Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેક્સ ડોલના કારણે ઝડપાયો ખૂની, કોર્ટે ફટકારી 50 વર્ષની સજા

આપણે ઘણા એવા કિસાઓ વિશે અત્યાર સુધી સાંભળ્યું હશે જેને સાંભળીને આપણને આશ્ચર્ય થાય છે. પરંતુ આજના કિસ્સા વિશે સાંભળીને તમને એવો વિચાર આવશે કે આવું પણ બની શકે છે. આ કિસ્સો અમેરિકાનો છે, જ્યાં પોલીસ એક સેકસ ડોલના કારણે...
સેક્સ ડોલના કારણે ઝડપાયો ખૂની  કોર્ટે ફટકારી 50 વર્ષની સજા

આપણે ઘણા એવા કિસાઓ વિશે અત્યાર સુધી સાંભળ્યું હશે જેને સાંભળીને આપણને આશ્ચર્ય થાય છે. પરંતુ આજના કિસ્સા વિશે સાંભળીને તમને એવો વિચાર આવશે કે આવું પણ બની શકે છે. આ કિસ્સો અમેરિકાનો છે, જ્યાં પોલીસ એક સેકસ ડોલના કારણે હત્યારા સુધી પહોંચી હતી. ઘટના એમ છે કે, એક વ્યક્તિએ પત્નીના મૃત્યુ બાદ સેક્સ ડોલ ખરીદી હતી. જેના કારણે પોલીસને શંકા ગઈ હતી. જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેની પત્નીનું મૃત્યુ થયું નથી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. આ પછી તેનો પતિ મળેલા પૈસાથી મોજ કરતો હતો. આ અહેવાલમાં જાણો આ રસપ્રદ કિસ્સા વિશે.

Advertisement

પત્નીના મૃત્યુના પાંચ વર્ષ બાદ ઝડપાયો હેવાન પતિ

colby trickle with wife

colby trickle with wife

આ કિસ્સો અમેરિકાના કેન્સાસના હેયસનો છે. અહી કોલ્બી ટ્રિકલ ( colby trickle ) નામના વ્યક્તિને તેની પત્નીના મૃત્યુના લગભગ પાંચ વર્ષ બાદ કોર્ટે સજા ફટકારી છે. કોલ્બી ટ્રિકલ પર તેની પત્નીની હત્યા કરવાનો આરોપ છે, જેને પહેલા આત્મહત્યા તરીકે ગણવામાં આવી હતી. જોકે, પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ કોઈ આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો કિસ્સો છે.

Advertisement

સેકસ ડોલના કારણે ખુલ્લો પડ્યો કેસ

કોલ્બી ટ્રિકલનું જીવન તેની પત્નીણી હત્યા બાદ એકદમ એશો આરામ વાળું બન્યું હતું. કારણ કે, ક્રિસ્ટન ટ્રિકલના મૃત્યુને ડોક્ટર દ્વારા આત્મહત્યા તરીકે ગણવામાં આવી હતી. જેના કારણે કોલ્બી ટ્રિકલને બે જીવન વીમા પૉલિસીમાંથી $120,000 (એક કરોડ) કરતાં વધુ રકમ પ્રાપ્ત થઈ. પત્નીનિ મૃત્યુ બાદ પોલિસીના પૈસા મળ્યાના માત્ર બે દિવસ પછી જ કોલ્બીએ એક સ્ત્રી જેવી દેખાતી સેક્સ ડોલ ખરીદી, જેના પર તેણે લગભગ $2,000 (આશરે 1.5 લાખ રૂપિયા) ખર્ચ્યા હતા. જે બાદ પોલીસને તેના ઉપર શંકા થઈ હતી. આ બેશરમ પતિએ પત્નીની મોતના પૈસા આઠ મહિનામાં જ ઉડાવી દીધા હતા, આ પૈસાથી તેણે સેક્સ ડોલ્સ, વિડિયો ગેમ્સ, લોન ચૂકવવા અને બીજી ઘણી બાબતોમાં ખર્ચ્યા હતા.

કોર્ટે ફટકારી 50 વર્ષની સજા

નોંધનીય છે કે, 14 જુલાઈ 2021 ના ​​રોજ, ક્રિસ્ટન ટ્રિકલના મૃત્યુના 21 મહિના પછી પોલીસ ટીમે ટીમે કોલ્બી ટ્રિકલ પર હત્યાનો આરોપ મૂક્યો હતો અને આ કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2023માં કોલ્બી દ્વારા ખરીદવામાં આવેલી સેક્સ ડોલના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. નવેમ્બર 2023 માં, કોર્ટે કોલ્બી ટ્રિકલને ( colby trickle ) દોષિત જાહેર કર્યો અને તેને પેરોલ વિના 50 વર્ષની જેલની સજા ફટકારી.

Advertisement

આ પણ વાંચો : Harry Potter Castle Burning: જાદુઈ નગરી ધીરે-ધીરે આગમાં હોમાઈ રહી Russian Attack ના કારણે…

Tags :
Advertisement

.