Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈ ક્રાઈમ બ્રાંચે દાઉદ ગેંગ સામે કરી મોટી કાર્યવાહી, ગેંગના 5લોકોની કરી ધરપકડ

મુંબઈ(Mumbai)ક્રાઈમ બ્રાંચ (Crime Branch)ની એન્ટી એક્સટોર્શન સેલે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ(Don Dawood)ઇબ્રાહિમની ડી ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાંચે દાઉદ ગેંગ સાથે જોડાયેલા 5 લોકોની   ધરપકડ  કરી  છે. ત્યારે  આ કાર્યવાહી ગેંગસ્ટર છોટા શકીલનાં નજીકના સલીમ ફ્રૂટ અને દાઉદનાં નજીકના રીયાઝ ભાટીની ધરપકડ  થઇ હતી. ગેરવસૂલીનાં મામલામાં રિયાઝ ભાટીની  કરાઇ  ધરપકડ જણાવી દઈએ કે મુંબઈ પોલીસની ગેરવસà
મુંબઈ ક્રાઈમ બ્રાંચે દાઉદ ગેંગ સામે કરી મોટી કાર્યવાહી  ગેંગના 5લોકોની કરી ધરપકડ
મુંબઈ(Mumbai)ક્રાઈમ બ્રાંચ (Crime Branch)ની એન્ટી એક્સટોર્શન સેલે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ(Don Dawood)ઇબ્રાહિમની ડી ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાંચે દાઉદ ગેંગ સાથે જોડાયેલા 5 લોકોની   ધરપકડ  કરી  છે. ત્યારે  આ કાર્યવાહી ગેંગસ્ટર છોટા શકીલનાં નજીકના સલીમ ફ્રૂટ અને દાઉદનાં નજીકના રીયાઝ ભાટીની ધરપકડ  થઇ હતી. 
ગેરવસૂલીનાં મામલામાં રિયાઝ ભાટીની  કરાઇ  ધરપકડ 
જણાવી દઈએ કે મુંબઈ પોલીસની ગેરવસૂલી વિરોધી સેલે (એઇસી) 26 સપ્ટેમ્બરનાં રોજ ગેરવસૂલીનાં એક મામલામાં કારોબારી રિયાઝ ભાટીને અરેસ્ટ કર્યો હતો. ભાટીને અંધેરીથી પકડવામાં આવ્યો હતો અને તેની પાસે બે મોબાઈલ ફોન પણ મળ્યા હતા. તે મુંબઈનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં દાખલ ગેરવસૂલીનાં મામલામાં વોન્ટેડ હતો. 


1 ઓક્ટોબરના રોજ સલીમ ફ્રૂટને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધો 

મુંબઈ પોલીસે 1 ઓક્ટોબરના રોજ ભાગેડુ બદમાશ છોટા શકીલના સંબંધી સલીમ ઈકબાલ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટને ખંડણીના કેસની તપાસના સંદર્ભમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કસ્ટડીમાં લીધો હતો. કુરેશી ભાગેડુ બદમાશ દાઉદ ઇબ્રાહિમ અને તેના સહયોગીઓ સામે વિભિન્ન ગેરકાયદેસર ગતિવિધિઓ માટે NIA દ્વારા દાખલ એક મામલામાં કસ્ટડીમાં હતો. 
એક ઉદ્યોગપતિની ફરિયાદનાં આધારે પોલીસે કાર્યવાહી કરતા આ બંનેને અરેસ્ટ કર્યા હતા. ઉદ્યોગપતિનું કહેવું હતું કે ભાટી તથા કુરેશીએ તેમની પાસેથી ગેરવસૂલી કરી છે. 
Advertisement
Tags :
Advertisement

.