બપોરના 5 વાગ્યાની આસપાસ હિમેશ રેશમિયા સાળંગપુર આવી પહોંચ્યા હતા જ્યાં મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ તેમને દાદાની મૂર્તિ તેમજ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમણે દાદાના દર્શન પોતાના પરિવાર સાથે કર્યા હતા. સાળંગપુરમાં હનુમાનજી દાદાની 54 ફૂટની મૂર્તિના દર્શન પણ હિમેશ રેશમિયા એ કર્યા હતા.
અગાઉ પણ દર્શન કરવા આવ્યા હતા
 હિમેશ રેશમિયા અગાઉ 16 માર્ચ 2022ના રોજ પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે આવ્યા હતા એટલે કે તેઓ હનુમાનજી પ્રત્યે ખુબજ શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે એટલે જ્યારે પણ તેમને દર્શન ની ઈચ્છા થાય એટલે પોતાના પરિવાર સાથે દર્શન માટે આવી જાય છે.
Advertisement
Tags :
Advertisement

.